કેનેડામાં પંજાબી ગાયક એપી ઢિલ્લોંના ઘરની બહાર ફાયરિંગ કરનાર ભારતીયની ધરપકડ, અન્ય ફરાર
૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ વુડબ્રિજ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું
કેનેડામાં પંજાબી સિંગર એપી ઢિલ્લોંના ઘરની બહાર ફાયરિંગ કેસમાં કેનેડા પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી છે. પોલીસ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ધરપકડ કરવામાં આવેલો વ્યકિત ભારતીય છે, તેનું નામ અભિજીત કિંગરા છે, જેની ઓંટારિયોથી ધરપકડ કરવામાં આવી છે. કેનેડા પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને અન્ય એક વ્યકિતની શોધખોળ છે જેનંું નામ વિક્રમ શર્મા છે જે હાલ ભારતમાં છે. કેનેડા પોલીસ પાસે વિક્રમ શર્માનો ફોટો નથી. એપી ઢિલ્લોંના ઘરની બહાર ફાયરિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ વુડબ્રિજ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. ફાયરિંગની જવાબદારી લોરેન્સ, ગોલ્ડી અને રોહિત ગોદરા ગેંગે લીધી હતી. ઘટનાની જવાબદારી સોશિયલ મીડિયા પર પોસ્ટના માધ્યમથી લીધી હતી. તે સમયે કેનેડામાં એક જ્વેલરના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. તેની જવાબદારી પણ આ ગેંગે લીધી હતી. તે કેસની તપાસ પણ કેનેડા પોલીસ કરી રહી છે.
હૂમલાની જવાબદારી લેનારે પોસ્ટમાં લખ્યંું હતું કે રામ રામ જી ભાઇઓ, ૧ સપ્ટેમ્બરની રાત્રે કેનેડામાં બે જગ્યાએ ફાયરિંગ થયું છે. વિકટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરેન્ટો. બંનેની જવાબદારીમાં રોહિત ગોદારા (લોરેન્સ બિશ્નોઇ ગ્રુપ)લે છે.
વિકટોરિયા આઇલેન્ડવાળું ઘર એપી ઢિલ્લોંનુ છે. તે ફીલિંગ લઇ રહ્યો છે, સલમાન ખાનના ગીતને લઇને.. જે અંડરવર્લ્ડ લાઇફની તમે લોકો કોપી કરી રહ્યા છો, અમે હકીકતમાં તેને જીવી રહ્યા છીએ... તમે ઔકાતમાં રહો, નહીં તો કૂતરાની મોત મરશો..