Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
ચરોતરના વાતાવરણમાં પલટો : ખેલૈયા અને ગરબા આયોજકોમાં ચિંતા, ખેડૂતોને ઉચાટ
આજે સવારથી આણંદ સહિત જિલ્લાના અનેક સ્થળોએ સમયાંતરે વરસતી રહી ઝરમર : ખેડા જિલ્લામાં દિવસભર વાદળછાયા માહોલ વચ્ચે કેટલાક સ્થળોએ હળવા છાંટા વરસ્યા
11/10/2024 00:10 AM Send-Mail
હાલ રેન્ડમ એકિટવિટી હોવાથી વરસાદની આગાહી શકય નથી : હવામાન વિભાગ
આણંદ : હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં હાલ વરસાદની લોકલ એકિટવિટી કેટલીક જગ્યાએ જોવા મળી રહી છે. આ રેન્ડમ એકિટવિટીના કારણે કેટલીક જગ્યાએ વાદળ બને અને એકાદ ઝાપટું વરસ્યા બાદ વાદળ વિખેરાય પણ જાય. મતલબ કે પોસ્ટ મોન્સૂન એકિટવિટી થતી હોવાથી ચોકકસ કયા વિસ્તારમાં અને કયારે વરસાદ થશેની ચોકકસ આગાહી કરવી મુશ્કેલ છે. ઓકટોબરના ત્રીજા અઠવાડિયા સુધી દિવસનું તાપમાન વધશે અને ત્યારબાદ ઘટાડો નોંધાશે. જો કે હાલમાં દક્ષિણ ગુજરાત વરસાદની એકિટવિટી સક્રિય થઇ રહ્યાનું જાણવા મળે છે.

આણંદ, ખેડા જિલ્લામાં નવરાત્રિ પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. શેરી, સોસાયટીઓની સાથોસાથ ગરબા ગ્રાઉન્ડોમાં પણ ખેલૈયાઓ મન મૂકીને રમી રહ્યા હતા. પરંતુ ગત મોડી સાંજ બાદ વાતાવરણમાં આવેલા એકાએક પલટાના કારણે ખેલૈયાઓ સાથે ગરબા આયોજકો પણ ચિંતામાં મૂકાયા હતા. તેમાંયે આજે દિવસ દરમ્યાન સમયાંતરે હળવી ઝરમર વરસતી રહી હોવાથી કયાંક વરસાદ વરસશેની ભીતિ પણ સૌ વ્યકત કરતા હતા.

આણંદ શહેર, જિલ્લામાં આજે સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટોછવાયો હળવો,ઝરમર વરસાદ વરસ્યો હતો. જો કે નવરાત્રિમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ છ દિવસ મેઘરાજા ન ડોકાતા ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થયો હતો. પરંતુ ગત મોડી સાંજ બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવવા સાથે તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. સાથોસાથ કેટલાક સ્થળોએ છાંટા વરસ્યા હતા. આજે આઠમા નોરતાની સવારે શહેર સહિત અનેક ગામ,શહેરમાં દિવસ દરમ્યાન છુટોછવાયો ઝરમર વરસાદ વરસ્યાનું જોવા મળ્યું હતું. મોડી સાંજ સુધી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું.

ખેડા જિલ્લામાં પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને કેટલાક સ્થળોેએ ઝરમર વરસી હતી. આ ફેરફારના કારણે ખેલૈયાઓને હવે બાકીના બે દિવસ ગરબે ઘૂમવા મળશે કે નહીંની ચિંતા વ્યાપી હતી. જો કે ગરબા આયોજકોએ સંભવિત વરસાદ વરસે તે અગાઉથી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં રમી શકે તે માટેની પૂર્વતૈયારીઓ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયાથી તાપમાનનો પારો ૩૩થી ૩૪ વચ્ચે હોવાથી અસહ્ય ગરમી વચ્ચે વાદળછાયા માહોલની બેવડી ઋતુના કારણે વાયરલ બિમારીના કેસોમાં વધારો થશે. બીજી તરફ વરસાદી માહોલના કારણે પાકમાં જીવાત પડવા સહિતની સમસ્યા ઉભી થશેની ચિંતા સાથે ખેડૂતો ઉચાટ વ્યકત કરી રહ્યા છે.

આણંદ : ર.૪૯ કરોડના ખર્ચ બગીચો ખુલ્લો મૂકાયાના ૩ માસ બાદ વીજ જોડાણ માટે અરજી કર્યાની મનપાની કબૂલાત

BSNLની બેદરકારી : ૧૦ વર્ષ અગાઉ ટેલિફોન જમા કરાવનાર અનેકો ગ્રાહકોને ડિપોઝીટ પરત મેળવવા દડમજલ

રાસના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી રોગચાળો ફેલાવાની દહેશત

પેટલાદ: દબાણ હટાવ્યા બાદ આરસીસી રોડ બનાવવા વિષ્ણુપુરાના સ્થાનિકોની માંગ

આવતીકાલે વિશ્વ મેલેરિયા દિવસ : આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કેસોમાં પ૦ ટકાનો વધારો

બુદ્ઘિનું દેવાળું : આણંદ જિલ્લાના ૪૯૮૭ વિદ્યાર્થીઓને ચિત્રની પરીક્ષા આપવા ભરતડકે ૧પ કિ.મી. દૂર જવું પડશે

આણંદ જિલ્લામાં સ્વરક્ષણાર્થે કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના હાલમાં સક્રિય

આણંદ : નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધી બે માસથી રોડની સાઇડે મેટલ પાથર્યા બાદ અધૂરી કામગીરી