ચીનમાં વર્ષના ૨૧મા વાવાઝોડા ‘કોંગ-રે’ને લઈને એલર્ટ : ટ્રેન સહિત અનેક સેવાઓ સ્થગિત
કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે બચાવ જહાજો, હેલિકોપ્ટર અને પેટ્રોલિંગ બોટ સહિત વિશેષ બચાવ દળો તૈનાત
ચીનના દરિયાકાંઠાના પ્રાંત ફુજિયાને ગુરુવારે ટાયકૂન કોંગ-રી નજીક આવતાની સાથે કટોકટીની પ્રવૃત્તિઓમાં વધારો કર્યો હતો. આ વર્ષનું આ ૨૧મું વાવાઝોડું છે. ટાયકૂન કોંગ-રેની અસરને ધ્યાનમાં રાખીને રેલ્વે અને દરિયાઇ સત્તાવાળાઓએ ઘણી ટ્રેન સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ સિવાય ૭૧ કોસ્ટલ પેસેન્જર ફેરી રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેનાથી ૧૯૦ જહાજોને અસર થઇ છે. આ સાથે ૧૧૫ કોસ્ટલ કન્સ્ટ્રકશન પ્રોજેકટને આગળના નિર્દેશો સુધી રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફૂજિયાન પ્રાંતના દરિયાઇ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, સંભવિત કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે બચાવ જહાજો, હેલિકોપ્ટર અને પેટ્રોલિંગ બોટ સહિત વિશેષ બચાવ દળોને તૈયાર રાખવામાં આવ્યા છે. ન્યુઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ જણાવ્યું હતું કે કોંગ-રે તેના ઉત્તરપૂર્વીય માર્ગ પર ફૂજિયન અથવા ઝેજિયાંગ પ્રાંતના દરિયાકાંઠે અથડાવાની સંભાવના છે.
રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે ગુરુવારે સવારે કોંગ-રે માટે નારંગી ચેતવણી જારી કરી હતી. કેન્દ્રએ ચેતવણી આપી છે કે આ વાવાઝોડાને કારણ ગુરુવાર બપોરથી શુક્રવાર બપોર વચ્ચે ફુજિયાન, ઝેજિયાંગ, જિઆંગસુ અને શાંઘાઇ સહિત ઘણા પૂર્વીય વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં લોકોને તેમના ઘરોમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ચીનમાં ચાર સ્તરની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે. જેમાં પ્રથમ સ્તરને સૌથી ગંભીરશ્રેણીમાં રાખવામાં આવે છે. જાન-માલનું મોટું નુકસાન થવાની આશંકા છે. આ સિવાય હવામાન વિભાગે ચાર સ્તરા કલર કોડ બનાવ્યા છે, જે હવામાનની સ્થિતિ દર્શાવે છે, આ કોડ લાલ, નારંગી, પીળો અને વાદળી છે.