Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
રશિયાની કોર્ટે ગૂગલને યુટ્યુબ બંધ કરવા બદલ ૨૦ ટ્રિલિયન ડોલરનો દંડ ફટકાર્યો
આ રકમ સમગ્ર વિશ્વની જીડીપી કરતાં ૬૨૦ ગણી વધારે, ગૂગલ રશિયામાં નાદાર જાહેર
01/11/2024 00:11 AM Send-Mail
રશિયાની એક કોર્ટે ગૂગલ પર ૨૦ ટ્રિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ રકમ સમગ્ર વિશ્વની જીડીપી કરતાં ૬૨૦ ગણી વધારે છે. આનો અર્થ એ થયો કે જો વિશ્વના તમામ દેશોના જીડીપીમાં ૬૨૦ ગણો ઉમેરો કરવામાં આવે તો જ આ રકમ એકઠી થશે.

હકીકતમાં, ગૂગલે ૨૦૨૦માં ૧૭ પ્રો-રશિયન યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકયો હતો. ચેનલોએ તેની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ૨૦૨૦માં સુનાવણી કરતી વખતે, કોર્ટે ચેનલો પરનો પ્રતિબંધ હટાવવામાં આવે ત્યાં સુધી દરરોજ ૧લાખ રૂબેલ્સ (રશિયન ચલણ)નો દંડ ફટકાર્યો હતો.

આ માટે ૯ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જો કંપની આ સમયગાળા દરમિયાન દંડ ન ભરે તો દર ૨૪ કલાકમાં બમણો થશે. હવે આ દંડ આ ૨૦ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. આ કેસ ૨૦૨૦માં શરૂ થયો જયારે ગૂગલે યુટયુબમાંથી ૧૭ પ્રો-રશિયન ચેનલો દૂર કરી. સરકારી ચેનલ રશિયા-૧ પણ આમાં સામેલ હતી. આ પછી રશિયા-૧ એન્કર માર્ગારીટા સિમોન્યાને કોર્ટમાં અરજી કરી હતી. નિર્ણયમાં, કોર્ટે દરરોજ ૧ લાખ રૂબેલ્સનો દંડ નક્કી કર્યો હતો. ગૂગલને ૨૦૨૨માં રશિયામાં નાદાર જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ગૂગલનું સર્ચ એન્જિન અને યુટ્યુબ જેવી સેવાઓ હજુ પણ રશિયામાં ઉપલબ્ધ છે. રશિયાએ એકસ અને ફેસબુક પર પ્રતિબંધ મૂકયો છે, પરંતુ ગૂગલ પર હજુ સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. જોકે ગૂગલે રશિયામાં તેની સેવાઓમાં ઘટાડો કર્યો છે. આટલો મોટો દંડવિશ્વના કાયદાકીય ઇતિહાસમાં સૌથી મોટો દંડ છે. ગૂગલે કહ્યું છે કે તેનાથી તેમની સેવાઓ પર કોઇ અસર નહીં થાય. છેલ્લા ૧૦ વર્ષમાં વિવિધ દેશોએ ગૂગલ પર કુ ૧૪ અબજ(૧૧ હજાર ૬૨૦ કરોડ રૂપિયા)નો દંડ લગાવ્યો છે. ભારતે ૨૧ ઓકટોબર, ૨૦૨૨ના રોજ અયોગ્ય બિઝનેસ પ્રેકિટસના મામલામાં ગૂગલ પર ૧૩૩૮ કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. બ્રિટનમાં પણ ગૂગલ પર ડિજિટલ એડવર્ટાઇઝિંગ માર્કેટનો અયોગ્ય લાભ લેવાનો આરોપ છે.