થાઈલેન્ડ જનારા ભારતીયો માટે અનિશ્ચિત કાળ સુધી વિઝા ફ્રી એન્ટ્રી લંબાવાઈ
ભારતના પાસપોર્ટને વિશ્વભરમાં ૮૨મું સ્થાન મળ્યું હતું, ૨૦૨૨માં ભારત ૮૭મા સ્થાને હતું
થાઇલૅન્ડની સરકારે ભારતીય પ્રવાસીઓને ધ્યાને રાખીને વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. થાઇલૅન્ડે ૧૧ નવેમ્બરે 'ફ્રી વિઝા એન્ટ્રી પોલિસી' સમાપ્ત થાય તે પહેલા નિયમોમાં ફેરફાર કરીને 'વિઝા ળી એન્ટ્રી' અનિશ્ચિત કાળ સુધી લંબાવી દીધી છે. સરકારે માત્ર ભારતીય પ્રવાસીઓ માટે આ નિર્ણય લીધો છે.
થાઇલૅન્ડના પ્રવાસન સત્તામંડળે સત્તાવાર માહિતી આપી છે કે, ભારતીય નાગરિકો થાઇલૅન્ડમાં વિઝા વગર ૬૦ દિવસ સુધી રોકાઈ શકશે. જો કોઈ ભારતીય નાગરિક વધુ સમય રોકાવા ઇચ્છે તો તેણે ઇમિગ્રેશન ઑફિસ જઈને વધુ ૩૦ દિવસની મંજૂરી માંગી શકે છે.જો તમે વિદેશ જવા માંગો છો તો પાસપોર્ટ એક મહત્ત્વપૂર્ણ અને જરૃરી ડોક્યુમેન્ટ છે. કોઈ પણ દેશમાંથી અન્ય કોઈ બીજા દેશમાં જવા માંગતાં હોવ તો તમારે પાસપોર્ટની જરુર પડે છે. પાસપોર્ટ એક વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ છે, જે રાષ્ટ્રીય ઓળખના પુરાવા તરીકે ગણવામાં આવે છે. જોકે થાઇલૅન્ડની સરકારે ભારત પર વિશ્વાસ મૂકીને ભારતીય નાગરિકો માટે 'વિઝા ળી એન્ટ્રી'ની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ-૨૦૨૪માં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૪ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય પાસપોર્ટ પહેલા કરતાં વધુ મજબૂત થયો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ભારતના પાસપોર્ટને વિશ્વભરમાં ૮૨મું સ્થાન મળ્યું હતું. ૨૦૨૨માં ભારત ૮૭મા સ્થાને હતું. જ્યારે ૨૦૨૩માં ભારતીય પાસપોર્ટને ૮૪મું સ્થાન મળ્યું હતું. હવે એટલે કે, ૨૦૨૪માં ભારતીય પાસપોર્ટને ૮૨મું સ્થાન મળ્યું છે, એટલે કે હવે ભારતીય પાસપોર્ટ પર ૫૮ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકાશે.ભારત માટે ટોચના ૧૦ વિઝા ફ્રી દેશોમાં મોરેશિયસ, માલદીવ્સ, ભૂતાન, નેપાળ, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા, ફિજી, આળિકાનું અંગોલા, સેરેનલ, રવાંડા જેવા દેશ છે. ભારતીય પાસપોર્ટ ધારકોને અહીં જવા માટે વિઝાની જરૃર નથી.