Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
પ્રાગટય દિન પર્વની ઉજવણી : પીપળાવમાં આશાપુરી માતાજીના દર્શનાર્થ ભાવિકજનો ઉમટયા, લોકમેળો માણ્યો
ભાદરવા સુદ આઠમ અને નોમના દિવસે લોકમેળાની પરંપરા, પૂજારી મંડળ દ્વારા ૧૦૧ ચંડીપાઠનું આયોજન
12/09/2024 00:09 AM Send-Mail
સોજીત્રા તાલુકાના પીપળાવમાં આવેલ આશાપુરી માતાજી મંદિરે આજે મોટી સંખ્યામાં ભાવિકજનો દર્શનાર્થ ઉમટયા હતા અને આજથી શરુ થયેલ બે દિવસીય લોકમેળાનો આનંદ માણ્યો હતો. આજરોજ ભાદરવા સુદ આઠમના દિવસે મંદિરમાં માતાજીના પ્રાગટય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

લોકોકિતનુસાર પાંડવોએ માતા કુંતી સાથે આ ભૂમિ પર વનવાસનો સમય પસાર કર્યો હતો. તે સમયે હિડંબા વન તરીકે ઓળખાતી આ જગ્યાએથી જવાના સમયે માતા કુંતીએ આશા માતાની મૂર્તિની સંકલ્પથી સ્થાપના કરી હતી. તેઓએ સંકલ્પ લીધો હતો કે, તેમનો વનવાસનો સમય કોઇપણ જાતના વિઘj વિના પસાર થાય. આ સ્થળે વનવાસનો એક વર્ષનો સમય પસાર કર્યા બાદ માતા કુંતીએ તેમનો સંકલ્પ અને આશા પૂર્ણ થતા મા આશાપુરાના દર્શને આવ્યા હતા અને માતાજીની સ્થાપના કરી હતી. જેથી માતાજી આશાપુરી તરીકે પૂજાય છે. જયારે અન્ય ઐતિહાસિક ઘટનાક્રમનુસાર પેશ્વા અને ગાયકવાડના સમયમાં અંદાજે પપ૦ વર્ષ પૂર્વ મંદિરનું ગાયકવાડ સરકારે નિર્માણ કરાવ્યું હતું.

ભાદરવા સુદ આઠમ અને નોમના બે દિવસે અહીં લોકમેળો ભરાવવાની વર્ષોજૂની પરંપરા છે. આજે માતાજીના પ્રાગટય દિન નિમિત્તે પૂજારી મંડળ દ્વારા ૧૦૧ ચંડીપાઠનું આયોજન કરાયું હતું. સમગ્ર મંદિર પરિસરને વિવિધ પ્રકારના ફુલોથી શણગારવામાં આવ્યું હતું. ભાવિકજનોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથોસાથ લોકમેળામાં ફરવાનો આનંદ માણ્યો હતો. આજે વરસાદનું વિઘ્ન ન હોવા સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હોવાથી મેળામાં વિવિધ ચીજવસ્તુઓ વેચાણ માટે આવેલા નાના ધંધાર્થીઓમાં દિવસ ફળ્યાનો આનંદ જોવા મળ્યો હતો.