એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી, યુપી-હરિયાણાના શૂટર્સ હત્યામાં સામેલ
-સોશિયલ મીડિયા પર સલમાનને મદદ કરનારાઓને ધમકાવ્યા -સલમાન ખાનની સુરક્ષા પણ વધારવામાં આવી
મુંબઇમાં એનસીપી(અજિત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકી આ વર્ષ ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડીને અજિત પવારમાં જોડાયા હતા.
હત્યાના ૨૮ કલાક બાદ લોરેન્સ બિશ્નોઇ ગેંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી હતી. લખ્યું કે સલમાન ખાન અને દાઉદને મદદ કરનારાઓને છોડશે નહી.આ પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઇ ગ્રુપ અને અનમોલ બિશ્નોઇને હેશટેગકરવામાં આવ્યા છે. પોલીસ આ પોસ્ટની તપાસ કરી રહી છે.
લોરેન્સ હાલ ગુજરાતની સાબરમત જેલમાં બંધ છે.તેણે ૧૪ એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કર્યુ હતું. લોરેન્સની જેલમાં પૂછપરછમાં આવશે.સલમાન ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
હરિયાણા અને યુપીના શૂટરોએ હત્યા કરી.પોલીસે ૩માંથી ૨ શૂટરોની ધરપકડ કરી છે. એક ફરાર છે. એક શૂટર હરિયાણાનો અને બે ઉત્તર પ્રદેશના બહરાઇચનો છે.તેઓ ૪૦ દિવસથી મુંબઇમાં રોકાયા હતા અને સિદ્દીકીના ઘર અને પુત્રની ઓફિસની રેકી કરી રહ્યા હતા. આ હત્યા કેસમાં બહરાઇચના બે યુવકોના નામ સામે આવ્યા છે.આ ઘટનામાં સામેલ ધરમરાજ કશ્યપ અને શિવકુમાર ઉર્ફે શિવ ગૌતમ બંને જિલ્લાના કૈસરગંજકોતવાલીના ગંડારાગામના રહેવાસી હતા.પરિવારનું ભરણપોષણ કરવા માટે બંને પૈસા કમાવા મુંબઇ આવ્યા હતા.
આ સિવાય મોહમ્મદ જીશાન અખ્તર નામનો ચોથો આરોપી પણ છે.તેની શોખખોળ ચાલુ છે. જીશાને હત્યા કેસને અંજામ આપનારા ત્રણ આરોપીઓને લોજિસ્ટિકસ સપોર્ટ પૂરો પાડયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રૂમ તેના નામે ભાડે લેવામાં આવ્યો હતો.
સિદ્દીકને વાય-સિકયોરિટી મળી હતી, પરંતુ ઘટના સમયે તેની સાથે કોઇ કોન્સ્ટેબલ નહતો.સ્ટ્રીટલાઇટ અને સીસીટીવી પણ બંધ હતા.શનિવારે રાત્રે લગભગ૯.૩૦ વાગે બાંદ્રાનાખેર નગરમાંધારાસભ્ય પુત્ર જીશાનની ઓફિસની બહાર ત્રણ બદમાશોએ ગોળીબાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓટોમાં આવેલા ૩ શૂટરોએ બે બંદૂકમાંથી ૬ રાઉન્ડ ફાયરિગ કર્યુ હતું. બાબાને ત્રણ ગોળી વાગી હતી. બે ગોળી તેના પેટમાં અને એક છાતીમાં વાગી હતી.ત્રણેયના મોં પર રૂમાલ બાંધેલા હતા.