કાનપુરમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રમાશે ભારત-બાંગ્લાદેશની ટેસ્ટ મેચ
૨૭ સપ્ટેમ્બરથી શરૂ થનારી મેચમાં ખેલાડીઓને અપાશે ખાસ વ્યવસ્થા
૨૭ સપ્ટેમ્બરથી શરૃ થનારી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ગ્રીનપાર્ક સ્ટેડિયમ, કાનપુર ખાતે રમાનારી છે. આ મેચમાં સુરક્ષાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ થઇ ગયું છે. ટેસ્ટ મેચ ચાર સ્તરીય સુરક્ષાના ઘેરા વચ્ચે યોજાશે. બંને ટીમના ખેલાડીઓ સુપર ઝોનમાં રહેશે. જ્યારે ઝોનમાં ફફૈંઁ મહેમાનો, સેક્ટરમાં ફૈંઁ દર્શકો અને સબ-સેક્ટરમાં ક્રિકેટ ચાહકો માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાસ કરીને ટેસ્ટ મેચ માટે અલગથી પોલીસ સેલની પણ રચના કરવામાં આવી છે. જેની ઓફિસ સ્ટેડિયમમાં જ રાખવામાં આવશે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને ત્યાંના હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારને કારણે ટેસ્ટ મેચની સુરક્ષા માટે સમગ્ર સ્ટેડિયમ પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. જેથી કરીને આ મેચ કોઈપણ વિવાદ વગર પૂરી થઇ જાય.
પોલીસ કમિશનર અખિલ કુમારે ેંઁઝ્રછ ના વેન્યુ ડાયરેક્ટર ડૉ. સંજય કપૂર અને ડ્ઢઝ્રઁ પૂર્વી શ્રવણ કુમાર, એડિશનલ ડ્ઢઝ્રઁ ટ્રાફિક અર્ચના સિંહ, એડિશનલ ડ્ઢઁઝ્ર સેન્ટ્રલ મહેશ કુમાર, છઝ્રઁ શિખર અને સૃષ્ટિ સિંહ સાથે આખા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તંત્ર સર્વેલન્સ હાથી ધરી રહ્યું છે. પોલીસ કમિશનરે કહ્યું હતું કે, મેચ માટે ચાર સ્તરીય સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે.
સુપર ઝોનની કમાન ડીએસપીને સોંપવામાં આવી છે, ઝોનની કમાન એડિશનલ ડીસીપી, સેક્ટર માટે એસીપી અને સબ સેક્ટર માટે ઈન્સ્પેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કરીને સ્ટેડિયમના દરેક ખૂણા પર નજર રાખી શકાશે.