Sardar Gurjari

સોમવાર, તા. ૧૯ મે, ૨૦૨૫, વૈશાખ વદ ૬, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૨૯

મુખ્ય સમાચાર :
કપડવંજ : રેલીયા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની ૮૨૨૦ બોટલો ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ
-ચાલક અંધારાનો લાભ લઈને ખેતરાળ રસ્તેથી ફરાર -૨૦.૨૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો
14/10/2024 00:10 AM Send-Mail
કપડવંજ રૂરલ પોલીસે આજે મળસ્કે રેલીયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ ઝુંબેશ દરમ્યાન એક બંધ બોડીની આઇશર ટ્રકને રોકીને તેમાંથી ૨૦.૨૮ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે ચાલક અંધારાનો લાભ લઈને ખેતરાળ રસ્તેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ ૨૯.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે પોલીસે રેલીયા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરીને વાહનોનુ ચેકીંગ હાથ ધર્યું હતુ. દરમ્યાન વહેલી સવારના સાડા ત્રણેક વાગ્યાના સુમારે બાયડ તરફથી એક બંધ બોડીની આઇશર ટ્રક નંબર આરજે-૪૧, જીએ-૪૫૫૭ની આવી પહોંચી હતી. જેથી પોલીસે તેને બેટરીનો પ્રકાશ ફેંકીને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રકને થોડે દુર લઈ જઈને ઉભી કરી દીધી હતી અને તેમાંથી ઉતરીને ખેતરાળ રસ્તેથી ફરાર થઈ ગયો હતો.

ટ્રક પાસે પહોંચેલી પોલીસે પાછળનો દરવાજો ખોલીને તપાસ કરતા અંદર વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી. જેથી ટ્રકને કપડવંજ રૂરલ પોલીસ મથકે લાવીને તમામ પેટીઓ નીચે ઉતારીને ગણતરી કરતા વિદેશી દારૂની નાની-મોટી કુલ ૮૨૨૦ બોટલો થવા પામી હતી. જેની કિંમત ૨૦.૨૮ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે ટ્રક સાથે કુલ ૨૯.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા ટ્રકના ડ્રાયવર વિરૂધ્ધ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેના નંબરના આધારે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડતાલ : પ્રેમસંબંધથી જન્મેલ બાળકીની ઓળખ છૂપાવવા કેનાલમાં ત્યજી દેનાર પ્રેમીપંખીડાને ર વર્ષની કેદ, ૧૦ હજાર દંડ

ખેડા તાલુકા પંચાયત કચેરીમાંથી જ ટીડીઓને પોલીસે ઉઠાવી લીધા

માતર સીએચસી ડોક્ટરની વસોમાં ચાલતી હોસ્પિટલમાં દર્દીના મોત બાબતે બે વર્ષ બાદ આખરે ફરિયાદ

નડિયાદની મહિલાને લંડનના વર્ક પરમિટ વિઝાના બહાને ત્રિપુટીએ ૩૦.૨૬ લાખની ઠગાઈ કરતા ફરિયાદ

સેવાલિયા : થર્મલના યુવક સાથે પ્રેમલગj કરનાર યુવતી પર ત્રાસ ગુજારાતા ફરિયાદ

નડિયાદમાં ચવાણા-ફરસાણની પેઢીમાં કામ કરતા એકાન્ટન્ટે ખોટી એન્ટ્રીઓ કરીનેે રૂા. ૨૧.૧૦ લાખની ઉચાપત કરતા ફરિયાદ

મહેમદાવાદ : સણસોલી ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂ બીયરની ૮૭૬ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા

નડિયાદ : મહિલા પાસેથી ઉછીના લીધેલા ૧૮ લાખ લઈ ભેજાંબાજ મહિલા પરીવાર સાથે છૂ