Sardar Gurjari

બુધવાર, તા. ૬ નવેમ્બર, ૨૦૨૪, કારતક સુદ ૫, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૩૯

મુખ્ય સમાચાર :
ઈઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ઘ વચ્ચે ૬૦૦ ભારતીય સૈનિકો પર ખતરો : ભારત ચિંતિત, યુએન ગુસ્સે ભરાયું
સંયુક્ત રાષ્ટ્રએ દક્ષિણ લેબેનોનમાં ૧૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે, જેમાં લગભગ ૯૦૦ ભારતીય સૈનિકો પણ સામેલ છે
12/10/2024 00:10 AM Send-Mail
લેબેનોનમાં ચાલી રહેલું યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. દક્ષિણ લેબેનોનને હિઝબુલ્લાહથી સાફ કરવા માટે ઈઝરાયલી સેના હુમલાઓ કરી રહી છે. ઘણા દિવસના પ્રયાસો બાદ પણ ઈઝરાયલની સેના વધુ આગળ વધી શકી નથી. હિઝબુલ્લાહ લડવૈયાઓ ઇઝરાયલી સેનાને રોકવામાં વ્યસ્ત છે. સંયુક્ત રાષ્ટ્રએ દક્ષિણ લેબેનોનમાં ૧૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે, જેમાં લગભગ ૯૦૦ ભારતીય સૈનિકો પણ સામેલ છે. આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્રથી લઈને દુનિયાભરના દેશોમાં દરેક લોકો ગુસ્સે છે.

ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 'અમે બ્લૂ લાઈન પર બગડતી સુરક્ષા સ્થિતિને લઈને ચિંતામાં છીએ. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્ર પરિસરનું સૌએ સન્માન કરવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રે શાંતિ સૈનિકોની સુરક્ષા નક્કી કરવા માટે યોગ્ય પગલું ઉઠાવવું જોઈએ.'

હવે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા સૈનિકોની સુરક્ષા પણ જોખમમાં છે. અગાઉ ભારતે કહ્યું હતું કે તણાવ બાદ પણ ભારતીય સૈનિક લેબેનોનમાં હાજર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે લેબેનોનના આ દક્ષિણી વિસ્તારમાં કુલ ૬૦૦ ભારતીય સૈનિકો હાજર છે. ઈઝરાયલ આ વિસ્તારમાં બફર ઝોન બનાવવા માંગે છે.