Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
આણંદ : ભાડુઆત તપાસ ઝુંબેશમાં નોટરી ઓનલાઇન નોંધણી માટે અરજદારોને દોડધામ
ભાડુઆતની નોંધણી અંગે અગાઉ અનેક જાહેરનામા છતાંયે કોઇ તપાસ ન કરતી પોલીસ હવે એકાએક કામગીરી બનતા ભાડુઆતો-મકાન માલિકોમાં રઘવાટ
02/11/2024 00:11 AM Send-Mail
ભાડા કરાર માટે રૂ.૩૦૦નો સ્ટેમ્પ પેપર માન્ય
જિલ્લામાં બિનઅધિકૃત રીતે અથવા લેખિત ભાડુઆત કરાર વિના રહેતા વ્યકિતઓની નોંધણી કરાવવાના કાયદાના ફટાફટ અમલીકરણથી તહેવારોના દિવસોમાં પણ નોટરી એડવોકેટ, કમ્પ્યુટર ટાઇપીંગ, ઓનલાઇન સર્વિસના સ્થળોએ લોકોની અવરજવરમાં ખાસ્સો વધારો જોવા મળી રહયો છે. સામાન્ય સંજોગોમાં નોટરી પ્રકિયામાં રપ૦થી ૪૦૦ રૂ. સુધીનો ખર્ચ થતો હતો. પરંતુ ભાડા કરાર માટે ૩૦૦ રૂ.નો સ્ટેમ્પ પેપર માન્ય કરાયો છે. જે ઉપરાંત અન્ય ખર્ચ મળીને અરજદારને ૮૦૦થી ૧ હજાર સુધીનો ખર્ચ કરવા સાથે વિભાગોમાં દોડાદોડી કરવી પડી રહી છે.

ભાડા કરારની સીટીઝન પોર્ટલ પર ઓનલાઇન કામગીરીમાં ધાંધિયા
ભાડા કરાર કર્યા બાદ સરકારના સીટીઝન પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે. જેથી સરકારના સંબંધિત વિભાગને મકાન માલિક અને તેમણે કોને મકાન ભાડે આપ્યું છે તે ભાડુઆત વિશેની વિગતો ઉપલબ્ધ થઇ શકે છે. પરંતુ ભાડુઆત નોંધણીની એકાએક હાથ ધરાયેલ ઝુંબેશના કારણે ઓનલાઇન નોંધણી માટે હકડેઠઠ ભીડ ઉમટી રહી છે. જેમાં સીટીઝન પોર્ટલ પર ઓનલાઇન નોંધણી દરમ્યાન અવારનવાર સર્વર ડાઉન સહિતની ટેકનીકલ ક્ષતિ સર્જાઇ રહી છે. જેથી ભાડુઆત નોંધણી માટે આવનારાઓને સમયનો વેડફાટ સહિત જયાં સુધી સરકારી પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉચાટભરી સ્થિતિ અનુભવવી પડી રહી છે.

રાજયભરમાં શરુ કરાયેલ વિશેષ ઝુંબેશના ભાગરુપે આણંદ જિલ્લામાં પણ ભાડુઆત નોંધણી ચકાસણી અંગે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જમેાં જિલ્લાના દરેક પોલીસ મથક હદમાં આવતા વિસ્તારોમાં તપાસ ઝુંબેશના પગલે મોટાભાગના ભાડુઆતો-મકાન માલિકોમાં નોંઘણી માટે રઘવાટભરી દોડધામ જોવા મળી રહી છે. બિનઅધિકૃત રીતે વસવાટ કરતા વ્યકિતઓ વિરુદ્વ ઝુંબેશના ભાગરુપે આ કામગીરી કરવામાં આવી રહી છે.

કોઇપણ વિસ્તારમાં મકાન માલિક દ્વારા ભાડુઆત તરીકે કોને મકાન ભાડે અપાયું છે તે વ્યકિતના નામ, આધારકાર્ડ નંબર સહિતની જે-તે પોલીસ મથકે નોંધણી જરુરી છે. અગાઉ પણ આ અંગે અનેક જાહેરનામા છતાંયે જિલ્લાના એકપણ વિસ્તારમાં નોંધપાત્ર કામગીરી કરવામાં જ આવી નહતી. જેથી કાયદો હોવા છતાંયે ભાડુઆત કરાર કે નોંધણી પરત્વે ઝાઝી ગંભીરતા જોવા મળતી નહતી. જેથી ભાડુઆત નોંધણી જૂજ જોવા મળતી હતી. પરંતુ હવે એકાએક કાયદા પાલન માટે તંત્ર તત્પર બનતા સમગ્ર જિલ્લામાં ભાડુઆત નોંધણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય તાલુકા, જિલ્લા કે રાજયમાંથી નોકરી, ધંધા-રોજગાર, અભ્યાસ માટે ભાડેથી મકાન રાખનારની સંખ્યા કદાચ હજારોમાં થઇ શકે. મોટાભાગે સાથે નોકરીની ઓળખાણ કે સગા-સંબંધીના કહેવાથી માત્ર મૌખિક કરાર પર મકાનો ભાડે આપવાનું ચલણ વધુ જોવા મળે છે. જેમાં પંચાયત કે પાલિકાનો ટેકસ, વીજ બીલ સહિતના સરકારી લેણાં ભાડુઆતને ચૂકવવા જેવી મૌખિક વાતોના આધારે મકાન ભાડે આપી દેવાતું હતું. આ રીતે વર્ષોથી અનેકો ભાડુઆતો વસવાટ કરી રહ્યા છે.બીજી તરફ વતનમાં પોતાનું મકાન ભાડે આપીને વિદેશ રહેતા મકાન માલિકો પણ આ ઝુંબેશના કારણે ચિંતામાં મૂકાયા છે. જો કે ઓનલાઇન નોંધણી થઇ શકતી હોવા છતાંયે નોટરી સહિતની કામગીરી સમયસર નિપટાવવામાં માટે વિદેશમાં બેઠા બેઠા ભાડુઆતના સતત સંપર્કમાં રહેવા સમય ફાળવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. પરંતુ હવે સરકારે ભાડુઆતો મામલે કડકપણે નિયમ પાલન કરવાની સૂચના આપતા જિલ્લામાં ભાડુઆત નોંધણીની કામગીરીનો ધમધમાટ નવરાત્રિ બાદથી જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં અનેકો મકાન માલિકોને ભાડુઆત નોંધણી કે કરાર ન કરવા બદલ નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી હેઠળ આવરી લેવાયા છે. જેથી મકાન માલિક-ભાડુઆત બંને નોંધણી કરાવવા માટે જરુર પુરાવા, નોટરી એડવોકેટ, ઓનલાઇન નોંધણી અને સંબંધિત પોલીસ મથકે પહોંચી રહ્યા છે. જો કે નવરાત્રિ બાદ તહેવારોના સમયમાં ચાલુ થયેલ આ કામગીરીના કારણે અનેક મકાનમાલિકો-ભાડુઆતોને મ્હોં માંગી ફી પણ ચૂકવવી પડી હોવાનું જાણવા મળે છે.

હ્દય અને રકતવાહિનીઓના રોગો સામે સંશોધન માટે સ.પ.યુનિ.ના પ્રો. અંજુ કુંજડિયાને ૯૧.પ૬ લાખનું અનુદાન

૬ વર્ષ ચુકાદો : ઉધારે લીધેલ શાકભાજી પેટેનો ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

આણંદ : લઘુત્તમ પારો ૧૧ ડિગ્રી પહોંચતા ઠંડીનો ધ્રુજારો

જંત્રીમાં ઝીંકાયેલા ધરખમ વધારા સામે આણંદ,નડિયાદ બિલ્ડર્સ એસો. દ્વારા આવેદનપત્ર

જળસંચય-જળસંગ્રહની કામગીરી બદલ આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શીલીટી ગ્લોબલ એવોર્ડ

પેટલાદ : બારીયા ગામે મધરાતે તબેલામાંથી ભેંસ ચોરી તસ્કરો ફરાર

આણંદ : સુધારેલ બજારધારાના કારણે મોટાભાગની એપીએમસીની આવકમાં ઘટાડો, કર્મચારીઓના પગાર સહિત આર્થિક સંકડામણ

આણંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ર૪મા પાટોત્સવની ઉજવણી સાથે રજત જયંતીનો કરાયો ઉદ્દઘોષ