કચ્છના ખારીરોહરમાં ૧૨૦ કરોડની કિંમતનું ૧૨ કિલોગ્રામ કોકેઈન મળ્યું
-ગાંધીધામ નજીક એક જ સ્થળેથી ૧૨ પેકેટ મળી આવ્યા -ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેના નિર્જન વિસ્તારમાંથી એક સાથે ડ્રગ્સના ૧૨ પેકેટ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળીઆવેલા ડ્રગ્સનું વજન ૧૨ કિલોગ્રામ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂા. ૧૨૦ કરોડ આંકવામાં આવી રહી છે. દરિયાકાંઠે એક સાથે એક જ જગ્યાએ ડ્રગ્સના આ પેકેટ કઇ રીતે આવ્યા? તે સવાલનો જવાબ મેળવવા હાલ પૂર્વ કચ્છ પોલીસે તપાસનો ધમધમાટે શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ ગતરાત્રિના સમયે પોલીસને ચોક્કસ બાતમીમળી હતી, જેના આધારે ગાંધીધામ બી ડિવિ ઝન પોલીસ ખારી રોહરની હદમાં આવતા દુર્ગમ કોસ્ટલ એરિયામાં પહોંચી હતી અને ડ્રગ્સનો ૧૨ કિલોના જથ્થાને હસ્તગત કર્યો હતો. હાલ આ જથ્થાની કિંમત રૂા. ૧૨૦કરોડ આંકવામાં આવી રહી છે. વધુ ખરાઇ માટે મળેલા પેકેટના પદાર્થના સેમ્પલ મોકલવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. અલબત આટલી મોટી માત્રામાં એક જ સ્થળે અત્યાર સુધી મળેલા પેકેટોથીઅલગ તરી આવતા માદક પદાર્થના પેકેટ કેવી રીતે અહીં સુધી પહોંચ્યા, કેટલાક સમયથી પડતર છે તે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહ્યાનું જાણવા મળ્યું હતું. ડ્રગ્સના પેકેટ મળ્યા છે તેના પર અંગ્રેજીમાં ઇજઠા ળડ લખેલું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કચ્છમાંથી ડ્રગ્સ મળવાની ઘટનાને લઇને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શકિતસિંહ ગોહિલે લખ્યું, ગુજરાતના કચ્છ જિલ્લામાં૧૨ કિલોગ્રામ કોકીનથી ભરેલા પેકેટો મળ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત ૧૨૦ કરોડ રૂપિયા છે. યુવાઓને બરબાદ કરનાર કોકેઇન સતત ગુજરાતમાં મળે છે. ભાજપ સરકારને ચિંતા નથી. શું તેનો વિકાસ કરવાના ભાજપે શપથ લીધા છે?