૮ મિનિટમાં પેરિસ, ૯ મિનિટમાં લંડન.. રશિયાની ઓરેશ્નિક મિસાઈલ આવતા વર્ષ બેલારુસમાં થશે તૈનાત
આ મિસાઇલમાં પરંપરાગત અને પરમાણુ એમ બંને પ્રકારના હથિયારો લગાવી શકવા સક્ષમ
બેલારુસની સરકારે રશિયન સંરક્ષણ નિષ્ણાતો સાથે મળીને નિર્ણય લીધો છે કે રશિયાની નવી ઓરેશ્નિક બેલેસ્ટિક મિસાઇલ આવતા વર્ષના મધ્ય સુધીમાં તેમના દેશમાં તૈનાત કરવામાં આવશે. જો આમ થશે તો સમગ્ર યુરોપ રશિયાની આ ખતરનાક મિસાઇલની રેન્જમાં આવી જશે.
રશિયા અને બેલારુસે આ નિર્ણય ત્યારે લીધો જયારે અમેરિકા અને જર્મની સમગ્ર યુરોપમાં અલગ-અલગ જગ્યાએ તેની સામે મધ્યવર્તી રેન્જની મિસાઇલો તૈનાત કરી રહ્યા છે. હવે શું થશે કે આ મિસાઇલ બેલારુસમાં તૈનાત થતા જ આખો યુરોપ અને નાટોના બેઝ રશિયાના નિશાના પર આવી જશે. તે પણ થોડી મિનિટથી દૂર.
હવે ઓરેશ્નિક મિસાઇલની રેન્જ ૫૫૦૦ કિમી છે. તે એક સેકન્ડમાં ત્રણ કિમીની ઝડપે આગળ વધે છે. તેમાં આવા હથિયારો લગાવવામાં આવ્યા છે જે ૪૦૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પેદા કરે છે. એટલે કે કંઇપણ ઓગાળીને રાખમાં ફેરવી દે. આ મિસાઇલ આકાશમાંથી ઉલ્કાની જેમ પડે છે. એટલે કે ભયંકર વિનાશનું દૃશ્ય.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તાજેતરમાં કહ્યું હતું કે હાલમાં અમારી પાસે ઘણી ઓરેશ્નિક મિસાઇલ સિસ્ટમ છે, જેને અમે કોઇપણ સમયે તૈનાત કરી કરી શકીએ છીએ. અમે અમારા દુશ્મનો પર આ મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું. જો તેઓ અમારા પ્રદેશ પર હૂમલો કરવાનું બંધ નહીં કરે. જેમાં તેઓ પશ્ચિમી દેશોમાં બનેલી લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યા છે. અમે ભવિષ્યમાં યુદ્ઘના મેદાનમાં પણ આ મિસાઇલનું પરીક્ષણ કરી શકીએ છીએ.
આ એક હાઇપરસોનિક મધ્યમ શ્રેણીની બેલિસ્ટિક મિસાઇલ છે. જે મહત્તમ ૧૨,૩૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડતી વખતે ૫૫૦૦કિમીની રેન્જ સુધી હૂમલો કરી શકે છે. તેમાં મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટારગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ સિસ્ટિમ છે. એટલે કે તે એકસાથે અનેક લ-યો પર હૂમોલ કરી શકે છે. તેમાં એક સાથે ૬ થી ૮ હથિયારો લગાવી શકાય છે. આ મિસાઇલમાં પરંપરાગત અને પરમાણુ એમ બંને પ્રકારના હથિયારો લગાવી શકાય છે. તે હવામાં લ-ય તરફ જતીવખતે દિશા અને એંગલ બદલી શકે છે, જેથી દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ તેને રોકી ન શકે.