Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
ભારત-રશિયાના સંબંધોનું સાક્ષી છે ઝારખંડનું શહેર, અહીં છે બલિર્ન યુદ્ઘની ઐતિહાસિક પ્રતિમા
28/10/2024 00:10 AM Send-Mail
તાજેતરમાં યોજાયેલ બ્રીકસ સમિટ ર૦ર૪ની દુનિયાભરમાં ચર્ચા છે. ભારતના વડાપ્રધાન મોદી રશિયાના કજાન શહેરમાં આયોજીત સમિમાં પહોંચ્યા હતા. રશિયા ભારતનો દેશ હોવાની સ્વાભાવિક વાત છે. પરંતુ ભારત-રશિયાની મિત્રતા નવી નથી, તેનું પ્રમાણ ઝારખંડના બોકારો શહેરમાં આજે પણ જોવા મળે છે. આ શહેરમાં જોવા મળતી પ્રતિમા બર્લિન યુદ્ઘના સમયની ઐતિહાસિક પ્રતિમાની પ્રતિકૃતિ છે.

ઝારખંડનું બોકારો શહેર સ્ટીલ સિટીના નામથી જાણીતું છે. ઇતિહાસકારોના મતે બોકારોમાં સ્ટીલ સિટી વસાવવામાં રશિયાનું મોટું યોગદાન છે. બોકારોના સેકટર ૪માં એક રુસી કલબ છે. જયાં એક પ્રાચીન પ્રતિમા બોકારો સ્ટીલ પ્લાન્ટના ઇતિહાસ અને ભારત-રશિયાના નજીકના કૂટનીીતક સંબંધોની સાક્ષી છે. આ પ્રતિમા રુસી સૈનિક નિકોલાઇ મસ્લોવની છે. જેણે બીજા વિશ્વયુદ્ઘ દરમ્યાન બર્લિનની અંતિમ લડાઇમાં બહાદુરીથી દુશ્મનોને હરાવીને એક જર્મન બાળકીનો જીવ બચાવ્યો હતો.

ઇતિહાસકારોના જણાવ્યાનુસાર યુદ્વની આ ઘટનાથી પ્રેરિત થઇને પ્રસિદ્ઘ રશિયન શિલ્પકાર એવગેની વુચેટીચે ૧૯૪૬માં બર્લિનના સ્ટ્રેપ્ટો પાર્કમાં એક પ્રતિમા તૈયાર કરી હતી. આ પ્રતિમામાં એક સોવિયેત સૈનિક એક હાથમાં તલવારથી નાઝી સ્વસ્તિકને કાપતો હોવાનું અને બીજા હાથમાં એક નાની બાળકીને સહારો આપતો દર્શાવવામાં આવ્યો છે. આજે પણ આ પ્રતિમા બર્લિનમાં આવેલી છે. જયારે ઝારખંડના બોકારો શહેરમાં તેની પ્રતિકૃતિને સ્થાપિત કરાઇ છે. જેથી રશિયા-ભારતના સંબંધોની યાદ હંમેશા તરોતાજા રહે. બોકારોના પ્રસિદ્વ ઇતિહાસકાર અને ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના સભ્ય ડો.જીત પાંડેના મતે આ પ્રતિમા ફકત એક શિલ્પકલાનો નમૂનો જ નથી. પરંતુ ભારત અને રશિયા વચ્ચે તે સમયના મજબૂત કૂટનીતિક અને આર્થિક સંબંધોનું પ્રતિક છે. બોકારો સ્ટીલ પ્લાન્ટની સ્થાપનામાં સોવિયત સંઘનું મહત્વપૂર્ણ યોગદાન હતું અને આ પ્રતિમા તે દિવસોની યાદ અપાવે છે. સ્ટીલ પ્લાન્ટના નિર્માણ સમયે લગભગ પ૦૦ રુસી વિશેષજ્ઞ અને તેમના પરિવારો ૧૯૮૪ સુધી બોકારોની રશિયન કોલોનીમાં રહેતા હતા. તેમના માટે અહીં રુસી કલબની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં મનોરંજન અને ખેલકૂદની તમામ સુવિધા હતી. અહીંની પ્રતિમામાં તલવાર પકડેલ રુસી સૈનિક, જે માસુમ બાળકીને સહારો આપે છે તે સંઘર્ષ અને માનવતાના મહત્વને દર્શાવે છે. જેના પગ તળે નાઝી સ્વસ્તિકનો તૂટેલું નિશાન એ બીજા વિશ્વયુદ્ઘની કડવી યાદોનું પ્રતિક છે. જે દર્શાવે છે કે કેવી રીતે વીર રુસી સૈનિકે જર્મની સેનાને ધૂળ ચટાડીને યુદ્વની વચ્ચે માનવતા અને સહયોગની ભાવનાને જીવિત રાખી હતી. આજે પણ આ પ્રતિમા બોકારો શહેરની ધરોહરના રુપમાં માનવામાં આવે છે અને તે સંઘર્ષ તથા યુદ્વના સમયમાં પણ માનવતા, સાહસ અને સહયોગના મહત્વનું સમજાવે છે.