બેસતા વર્ષ ફૂલોની માંગમાં અસામાન્ય વધારો, ભાવ બેવડાયો
વાડીમાંથી માર્કેટમાં પહોંચતા ફૂલોનો ભાવ ડબલ થયો
ફુલોની માગ મુજબ ભાવમાં વધઘટ થતો રહે છે
ફૂલોના વ્યવસાય સાથે સંકળાયેલ અનિલ માળીના જણાવ્યા મુજબ ફૂલોની માંગ મુજબ ફૂલનો ભાવમાં વધઘટ થતો રહે છે, પરંતુ દલાલો ખેડૂતો પાસેથી ઓછા ભાવે ફૂલો ખરીદી ઊંચા ભાવે વેચાણ કરે છે. જેથી ફૂલોનો ભાવ ધાર્યા કરતા વધુ ઉંચકાય છે. માર્કેટમાં ફૂલોનો જથ્થો અને આવક ઓછી હોય તો ભાવ ઉચકાય છે. બીજી બાજુ તહેવારમાં ફૂલોની માંગ વધુ રહેતી હોઈ ફૂલો ઉંચા ભાવે વેચાય છે.
વાડી ઉપર ફૂલોનો ભાવ ઘણો ઓછો મળે છે
ફૂલોની વાડી સાથે સંકળાયેલ અજીતભાઈ ઠાકોર જણાવ્યું હતું કે વાડી પર ફૂલો લેવા આવતા વેપારીઓ જે ભાવે ફૂલો ખરીદે છે તેના કરતા ફૂલોના બજારમાં ફૂલોનો ભાવ ડબલ થઈ જાય છે. મોટા શહેરોમાં ડબલથી વધુ ભાવ ફૂલોનો મળે છે.
આજના ફૂલ બજારના ભાવ
ફૂલનું નામ -એક કિલોનો ભાવ ,
સેવંતી -૨૦૦,
લીલી- ૩ ઝૂડી,
ટગર હાર- ૪૦૦ ઝૂડી,
પારસ- ૬૦૦,
તુલસીપત્ર- ૨૦ એક ઝૂડી,
જલબેરા- ૫૦ થી ૬૦,
તહેવારો ઉપર ફૂલોની માંગ વધી જતા ફૂલોની વાડીમાંથી માર્કેટમાં પહોંચતા ફૂલોનો ભાવ ડબલ થઈ જાય છે. ખાસ કરીને દિવાળીના પાંચ દિવસો દરમિયાન ફૂલોનો વપરાશ વધી જતો હોય, ફૂલોનો ભાવ આસમાને પહોંચતો હોય છે. નૃતન વર્ષની પૂર્વ સંધ્યાએ ફૂલોની માંગમાં અસાાન્ય વધારો જોવા મળ્યો હતો. ફૂલોની વાડીમાંથી ફૂલ વેચાણ અર્થ ફૂલ બજારમાં જતા જ ફૂલ અન હારની કિંમત બેવડાઈ ગયેલી જોવા મળી હતી.
પ્રકાશના પાંચ દિવાસીય દિવાળીના પર્વ પર પૂજા-અર્ચના, દેવમંદિર અને ઘર, ઓફિસ તથા ધંધાના સ્થળને શણગારવા માટે ફૂલોની માંગ વધતી જતી હોય છે. આજે નુતન વર્ષના પૂર્વ દિવસે ફૂલોના ભાવમાં ઉછાળો આવ્યો હતો તેને લઈને ફૂલોની ખેતી કરતા ખેડૂતો, દલાલોને ખાસ્સો ફાયદો થયો હતો. ઘર ઓફિસ અને ધંધાના સ્થળને શણગારવા માટે અને પૂજન માટે ફૂલોનો ઉપયોગમાં થાય છે.
તદ્ ઉપરાંત નુતન વર્ષ નિમિતે વાહનો ઉપર પણ ફૂલોનો હાર લગાડવામાં આવે છે આ કારણોસર નુતન પૂર્વ ફૂલોની માંગમાં અસામાન્ય વધારો થાય છે. ફૂલોની માંગને પહોંચી વળવા માટે ફૂલોના વેપારીઓ આગલા દિવસે જ તૈયારી કરી લેતા હોય છે અને જરૂરીયાત મુજબના ફૂલોનો જથ્થો મંગાવી લેશે.
ફૂલોના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જાહેર માર્ગો ઉપર ફુલોની હાટડીમાંડી ફૂલોનું વેચાણ કરતા જોવા મળે છે સામાન્ય દિવસોમાં ૩૦ થી ૪૦ રૂપિયામાં હજારી ના ફૂલ એક કિલો મળે છે. પરંતુ દિવાળીના સપરમાં દિવસોમાં ફૂલોની કિંમત બેવડાઈ જાય છે. આજે હજારી ફૂલોનો એક કિલોનો ભાવ ૮૦ થી ૯૦ નોંધાયો હતો. જ્યારે ગુલાબ ફૂલોનો ભાવ ૧ કિલોનો ભાવ ૧૨૦ થી ૧૫૦ સુધીનો નોંધાયો હતો.