Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
સાઉદી અરબ : મુંબઇ શહેર કરતા પણ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ
દર વર્ષ એરપોર્ટ પર ર કરોડ મુસાફરો અને ૧.રપ લાખ ટન કાર્ગોની અવરજવર
25/11/2024 00:11 AM Send-Mail
વિશ્વમાં હવાઇ મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અનેક દેશોના વિશાળકાય એરપોર્ટને શહેરથી બહારની જગ્યાએ બનાવવામાં આવ્યા છે. જેથી જરુરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

પરંતુ ભારતના મુંબઇ શહેર કરતા પણ અનેકગણું મોટું એરપોર્ટ સાઉદી અરબના દમ્મામમાં આવેલું છે. કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરર્પોટ ૭૭૬ સ્કવેર કિલોમીટરની વિશાળતા ધરાવે છે. આ એરપોર્ટનું નામ કિંગ ફહદ બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદીના નામ પરથી પાડવામં આવ્યું છે, જેઓ સાઉદી અરબના પૂર્વ રાજા હતા.

૧૯૯૯માં શરુ કરાયેલ આ એરપોર્ટ પર દર વર્ષ લગભગ બે કરોડ મુસાફરો આવે છે. મુસાફરોની દૃષ્િએ આ એરપોર્ટ દુનિયાનું ત્રીજું સૌથી મોટું એરપોર્ટ છે. આ એરપોર્ટ પરથી દર વર્ષ ૧ લાખ રપ હજાર ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવે છે. અહીં આવેલી મસ્જિદમાં લગભગ બે હજાર લોકોનો સમાવેશ થઇ શકે છે. એરપોર્ટ પર બે પેરેલલ રન વે છે. જેની લંબાઇ ૪ હજાર મીટર અને પહોળાઇ ૬૦ મીટર સુધીની છે. આ રનવેમાં બે મોટા પ્લેન, એરબસ એ૩૪૦-૬૦૦ અને બોઇંગ ૭૪૭-૪૦૦ પણ આવી શકે છે.