આણંદ : સાંગોડપુરાની ૨૧ ગુંઠા જમીન બોગસ દસ્તાવેજોના આધારે વેચી મારવાના ગુનામાં વધુ ૨ની ધરપકડ
મુખ્ય સુત્રધાર અને જમીન વેચાણ રાખનાર કરમસદના દેવાશિષ પટેલે જ મંગળભાઈ ગોહેલ અને કુસુમબેન ગોહેલની જગ્યાએ અન્ય વ્યક્તિઓને ઉભી કરી દઈને વેચાણ દસ્તાવેજ કરાવી લીઘો હતો
આણંદ શહેરના સાંગોડપુરા ખાતે આવેલી સંયુક્ત માલિકીની ૨૧ ગુંઠા જેટલી જમીન બોગસ દસ્તાવેજોના આધારે તેમજ અન્ય બે વ્યક્તિઓને સાચી વ્યક્તિઓની જગ્યાએ ઉભી કરી દઈને વેચાણ દસ્તાવેજ કરી લેવાના કેસમાં તપાસ કરતી પોલીસે આજે વધુ બેની ધરપકડ કરીને રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળભાઈ રણછોડભાઈ ગોહેલની વડીલોપાર્જીત સાંગોડપુરા ખાતે સર્વે નંબર ૧૧૩૨/૨/૨વાળી ૨૧.૨૫ ગુંઠા જુની શરતની ખેતીલાયક જમીન આવેલી છે. ગત તારીખ ૧૩-૯-૨૪ના રોજ તેમને જમીનના વેચાણ દસ્તાવેજની નોટિસ મળી હતી. જેથી પૌત્ર જીગjેશકુમારે ઓનલાઈન તપાસ કરતા મિલ્કતમાં ફેરફાર નોંધ નંબર ૧૧૮૮૦૯ તારીખ ૨૫-૭-૨૦૨૪થી પડેલાનું માલુમ પડ્યું હતુ. જેથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કઢાવતા વેચાણ દસ્તાવેજ લખી આપનાર તરીકે મંગળભાઈ અને તેમની બહેન કુસુમબેન રણછોડભાઈ ગોહેલનું નામ હતી. પરંતુ તેમની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિઓના ફોટા ચોંટાડ્યા હતા. વેચાણ આપનાર તરીકે મહેન્દ્રભાઈ કાન્તીભાઈ ગોહેલ (સાંગોડપુરા), રમેસભાઈ લ-મણભાઈ ડાભી (રે. અંબાલી)અને અજીતભાઈ ધનજીભાઈ સોલંકી (રે. સંતરાપુર)ના નામ લખ્યા હતા. જ્યારે વેચાણ રાખનાર તરીકે વલાસણના દેવાશિષ ચન્દ્રકાન્તભાઈ પટેલનું નામ હતુ. સાક્ષી તરીકે જીતેન્દ્રભાઈ સુરેશભાઈ ખાંટ (રે. કરમસદ)અને સાહિલભાઈ ઈરફાનભાઈ વ્હોરા (રે. આણંદ)એ સહીઓ કરી હતી. જેથી આ બોગસ દસ્તાવેજના આધાર જમીન વેચાઈ ગઈ હોય, તેઓએ આણંદ શહેર પોલીસ મથકે આવીને ઉક્ત નવેય વ્યક્તિઓ વિરૂદ્ઘ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તપાસ હાથ ઘરીને ગત ૧૧મી તારીખના રોજ મહેન્દ્રભાઈ કાંતિભાઈ ગોહેલ, રમેશભાઈ લ-મણભાઈ ડાભી અને અજીતભાઈ ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ આજે પોલીસે જીગjેશભાઈ ચંદુભાઈ ગોહેલ અને સાક્ષી તરીકે સહી કરનાર જીતેન્દ્રભાઈ સુરેશભાઈ ખાંટની ધરપકડ કરીને રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી હતી. આ કેસની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ એ. એસ. શુક્લના જણાવ્યા અનુસાર ઉક્ત જમીન વેચાણ દસ્તાવેજ કરાવી લેનાર કરમસદના દેવાશિષ ચન્દ્રકાન્તભાઈ પટેલે જ મંગળભાઈ રણછોડભાઈ ગોહલ અને કુસુમબેન રણછોડભાઈ ગોહેલના ભળતા નામવાળી અને ઉંમરવાળી વ્યક્તિઓને રજુ કરીને વેચાણ દસ્તાવેજ કરી લીઘો હતો. આ કેસમાં હજી દેવાશિષ સહિત ચાર આરોપીઓ નાશતા ફરે છે જેમને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરાઈ છે.