Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
૭૦ વર્ષથી વધુના વૃદ્ઘોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે, ૫ લાખ સુધીની મફત સારવાર
-દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપી શકાય છે -પ્રવેશના ૧૦ દિવસ પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરવાની પણ જોગવાઇ
12/09/2024 00:09 AM Send-Mail
કેન્દ્ર સરકારે બુધવારે(૧૧ સપ્ટેમ્બર) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કેહવે આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજનામાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સામેલ કરવામાં આવશે.મોદી કેબિનેટ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

લોકસભાની ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવેલા બીજેપીના મેનિફેસ્ટોમાં આ વાત કહેવામાં આવી હતી.સરકારના જણાવ્યા અનુસાર, ૬ કરોડ વરિષ્ઠ નાગરિકો ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. દેશના લગભગ ૪.૫ કરોડ પરિવારો તેમાં સામેલ થશે.

સરકારે કહ્યું કે ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો, તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, આ લાભ મેળવી શકશે. તેમના માટે નવું અલગ કાર્ડ આપવામાં આવશે. આ સાથે તેઓ દર વર્ષ ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ હેઠળ કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ ૨૦૧૭માં શરૂ કરી હતી. જોકે, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજયો આ યોજના સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને રાજયમાં પોતાની યોજનાઓ ચલાવી રહ્યા છે. આ યોજના હેઠળ, દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપી શકાય છે. આ યોજના હેઠળ પ્રવેશના ૧૦ દિવસ પહેલા અને પછીના ખર્ચની ચૂકવણી કરવાની પણ જોગવાઇ છે. આયુષ્માન યોજના હેઠળ હઠીલા રોગોને પણ આવરી લેવામાં આવ્યા છે. કોઇપણ બિમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે. આમાં પરિવહનના ખર્ચને આવરી લેવામાં આવે છે. તમામ મેડિકલ ટેસ્ટ, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતો આમાં સામેલ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૫.૫ કરોડથી વધુ લોકોએ તેમની સારવાર કરાવી છે.

પરવાનગી વિના જાહેર સભાઓને અટકાવતી BNSની કલમ ૧૬૩ લોકશાહી પર ડાઘ છે : સોનમ વાંગચુક

લોરેન્સે દાઉદની ‘ડી કંપની’ જેવી બિશ્નોઈ ગેંગ બનાવી

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના ૩ કરોડ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સ ૬૮૦૦૦ ડોલરની ખંડણી માંગી

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને તેમના પરિવારે કર્ણાટક સરકારને વિવાદિત જમીન પાછી આપી

એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી, યુપી-હરિયાણાના શૂટર્સ હત્યામાં સામેલ

માર્કેટમાં સફરજન કરતા પણ મોંઘા થયાં ટામેટા

હરદીપસિંહ નિજ્જર હત્યા કેસમાં ભારતે કેનેડા પાસે નક્કર પુરાવા માગ્યા

મહારાષ્ટ્રમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ: કોંગ્રેસ