Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા વરસડા સીમમાં મધરાતે કાર પલ્ટી મારી જતાં ૨ના મોત, ૩ ઘાયલ
વડોદરાથી પાંચેય મિત્રો સાળંગપુર દર્શન કરવા માટે જતા હતા ત્યારે કુતરું આડુ પડતાં કાર લોખંડની રેલીંગ અને બાદમાં આરસીસી સીમેન્ટની પાળી સાથે અથડાઈને પલ્ટી મરી ગઈ હતી
10/12/2024 00:12 AM Send-Mail
તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે ઉપર આવેલા વરસડા ગામની સીમમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી કારની આગળ કુતરું આવી જતાં કાર પલ્ટી મારીને લોખંડની રેલીંગ અને આરસીસી સીમેન્ટની પાળી સાથે અથડાઈને પલ્ટી મારી જતાં બેના મોત થયા હતા. જ્યારે ત્રણને ઈજાઓ થતાં સારવાર માટે કરમસદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર ફરિયાદી ફરિયાદ આકાશ વસંતભાઈ રાણા (ઉ. વ. ૩૩, રે. વડોદરા)કારેલીબાગ ખાતે રાત્રી બજારમાં ચાની દુકાનનો વેપાર કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે તે પોતાના મિત્રો અનિલ મોહનભાઈ પંડ્યા (રે. નાગરવાડા, વડોદરા), જીગjેસભાઈ સુરેશભાઈ વસાવા (ભીલ)(રે. અટલાદરા, વડોદરા), પ્રણવ કાંતિભાઈ પંડ્યા (રે.નાગરવાડા, વડોદરા) સાથે પોતાની વન્યુ ફોર વ્હીલર કાર નંબર જીજે-૦૬, પીબી-૧૩૧૦માં સવાર થઈને સાળંગપુર દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા.

કાર આકાશ ચલાવી રહ્યો હતો. વડોદરાથી વાયા વાસદ-બોરસદ-ધર્મજ-તારાપુર થઈને મધ્યરાત્રીના દોઢેક વાગ્યાના સુમારે કાર વરસડા સીમમાં આવેલી જય અંબે હોટલ યુપી ઢાબા હોટલ પાસેથી પસાર થતી હતી ત્યારે એકાએક કુતરું આડુ ઉતરડા આકાશે કુતરાના બચાવવા જતાં રોડની ખાલી સાઈડ બાજુ લેતાંજ અચાનક સ્ટેરીંગ પરનો કાબુ જતો રહેતા કાર લોખંડની રેલીંગ અને ત્યારબાદ આરસીસી સીમેન્ટની પાળી સાથે અથડાઈને પલ્ટી મારી ગઈ હતી. જેમાં કારની આગલી સીટ ઉપર બેઠેલા પ્રણવભાઈને ચહેરા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી.જીગjેશભાઈને માથામાં જમણી બાજુ કપાળ ઉપર તેમજ ડાબી બાજુ કાન ઉપર, અક્ષયને જમણી બાજુ આંખ ઉપર તથા પગમાં ઈજઓ થવા પામી હતી. જ્યારે આકાશને જમણા હાથે તેમજ જમણા પગે ઈજાઓ થવા પામી હતી. અકસ્માતના પગલે-પગલે આસપાસના લોકો તેમજ વાહનચાલકો એકત્ર થઈ જવા પામ્યા હતા અને તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા પ્રણવભાઈ મૃત્યુ પામ્યા હતા. ચારેયને સારવાર માટે તુરંત જ તારાપુરની સીએચસી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે જીગjેશભાઈને પણ મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતુ. ત્રણેયને ગંભીર ઈજાઓ થઈ હોય વધુ સારવાર માટે કરમસદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.