Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મણિપુરના ઈમ્ફાલમાં આફસ્પા વિરોધ રેલી, મહિલાઓ-બાળકોની હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા
૫ જિલ્લાના ૬ પોલીસ સ્ટેશનોમાં આફસ્પા ૩૧માર્ચ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે
11/12/2024 00:12 AM Send-Mail
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં મંગળવારે સેંકડો લોકોએ રેલી કાઢી હતી. આ લોકોઅહીં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એકટ (અઊફડઅ) ફરીથી લાગુ કરવા અને જીરીબામમાં ત્રણ બાળકો અને ત્રણ મહિલાઓની હત્યા સામે વિરોધ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓના હાથમાં પ્લેકાર્ડ હતા. આ લોકો મણિપુરને નષ્ટ ન કરો,મણિપુર બચાવોના નારા લગાવી રહ્યા હતા. આ રેલી ઇમ્ફાલ પશ્ચિમના થાઉ ગ્રાઉન્ડથી શરૂ થઇ હતી અને ૫ કિમી દૂર ખુમાન લમ્પક સ્ટેડિયમ પહોંચી હતી. આજે (૧૦ ડિસેમ્બર) માનવ અધિકાર દિવસ પણ છે. આ પ્રસંગે ઓલ મણિપુર યુનાઇટેડ કલબ્સ ઓગેનાઇઝેશન, પોઇરી લિમરોલ મીરા પૈબી અપુનબા મણિપુર, ઓલ મણિપુર મહિલા સ્વૈચ્છિક સંઘ, માનવ અધિકાર સમિતિ અને મણિપુર વિદ્યાર્થી સંઘે સંયુક્ત રેલી કાઢી હતી.

નવેમ્બરમાં જીરી અને બરાક નદીમાંથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ પછી રાજયમાં ફરી હિંસા થઇ છે. મણિપુરમાં ગયા વર્ષ મેં મહિનાથી ચાલી રહેલી જાતિ હિંસામાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે. હજારો લોકો બેઘર બન્યા છે.

૧૪ નવેમ્બરથી મણિપુરના ૫ જિલ્લાના ૬ પોલીસ સ્ટેશનોમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પ્રોટેકશન એકટ (અઊફડઅ) ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. તે ૩૧માર્ચ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. અઊફડઅ લાગુ કરવાથી સેના અને અર્ધલશ્કરી દળો આ વિસ્તારોમાં કોઇપણ સમયે પૂછપરછ માટે અટકાયત કરી શકે છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સેકમાઇ અને લમસાંગ, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના જીરીબામ, કાંગપોકપીના લીમાખોંગ અને બિષ્ણપુર જિલ્લાના મોઇરાંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઊફડઅ લાગુ કરવામાં આવ્યો છે.