મન હોય તો માળવે જવાય : આણંદના વિકલાંગ યુવાન નેશનલ કક્ષાની બોડી બિલ્ડર સ્પર્ધામાં વિજેતા
સરદાર ગંજ પાસે ઓટો ગેરેજ ધરાવતા રાજુભાઇ મારવાડી જન્મથી પગની ખોડ ધરાવે છે
આણંદમાં સરદાર ગંજ બજાર પાસે ઓટો ગેરેજ ધરાવતા, ધો. પ સુધીનો અભ્યાસ કરેલ રાજુભાઇ વી.મારવાડીએ નેશનલ બોડી બિલ્ડર સ્પર્ધામાં ભાગ લઇને ૬ નંબરે વિજેતા બની શહેર,જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. અગાઉ પણ તેઓએ રાજય બોડી બિલ્ડર સ્પર્ધામાં ભાગ લઇને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
સરદાર ગંજ પાસે ઓટો ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવનાર રાજુભાઇને એક પગે જન્મથી ખોડ છે. આ વિકલાંગતાને અવગણીને તેઓએ નિયમિત કસરત કરીને શરીરને સશકત બનાવ્યુ ંહતું. છેલ્લા ત્રણ વર્ષથી તેઓએ રાજય બોડી બિલ્ડર સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. આ વર્ષ મહારાષ્ટ્રના ગોરેગાંવ ખાતે નેશનલ બોડી સ્પર્ધામાં ભાગ લઇને ૬ નંબરે વિજેતા બન્યા હતા.