Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
યુપીના જૌનપુરના જ્જ પર પણ ગંભીર આરોપ
બેંગલુરુમાં એઆઈ એન્જિનિયરે કરી આત્મહત્યા, પત્ની-સાસુ પર પૈસા માટે હેરાન કરવાનો આરોપ
અતુલ સુભાષે ૨૪ પાનાનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર પણ લખ્યો છે
11/12/2024 00:12 AM Send-Mail
બેંગલુરુમાં એઆઇ એન્જિનિયરની આત્મહત્યાનો મામલો સામે આવ્યોછે.૩૪ વર્ષના અતુલ સુભાષે પોતાની પત્ની અને સાસુ પર પૈસા માટે હેરાન કરવાનો આરોપ લગાવીને આત્મહત્યા કરી લીધી. તેણે ૧.૨૦ કલાકનો વીડિયો અને ૨૪ પાનાનો પત્ર જાહેર કર્યો છે જેમાં કહ્યું છે કે તેની પાસે આત્મહત્યા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી.

અતુલે ઉત્તર પ્રદેશના જૌનપુરના જ્જ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે જ્જે કેસને રફા-દફા કરવાના નામે ૫ લાખ રૂપિયા માંગ્યા હતા.અતુલે એમ પણ લખ્યું હતું કે તેની પત્ની, સાસુ અને જૌનપુરના જ્જે તેને આત્મહત્યા કરવાનું કહ્યું હતું.

મૂળ બિહારના અતુલ સુભાષનો મૃતદેહ બેંગલુરુના મંજુનાથ લેઆઉટમાં તેમના ફલેટમાંથી મળી આવ્યો હતો. જયારે પાડોશીઓએ તેના ઘરનો દરવાજો તોડયો તો તેની લાશ લટકતી મળી આવી હતી. રૂમમાંથી ‘જસ્ટિસ ઇઝ ડયુ’ લખેલું પ્લેકાર્ડ મળ્યું.અતુલના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે. અતુલ સુભાષે ૨૪ પાનાના પત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર પણ લખ્યો છે.જેમાં તેમણે દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની ખામીઓ વિશે લખ્યું હતું અને પુરુષો વિરૂદ્ઘ ખોટા કેસ દાખલ કરવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. બીજી નોટમાં તેણે લખ્યું છે કે તે તેની પત્ની દ્વારા દાખલ કરાયેા તમામ કેસોમાં નિર્દોષ હોવાની દલીલ કરી રહ્યો છે. જેમાં દહેજ વિરોધી કાયદો અનેમહિલાઓ પર થતા અત્યાચારના કેસો સામેલ છે. તેણે કહ્યું કે હું કોર્ટને વિનંતી કરું છું કે આ ખોટા કેસોમાં મારા માતા-પિતા અને ભાઇને હેરાન કરવાનું બંધ કરે. અતુલેે કહ્યું કે મારી પત્નીએ આ કેસના સમાધાન માટે શરૂઆતમાં ૧ કરોડની માંગણી કરી હતી, પંરતુ બાદમાં તેને વધારીને ૩ કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી. તેણે કહ્યું કે જયારે તેણે જૌનપુરની ફેમિલી કોર્ટના જ્જને૩ક કરોડ રૂપિયાની આ માંગણી વિશે જણાવ્યું હતો તેમણે પણ તેની પત્નીને સમર્થન આપ્યું. અતુલે કહ્યું કે મેં જ્જને કહ્યું કે એનસીઆરબી રિપોર્ટ દર્શાવે છે કે દેશમાં ઘણા પુરુષો ખોટા કેસોને કારણે આત્મહત્યા કરી રહ્યા છે, તો જ્જે મને કહ્યું કે તો તમે કેમ આત્મહત્યા નથી કરી લેતા. આટલું કહીને જ્જ હસી પડયા અને કહ્યું કે આ કેસ ખોટા છે, તમારે પરિવાર વિશે વિચારીને કેસનો ઉકેલ લાવવો જોઇએ, હું કેસ પતાવવા માટે ૫ લાખ રૂપિયા લઇશ.