Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :
ખેડા : ૬ વર્ષ અગાઉ ટ્રકની ટક્કરે બાઇક પાછળ બેઠેલ મહિલાનું મોત નીપજાવ્યાના કેસમાં બે વર્ષની કેદ
અકસ્માતમાં નીચે પટકાયેલા હરિયાળાના ઘનશ્યામભાઇ ચાવડાના ૫ત્ની શારદાબેનના શરીર પર ટ્રકનું વ્હીલ ફરી વળતા સ્થળ પર મોત નીપજયું હતું
12/09/2024 00:09 AM Send-Mail
ખેડા તાલુકાના હરિયાળામાં રહેતા પતિ-પત્ની છ વર્ષ અગાઉ બપોરેખેતરેથી બાઇક પર બેસીને પરત ઘરે જઇ રહ્યા હતા.દરમ્યાન રોંગસાઇડે આવેલ ટ્રકની ટકકરે બાઇકની પાછળ બેઠેલ મહિલા નીચે પટકાયા હતા. જેઓના શરીર પર ટ્રકનું વ્હીલ ફરી વળતા ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર મોત નીપજયું હતું. બનાવ અંગે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પોલીસે એપ્રિલ,ર૦૧૯માં ખેડા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં તાજેતરમાં કોર્ટે ટ્રક ડ્રાઇવરને બે વર્ષની કેદની સજાનો હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં હરિયાળાના સરદારનગર આવાસમાં રહેતા ઘનશ્યામભાઇ ઉદેસિંહ ચાવડા છએક વર્ષ અગાઉ ર૬ નવે.ર૦૧૮ના રોજ ખેડાથી અમદાવાદ જવાના રસ્તા ઉપર બપોરે સાડા અગિયારની આસપાસ બાઇક પર ખેતરેથી ઘરે જઇ રહ્યા હતા. તે સમયે રોંગ સાઇડે આવેલ ટ્રકચાલકે બાઇકને ટકકર મારી હતી.

જેથી ઘનશ્યામભાઇ એક તરફે અને તેમના પત્ની શારદાબેન ટ્રકની સાઇડે પટકાયા હતા. જેઓના શરીર પર ટ્રકનું વ્હીલ ફરી વળતા ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર મૃત્યુ થયું હતું. આ અંગે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક નં. જીજે૦૧ બીવાય પ૭૮૩ના ડ્રાઇવર કાંતીભાઇ જગમાભાઇ ભગોરા (રહે. કુંડોલ ઘાટા,તા. મોડાસા) સામે ગૂનો દાખલ કરીને ર એપ્રિલ,ર૦૧૯ના રોજ ખેડા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં જરુરી દસ્તાવેજો સહિત પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સાક્ષીઓના નિવેદન, તબીબનો અહેવાલ, વાહનોના યાંત્રિક પરીક્ષણની યાદી સહિતના પુરાવા રજૂ કરાયા હતા. કોર્ટે તમામ બાબતો ધ્યાને લઇને નોંધ્યું હતું કે, રેકર્ડ ઉપરની તમામ હકીકતો ધ્યાને લેતા ફરિયાદપક્ષે આરોપી વિરુદ્વનો ઇપીકો કલમ ર૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા ધી એમ.વી.એકટ કલમ ૧૮૪ મુજબનો ગુનો શંકાથી પર સાબિત કરેલ છે. આ કેસમાં ન્યાયાધીશ મહેશકુમાર ચીમનલાલ પટેલ (અધિક ચીફ જયુડી. મેજી., ખેડા)એ તાજેતરમાં આખરી હુકમ જાહેર કર્યો હતો. જેમાં ક્રિ.પ્રો.કોડની કલમ રપપ(ર) અન્વયે આરોપી કાંતીભાઇ જગમાભાઇ ભગોરા સામેના ઇપીકો કલમ ૩૦૪(અ) મુજબના સજાને પાત્ર ગુના માટે બે વર્ષની કેદ અને રૂ.૧ હજાર દંડ, ક્રિ.પ્રો.કોડની કલમ રપપ(ર) અન્વયે ઇપીકો કલમ ર૭૯ મુજબના સજાને પાત્ર ગુના માટે ૩ માસની સાદી કેદ તથા રુ. પ૦૦ દંડ અને ક્રિ.પ્રો.કોડની કલમ રપપ(ર) અન્વયે ઇપીકો કલમ ૩૩૭ અન્વયેના ગુના માટે ત્રણ માસની કેદ અને રૂ. પ૦૦ દંડનો હૂકમ કર્યો હતો. આરોપીએ તમામ સજાઓ એક સાથે ભોગવવાનો હૂકમ કર્યો હતો.

માતર પાસેથી વિદેશી દારૂની ૧૧૦૪ બોટલો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

કપડવંજ : રેલીયા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની ૮૨૨૦ બોટલો ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ

સેવાલિયા ચેક પોસ્ટ પર એસટી બસમાંથી દેશી તમંચો-જીવતા કારતુસ સાથે મુસાફર ઝડપાયો

ઠાસરા નજીકથી એક્સયુવી ગાડીમાં લઈ જવાતી વિદેશી દારૂની ૧૭૬ બોટલો સાથે બે ઝડપાયા

ડાકોર મંદિરમાંથી પાકિટ મારનાર નડિયાદના બે પાકિટમારો પકડાયા

કપડવંજ : રોકાણમાં વધુ વળતરની લાલચ આપી ગઠીયાએ ૧૭ વ્યક્તિઓના ૪૬.૫૪ લાખ પડાવી લેતા ફરિયાદ

ગળતેશ્વરના તરધૈયા સીમની કેનાલમાં લોડીંગ ગાડી પડતા ચાલકનું મોત, શ્રમિકનો બચાવ

નડિયાદની યુવતીને લગjના ૧૦ માસમાં જ સાસરીયાઓએ ત્રાસ ગુજારતા ફરિયાદ