બાબા વેંગા અને નાસ્ત્રેદમસે કરી હતી ભવિષ્યવાણી ! વિશ્વમાં વિનાશના પગરણ, ર૦રપમાં વધશે મુસીબતો
નાસ્ત્રેદમસે હિટલરની તાનાશાહીથી લઇને કોરોના મહામારી સુધીની સમયગાથા વર્ણવી હતી, વેંગાના મતે વર્ષ ર૦રપ વિશ્વ માટે મુશ્કેલજનક હશે
બાબા વેંગા અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને મોટાભાગે સટીક માનવામાં આવે છે. કારણ કે સેંકડો વર્ષો અગાઉ વર્ણવેલી વાતો આજના સમયમાં હૂબહૂ સાચી સાબિત થઇ રહી છે. તેમાંયે વર્ષ ર૦રપને લઇને વિશ્વમાં વધુ એક વખત ચિંતા વ્યાપી છે. કારણ કે આવનાર વર્ષ ર૦રપને બંને ભવિષ્ય વકતાઓએ વિનાશનું, મુસીબતના વર્ષ તરીકે વર્ણવ્યું હતું.
ફ્રેન્ચ એસ્ટ્રોલોઝર નાસ્ત્રેદમસે કહયું હતું કે, વર્ષ ર૦રપમાં વિનાશ થશે અને તેનું સેન્ટર યૂરોપનો મધ્ય ભાગ બનશે. જયારે બલ્ગેરીયન બાબા વેંગાએ પણ આવું જ કહયું હતું અને વિનાશકારી યુદ્વની ચેતવણી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી વિશ્વના કેટલાક ભાગોમાં યુદ્વ ચાલી રહ્યું છે. અને આ યુદ્વ કયારે પૂર્ણ થશે તેના કોઇ અણસાર નથી. આ સંજોગોમાં બંને ભવિષ્યવેતાઓની ભવિષ્યવાણી સાચી સાબિત થતી હોવાનું નજરે પડે છે.
ફ્રેંચ ભવિષ્યવકતા નાસ્ત્રેદમસનું મૃત્યુ ૧પ૬૬માં થયું હતું. તેમની ભવિષ્યવાણીઓને તેમના પુસ્તક લેસ પ્રોફીટીસમાં સંકલિત કરાયા છે અને તેને ૪પ૦ વર્ષ અગાઉ પ્રસિદ્વ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં હિટલરની તાનાશાહી, અમેરિકન પ્રેસિડેન્ટ જોન કેનેડીની હત્યાથી લઇને કોરોના મહામારી સુધીની સમયગાથાને દર્શાવવામાં આવી છે. આ પુસ્તકમાં લખ્યું છે કે, યૂરોપની જમીનના લોકો એક ક્રૂર યુદ્વ કરશે. પ્લેગની મહામારી દુશ્મનથી પણ વધુ ખતરનાક રીતે પ્રસરશે.
બલ્ગેરીયન રહસ્યમયી ભવિષ્યવકતા બાબા વેંગાના મતાનુસાર વર્ષ ર૦રપ વિશ્વ માટે મુસીબતનું વર્ષ હશે અને મોટો વિનાશ થશે. આ ઉપરાંત આ વર્ષમાં એલિયન્સનું જમીન પર ઉતરાણ અને ટેલીપૈથીના પરફેકશનનો દાવો કરાયો છે. જો કે સારી બાબત એ છે કે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર યુકે-રશિયા યુદ્વનો અંત આવશે,કારણ કે કે બંને સેનાઓ થાકી થશે. જો કે જવાળામુખી ફાટવાનો અને બ્રાઝીલમાં ભયાનક પૂર આવવાનો પણ દાવો કરાયો હતો.