Sardar Gurjari

બુધવાર, તા. ૬ નવેમ્બર, ૨૦૨૪, કારતક સુદ ૫, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૩૯

મુખ્ય સમાચાર :
દર વર્ષ ૧૦ ડિસેમ્બરે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની થતી ઉજવણી
આણંદ જનરલ હોસ્પિટલમાં એક વર્ષથી કાર્યરત માનસિક રોગ વિભાગમાં ૬૦ દર્દીઓની સારસંભાળ
હોસ્પિટલ ખાતે ૧૪થી ૬૦ વર્ષ સુધીના દર્દીઓને હતાશા, ઉન્માદ, વિચાર વાયુ, વ્યસન, મંદબુદ્વિ, યાદ શકિત સહિતના માનસિક રોગની અપાતી સારવાર
11/10/2024 00:10 AM Send-Mail
માનસિક આરોગ્યની જાળવણી માટે આયોજન કરવું જરૂરી : ડો.અમર પંડયા, સિવિલ સર્જન
આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.અમર પંડયાએ જણાવ્યું હતું કે, દરેક વ્યકિતએ પોતાના શારીરિક આરોગ્યની સાથે સાથે માનસિક આરોગ્યની જાળવણી માટે પણ કાળજી રાખવી જરુરી છે. તે માટે પૌષ્ટિક આહાર, રોજ સાતથી આઠ કલાકની ઊંઘ, ર૦થી ૩૦ મિનિટ કસરત, યોગા, સારા પુસ્તકોનું વાંચન ફાયદાકારક રહે છે.

દર્દીઓને વિવિધ પ્રકારની થેરાપી દ્વારા અપાતી સારવાર : ડો.પલક પટેલ
જનરલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડો.પલક પટેલ અને સાયકોલોજીસ્ટ નેહા પટેલે જણાવ્યું હતું કે, માનસિક રોગના દર્દીઓનો આત્મવિશ્વાસ વધે તે રીતે દવા-સારવાર આપવામાં આવે છે. જેમાં માનસિક દિવ્યાંગ લોકોને બિહેવીયર થેરાપી, સ્કેચ થેરાપી, સ્પીચ થેરાપી, રાઇટીંગ થેરાપી, કલર થેરાપી, મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં ઉપરોકત થેરાપીના કારણે માનસિક દિવ્યાંગ દર્દીઓમાં ઘણો ફરક, સકારાત્મક અસર જોવા મળી છે.

છેલ્લા કેટલાક સમયથી શારિરીક બિમારીઓની સાથોસાથ અનેક કારણોસર થતી માનસિક બિમારીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

પહેલી નજરે માનસિક રોગના દર્દી હોવાનું કળી શકાતું નથી. પરંતુ માનસિક આરોગ્યની યોગ્ય દરકાર લેવામાં ન આવી હોવા સહિતના કારણોસર લાંબા ગાળે આવા દર્દીઓની સ્થિતિ ગંભીર બનતી હોય છે. દર વર્ષ ૧૦ ઓકટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના રિપોર્ટનુસાર દર ૪ પૈકી ૧ વ્યકિત ડિપ્રેશન કે હતાશાથી પીડાય છે અને દર ૬માંથી ૧ વ્યકિતને માનસિક રીતે તકલીફ-સમસ્યા હોય છે. આણંદની જનરલ હોસ્પિટલ (સિવિલ)માં છેલ્લા એક વર્ષથી માનસિક રોગ વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. જયાં અત્યાર સુધીમાં ૧૪ વર્ષથી માંડીને ૬૦ વર્ષ સુધીના અંદાજે ૬૦ દર્દીઓને સારવાર આપવા સાથે તેઓની સારસંભાળ લેવામાં આવી છે.સિવિલ સર્જન ડો.અમર પંડયાએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૪માં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનની થીમ હતી, કામના સ્થળે માનસિક આરોગ્યને પ્રાધાન્ય આપવું. આ થીમ અંતર્ગત જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે વિશેષ સેવા ઊભી કરવામાં આવી છે.

જનરલ હોસ્પિટલ,આણંદમાં ડિપ્રેશન, ઉન્માદ રોગ, વિચાર વાયુ રોગ, ધુન રોગ, દારૂ-બીડી-અફીણ સહિતનું વ્યસન, અનિંદ્રા, મંદબુદ્ઘિ, યાદશકિત જતી રહેવી સહિતના માનસિક રોગની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. અહીં દર્દીઓને કાઉન્સિેલિંગ થેરાપી, બિહેએવીઓરલ થેરાપી, મગજની પટ્ટી, મગજનો શોક જેવી સારવાર આપવામાં આવે છે. આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી અંતર્ગત જનરલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા માનસિક રોગના દર્દીઓનો આત્મવિશ્વાસ વધે તે માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

આણંદ : ગોયા તળાવમાં સફાઇ કર્મીઓએ કચરો સળગાવ્યો કલેકટરની દરમ્યાનગીરીથી ફાયર ફાઇટર દોડાવ્યું

મન હોય તો માળવે જવાય : આણંદના વિકલાંગ યુવાન નેશનલ કક્ષાની બોડી બિલ્ડર સ્પર્ધામાં વિજેતા

આણંદ : વિક્રમ સંવત ર૦૮૧ના સૌએ કર્યા વધામણાં, નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી

વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ : પ હજાર લોકોએ ૬૦ મિનિટમાં બનાવ્યા ર.પ૦ લાખ સીડબોલ

આણંદ : બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે કલાત્મક અન્નકૂટ ઉત્સવ

આણંદ : ભાડુઆત તપાસ ઝુંબેશમાં નોટરી ઓનલાઇન નોંધણી માટે અરજદારોને દોડધામ

બેસતા વર્ષ ફૂલોની માંગમાં અસામાન્ય વધારો, ભાવ બેવડાયો

૧૦૮ ઇમરજન્સી સેવા : દિવાળીના દિવસે આણંદ જિલ્લામાં રર ટકા અને ખેડામાં ૪ ટકા કેસનો વધારો