Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
અમિત શાહે કેનેડામાં હિંસા કરાવી : ટ´ડો સરકારનો આરોપ
31/10/2024 00:10 AM Send-Mail
ટ´ડો સરકારના એક મંત્રીએ કહ્યું કે અમિત શાહે કેનેડામાં શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ કેનેડાના નાયબ વિદેશમંત્રી ડેવિડ મોરિસને મંગળવારે સંસદીય પેનલમાં આ નિવેદન આપ્યું હતું.

મોરિસને સંસદીય પેનલને કહ્યું કે તેણે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે કે ભારતના ગૃહમંત્રી આ મામલામાં સામેલ છે. મોરિસને કહ્યું કે તેણે જ ભારત-કેનેડા બેઠક સાથે જોડાયેલી માહિતી અમેરિકન અખબારને આપી હતી. મોરિસને કહ્યું - વોશિંગ્ટન પોસ્ટના પત્રકારે મને ફોન કર્યો અને પૂછયું કે શું તે (અમિત શાહ) એ જ વ્યકિત છે. મે કહ્યું, હા, તે જ છે.

જો કે આ દરમિયાન મોરિસન એ નથી કહી શકયા કે તેમને અમિત શાહ વિશે આ માહિતી કેવી રીતે મળી. આ પહેલીવાર છે જયારે કેનેડાના અધિકારીએ ખુલ્લેઆમ ભારત સરકારના મંત્રીનું નામ લીધું છે. અમેરિકી મીડિયા હાઉસ વોશિંગ્ટન પોસ્ટે કેનેડાના અધિકારીઓને ટાંકીને દાવો કર્યો હતો કે ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય ગુપ્તચર એજન્સી રોએ સંયુકત રીતે કેનેડામાં ગુપ્ત માહિતી એકત્ર કરવા અને ખાલિસ્તાની આતંકવાદીઓ પર હૂમલો કરવાની મંજૂરી આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલય અને કેનેડામાં ભારતીય હાઇ કમિશને આ બાબતે તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી ન હતી. જોકે, ભારત સરકારે કેનેડાના અગાઉના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને આમાં કોઇપણ રીતે સામેલ હોવાનો ઇનકાર કરી ચૂકી છે. કેનેડિયન અખબાર સીબીસી ન્યુઝ અનુસાર, ડેવિડ મોરિસને મંગળવારે જાહેર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સમક્ષ જુબાની આપવા આવ્યા હતા. આ કમિટી સાથે સંકળાયેલા સાંસદ રેકલ ડેન્ચોએ મોરિસને પૂછયું કે આ માહિતી વોશિંગ્ટન પોસ્ટ સુધી કેવી રીતે પહોંચી ? આ અંગે મોરિસને કહ્યું - મે ઇરાદાપૂર્વક વોશિંગ્ટન પોસ્ટ પસંદ કર્યુ. હકીકતમાં, અમને એવું અખબાર જોઇતું હતું જે આંતરરાષ્ટ્રીય હોય અને અમારી (કેનેડિયન) વાર્તા કહી શકે. આ માટે મેં એક એવા પત્રકારને પસંદ કર્યો કે જેમને આ બાબતનો લાંબો અનુભવ હતો અને આ વિષય પર અગાઉ પણ ઘણી વખત લખ્યું હતું. કેનેડા અને ભારત વચ્ચે તાજેતરનો વિવાદ ૧૩ ઓકટોબરે શરૂ થયો હતો. કેનેડાએ ભારતને પત્ર મોકલ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય હાઇ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓ એક કેસમાં શંકાસ્પદ છે. ભારતે તેના રાજદ્વારીઓને શંકાસ્પદ ગણાવવાનોવિરોધ કર્યો હતો અને કેનેડાના રાજદૂતને બોલાવ્યા હતા. થોડા કલાકો પછી, ભારતે સંજયકુમાર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવ્યા. આ પછી કેનેડાએ પણ ભારતમાંથી તેના ૬ રાજદૂતોને પરત ફરવાનો આદેશ આપ્યો હતો. બીજા દિવસે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ´ડોએ ભારત સરકારના એજન્ટો પર ગુપ્ત માહિતી એકત્ર કરવાનો, ટાર્ગટ કિલિંગ કરવાનો, કેનેડિયન નાગરિકોને ધમકાવવાનો અને હિંસામાં સામેલ કરવાનો આરોપ મૂકયો હતો.