Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
આણંદ : નિવૃતિના દોઢ માસ અગાઉ માંદગીની રજા મૂકીને ના.ઇજનેર કમલેશ કલારે વરસાદી સમસ્યા ટાણે જ પાલિકાનો સાથ છોડયો!
૩૦ વર્ષ ઉપરાંતથી પાલિકાનું વેતન મેળવવા છતાંય વરસાદી વિપદા વખતે જ વધેલી રજાઓનો ઇજનેરે સ્વ માટે ઉપયોગ કર્યો ! - ૮૪ લાખ ઉપરાંતના ખર્ચ ટી.પી.૮ના બગીચામાંથી વરસાદી પાણી નિકાલનું આયોજન ન હોવાની ગંભીર બાબતે ના.ઇજનેર કલારે ધ્યાન જ ન આપ્યું, તાજેતરમાં પાલિકાએ મોટર મૂકીને રોડ પર પાણી ઉલેચ્યા
12/09/2024 00:09 AM Send-Mail
સરકારી નોકરીયાતોમાં મોટાભાગે નિવૃતિ આડે મહિનો માસનો સમય બાકી હોય ત્યારે અત્યાર સુધીની માંદગી સહિતની વધેલી રજાઓ સરભર કરવા માટે રજા પર ઉતરી જવાની જાણે કે પરંપરા જોવા મળી રહી છે. તો બીજી તરફ વર્ષોસુધી જયાં ફરજ બજાવી છે, જયાંના વેતન થકી પોતાના પરિવારનું યોગ્ય રીતે પાલન-પોષણ થઇ શકયું છે તેવા ભાવ સાથે નિવૃતિના છેલ્લા દિવસ સુધી કચેરીમાં કામ કરતા ફરજતૈનાત કર્મચારીઓ પણ જોવા મળે છે.

આણંદ પાલિકામાં ૩૦ વર્ષ ઉપરાંતથી ઇ.નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા કમલેશ કલાર આગામી ૩૦ સપ્ટે.ર૦ર૪ના રોજ નિવૃત થનાર છે. આ વર્ષ જન્માષ્ટમી પર્વની આસપાસના દિવસોમાં જિલ્લાની સાથોસાથ આણંદ શહેરમાં પણ અનરાધાર વરસાદ અને ત્યારબાદના દિવસોમાં પણ ખાબકેલા ભારે વરસાદના કારણે શહેરના અનેકો વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.

વરસાદી પાણી નિકાલના અગાઉના સ્ત્રોતો બિનપયોગી બનવાના કારણે ભરાયેલા પાણીના કારણે અવરજવરના રસ્તા બંધ થવા, ગટર લાઇનો ચોકઅપ સહિતની વિપદાએ નગરજનોને કપરી સ્થિતિમાં મૂકી દીધા હતા. શહેરમાં આ પ્રકારની સ્થિતિને નિવારવા માટે નગરપાલિકા કાર્યરત બનતી હોય છે અને તે માટેનું આયોજન પાલિકાના ઇજનેર કરતા હોય છે. ત્રણ દસકાની નોકરીની કાબેલિયત ધરાવતા કમલેશ કલાર શહેરીજનોને વરસાદી વિપદામાંથી બહાર કાઢવાનો રસ્તો શોધી શકશે તેવી પણ ગણતરી મૂકવામાં આવી રહી હતી. પરંતુ ૧૪ ઓગસ્ટ,ર૦ર૪ના રોજ ના.ઇજનેર કમલેશ કલાર આંખોના ઓપરેશનના કારણ સાથે માંદગીની રજા પર ઉતરી ગયા હતા. પરિણામે પાણી નિકાલના સત્વરે આયોજનમાં પાલિકાને પણ પરિશ્રમ વેઠવો પડયો હતો. કહેવાય છે કે, મોટાભાગના સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓ જેટલા જૂના એટલા જાડી ચામડીના બનીને આપખુદશાહી નિર્ણયો લેતા હોય છે. અને ચૂંટાયેલા બોડી પણ આવા અનુભવી કર્મચારીઓ પર આધારિત હોય છે. ઉલ્લેખનીય છે કે, સરકારની એસજેએમએમએસયુવાય ગ્રાન્ટમાંથી પાલિકાએ ટી.પી. ૮માં ૮૪ લાખ ઉપરાંતના ખર્ચ વીર સાવરકર ઉદ્યાન બનાવ્યો છે. જેનું ઉદ્દઘાટન ગત ૩૦ જૂન,ર૦ર૩ના રોજ કરવામાં આવ્યું હતું. આ બગીચામાંથી વરસાદી પાણી નિકાલનું કોઇ આયોજન ન કરાયાની મહિનાઓ અગાઉ સ્થાનિક જાગૃતજનોએ રજૂઆત કરી હતી. છતાંયે કહેવાતી કામગીરીમાં ગળાડૂબ ઇજનેર કલારે આ ગંભીર બાબતે કોઇ ધ્યાન જ આપ્યું ન હતું. પરિણામે ભારે વરસાદમાં બગીચામાં દિવસો સુધી પાણી ભરાઇ રહેતા મચ્છરો સહિત જીવાતોનો ઉપદ્રવ વકર્યો. પુન: સ્થાનિકોની ઉગ્ર રજૂઆતના પગલે તાજેતરમાં પાલિકાની ટીમે મોટર મૂકીને બગીચામાંથી પાણી રોડ પર વહેવડાવીને કામગીરી કર્યાનો સંતોષ વ્યકત કર્યો. પણ રસ્તા પર નિકાલ કરાયેલા પાણી દિવસો સુધી સ્થાનિકો માટે પરેશાનીરૂપ બન્યા. ઇજનેર કમલેશ કલારે બગીચો સંપૂર્ણ તૈયાર હોવાની ફાઇલો પર સહી કરવા સમયે વરસાદી પાણી નિકાલના આયોજન તરફે ધ્યાન આપ્યું હોત તો કદાચ આ સમસ્યા કાયમી ન બની હોત.પાલિકા સૂત્રોમાંથી જાણવા મળ્યાનુસાર ઇજનેર કલારના સ્થાને નવા એન્જિનીયર તરીકે પીનલ સાંગાણીને નિયુકત કરવામાં આવ્યા છે.

સોજીત્રા પંથકમાં ખેડૂતોને કઠણાઇ : ડાંગર ભેજવાળી હોવાથી ર૮૦ થી ૩૦૦ સુધીનો જ ભાવ મળતા આર્થિક નુકસાની

ઉમરેઠના શ્રી વારાહી માતાજી મંદિરમાં આસો સુદ નોમનો ૨૬૭મો વિશ્વ વિખ્યાત હવન યોજાયો

આણંદ : કલેકટરે ૩ માસ અગાઉ ચોખ્ખી કરાવેલ ટૂંકી ગલીમાં ક્રમશ: ખડકાતા દબાણો

આણંદ : ગત વર્ષ ખેતી વિષયક ગણના કામગીરીનું ભથ્થું ચૂકવાયું નથી અને નવી કામગીરી સોંપવા સામે તલાટીઓનો વિરોધ

આણંદ-લાંભવેલ રોડ પરના વૃદ્ઘાશ્રમમાં રહેતા વૃદ્ઘોએ ગરબાની મોઝ માણી

ખંભાત : મિત્રતામાં હાથ ઉછીના ર.ર૦ લાખનો ચેક પરત કેસમાં ૧ વર્ષની કેદ, રૂ.૧૦ હજાર દંડ

ચરોતરના વાતાવરણમાં પલટો : ખેલૈયા અને ગરબા આયોજકોમાં ચિંતા, ખેડૂતોને ઉચાટ

આણંદ જનરલ હોસ્પિટલમાં એક વર્ષથી કાર્યરત માનસિક રોગ વિભાગમાં ૬૦ દર્દીઓની સારસંભાળ