કરમસદની પરિણીતાના પતિનું અવસાન થયા બાદ સસરા અને ફોઈ સાસુએ ત્રાસ ગુજારીને પુત્ર સાથે કાઢી મુકતા ફરિયાદ
દિક્ષણ આફ્રિકાના ઘાના મુકામે માર્ગ અકસ્માતમાં પતિના મૃત્યુ બાદ કંપનીમાંથી આવેલા ૧૪.૫૦ લાખની રકમ સસરાએ પચાવી પાડીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો
કરમસદ ખાતે રહેતી મુળ ભાવનગર જીલ્લાના મોરબા ગામની પરિણીતા ઉપર પતિના મોત બાદ સસરા અને ફોઈ સાસુએ શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પતિના આવેલા રૂપિયા પચાવી પાડીને પહેરેલા કપડે પુત્ર સાથે કાઢી મુકતા આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી શોભનાબેનના લગj ગત તારીખ ૭-૧૨-૨૦ના રોજ સુરત જીલ્લાના ડભોલી ગામે રહેતા દિપકકુમાર વિનોદભાઈ માણીયા સાથે થયા હતા. સુખી લગjજીવનના ફળસ્વરૂપે એક પુત્રની પ્રાપ્તી પણ થઈ હતી. પુત્રના જન્મ બાદ સને ૨૦૨૩માં પતિ દિક્ષણ આફ્રિકા ગયા હતા અને ત્યાં જય વિનિત રેન્ટર લીમીટેડ, ઘાના મુકામે નોકરી કરતા હતા.દરમ્યાન ગત તારીખ ૨૯-૪-૨૪ના રોજ પતિ નોકરી પર જતા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.જેથી ડભોલી ખાતે અંતિમવિધી કરવામાં આવી હતી. પતિ જે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાંથી પગાર તેમજ વળતર પેટે ૧૪.૫૦ લાખ રૂપિયા આવ્યા હતા. જે સસરા વિનોદભાઈએ રાખી લીઘા હતા. જેની જાણ શોભનાબેનને થતાં જ તેણીએ સસરા પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ સસરાએ આપ્યા નહોતા અને દરમ્યાન વરીયાવ, કતારગામ, સુરત ખાતે જ રહેતા ફોઈ સાસુ ગીતાબેન ઘનશ્યામભાઈ સુતરીયા સાથે મળીને શોભનાબેન ઉપર ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. તેણીનો દિકરો નાનો હોય બધો ત્રાસ મુંગા મોઢે સહન કરતી હતી. ફોઈ સાસુ ગીતાબેન જ્યારે તેણીના ઘરે આવે ત્યારે સસરાને ચઢવણી કરતી હતી, જેથી સસરા તારા લીઘે અમારો છોકરો આ દુનિયામા નથી, તુ મારા છોકરાને ખાઈ ગઈ છે તેવા મેણાંટોણા મારીને તુ બીજા લગj કરી લે તેમ જણાવીને ત્રાસ ગુજારતા હતા.આખરે તેણીને ૬-૬-૨૪ના રોજ ગમે તેવી ગાળો બોલીને પુત્ર સાથે પહેરેલા કપડે કાઢી મુકી હતી. જેથી તેણી કરમસદ ખાતે રહેતા કાકા-કાકીને ત્યાં આવીને રહેતી હતી. ત્યારબાદ સમાધાન કરવાના પ્રયાસો નિષ્ફળ જતા તેણીએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.