Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
રાજસ્થાન : વરરાજાની જેમ સજીધજીને ઘોડી પર સવાર થઇને લગjમંડપે પહોંચી નવવધૂ
દિકરો-દિકરી એક સમાનનો સંદેશ પ્રસરાવવા સૈની પરિવારનો આવકારદાયક અભિગમ
25/11/2024 00:11 AM Send-Mail
આમિરખાનની ફિલ્મનો ડાયલોગ, મ્હારી છોરિયા છોરા સે કમ હૈ કે... રાજસ્થાનમાં અનેક રીતે ટેગલાઇન સમાન છે. રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં લગj દરમ્યાન બિન્દોરી વિધિ નિભાવવામાં આવે છે. જેમાં વરરાજા ઘોડા પર બેસીને નવવધૂ સાથે લગj કરવા પહોંચે છે. પરંતુ ચુરુના એક પરિવારે નવો અભિગમ દાખવ્યો છે. તેઓએ પોતાની દિકરીને ઘોડી પર બેસાડીને બિન્દોરી પ્રથા નિભાવી છે.

ચુરુ શહેરના મનોજકુમાર સૈનીએ સમાજમાં દિકરો-દિકરી એક સમાનનો સંદેશો પ્રસરાવવા પોતાની દિકરી મોનિકા સૈનીને ઘોડી પર બેસાડી હતી. મોટી સંખ્યામાં સગાસંબંધી આ ઉત્સવમાં જોડાયા હતા. ગ્રેજયુએટ થયેલ મોનિકાના ભાઇ યશ સૈનીએ જણાવ્યું હતું કે, અમે ચાર ભાઇ,બહેનો છીએ. મોનિકાના ૧૬ નવે.ના રોજ રતનગઢના હેમંત સૈની સાથે લગj હતા. પરિવારના તમામ લોકોએ સાથે બેસીને દિકરા-દિકરીનો ભેદ દૂર કરવાના ઉદ્દેશથી મોનિકાને ઘોડી પર બેસાડીને બિન્દોરી કાઢવાનો સામૂહિક નિર્ણય લીધો હતો.

જેથી મોનિકાને વરરાજાની જેમ સજધજ કરીને શણગારેલ ઘોડી પર બેસાડીને ડી.જે. સાથે બિન્દોરી નીકળી હતી. વરઘોડા દરમ્યાન અનેક સ્થળોએ લોકોએ મોનિકાનું સ્વાગત કર્યુ હતું અને દિકરા-દિકરીનો ભેદ દૂર કરવાના નવા પ્રયાસને આવકાર્યો હતો.