Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
રશિયાએ બે પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કરતાં ખળભળાટ
એક જમીનથી તો બીજી સમુદ્રથી લોન્ચ કરી
31/10/2024 00:10 AM Send-Mail
રશિયન પ્રમુખ પુતિનના આદેશ પર રશિયન સેનાએ પોતાના ન્યુક્લિયર પાવર બતાવવાનું શરૂ કરી દીધું છે. રશિયામાં મોટા પાયે ન્યુક્લિયરની મોક ડ્રિલ થઇ રહી છે. હવે રશિયાએ ૧૧ હજાર કિમી. રેન્જની ઇન્ટરકોન્ટિનેન્ટ બેલિસ્ટિક મિસાઇલ યાર્સ અને સબમરિનમાંથી લોન્ચ થનારી બુલાવા બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ બંને મિસાઇલ્સ પરમાણુ હથિયારો લઇ જવા સક્ષમ છે. આ સિવાય તે જમીન પરથી અને દરિયામાં સબમરીનની મદદથી લોન્ચ થઇ શકે છ. લોન્ચર ઇરેકટરની મદદથી પણ યાર્સનો હૂમલો થઇ શકે છે. આ બંને મિસાઇલ જમીન પરથી તેમજ દરિયામાં સબમરીન મારફતે લોન્ચ થઇ શકે છે. લોન્ચર ઇરેકટરની મદદથી પણ યાર્સનો હૂમલો થઇ શકે છે.

રશિયાની સેનામાં ૨૦૧૧થી તૈનાત ૪૯૬૦૦ કિલો વજનની આ મિસાઇલની લંબાઇ ૭૩.૮૧ ફૂટ અને વ્યાસ ૬.૫૬ કિલો ટન દારૂગોળો લઇ જઇ શકે છે. સોલિડ એન્જિન પર સંચાલિત આ બેલિસ્ટિક મિસાઇલની રેન્જ ૧૧થી ૧૨ હજાર કિમી. છે. એવું કહેવાય છે કે આ મિસાઇલ પ્રતિ કલાકે ૩૦,૬૦૦ની ગતિથી હૂમોલ કરવા સક્ષમ છે, જે મહા વિનાશ સર્જવા પુરતું છે.

દફઝ-૫૬ ઇણ્રૂત્ૂ સબમરિન લોન્ચ ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઇલ છે. બુલાવા ત્રણ સ્ટેજની મિસાઇલ છે. આ સોલિડ ફયુલ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ છે. આશરે ૩૮ ફૂટ લંબાઇનો વોર હેડ લાગ્યા બાદ તેની લંબાઇ વધી ૪૦ ફૂટ થઇ જાય છે, જેમાં ૬થી ૧૦ ઝકદહ હથિયાર લગાવી શકાય છે. આ તમામ ૧૦૦થી ૧૫૦ કિલો ટન સુધીના પરમાણુ બોમ્બ હોય છે. આ મિસાઇલની રેન્જ૮૩૦૦થી ૧૫ હજાર કિમી છે, પરંતુ તેની ગતિ વિશે રશિયાએ ખાસ કોઇ માહિતી આપી નથી.જો કે રશિયા પોતાની સરહદો પરથી આ મિસાઇલ વડે હૂમલો કરે તો તે લિક્ષત દુનિયાના કોઇપણ ખૂણે પહોંચી શકે છે. રશિયાએ આ મિસાઇલ વડે હાલમાં જ ઓખોસ્ક સાગરમાં હૂમલો કર્યો હતો.