નડિયાદના બિલોદરા નજીક અઢી વર્ષ પહેલાં મહિલાની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો
આડા સંબંધના વહેમમાં પતિએ જ પત્નીની હત્યા કરી, બાળકીને ફેંકી દીધાનો ઘટસ્ફોટ
એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા રામનગર નજીક ફેંકી દીધેલ કનૈયા અને અઢી વર્ષ પહેલાં ઘવાયેલી હાલતમાં મળેલી ખુશીની આંખો મળતી આવતી હોવાથી ભેદ ઉકેલાયો : પત્ની પુજાની હત્યા કર્યા બાદ હત્યારા પતિ ઉદય વર્માએ યુપી જઈને બીજા લગj કરી લીધા હતા : બાળકીએ પિતાનું નામ ઉદય અને તાજેતરમાં જ રામનગર પાસેથી ઘવાયેલી હાલતમાં મળેલા કનૈયાએ પણ પિતાનું નામ ઉદય કહેતા ક્રડી હાથ લાગી
હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહના મગજમાં ઝબકારો થયો અને બે બે ગુનાના ભેદ ઉકેલાયા
ખેડા જિલ્લા પોલીસ માટે અઢી વર્ષ પહેલા બનેલો આ બનાવ પડકારરૃપ હતો. અને દર મહિને બે મહિને મળતી ક્રાઈમ કોન્ફરન્સમાં આ બનાવનો રીવ્યુ લેવાતો હતો. એટલે ખેડા જિલ્લા પોલીસ માટે આ બનાવ ભૂલાયો ન હતો. એમાંય વળી વાસદ નજીકથી મળેલા બિન વારસી બાળકનો ફોટો ખેડા એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ પ્રદિપસિંહ પાસે આવ્યો હતો. તેણે આ બાળકની આંખો જોઈ અને તેના મગજમાં ઝબકારો થયો કે આવી મળતી આંખો કાંઈક તો જોઈએ છે. એટલે તેણે ગુમ થયેલા બાળકોના ફોટા મળ્યા. ત્યારે ખુશીની આંખો સાથે આ આખો મેચ થતી જોઈ અને તેણે બાળક બાબતે વધુ માહિતી મેળવવા પ્રયત્ન કર્યો અને કડી મળતી હોવાની શંકા જતા પોતાના ઉપલા અધિકારીઓને જાણ કરી. ત્યારબાદ આ સમગ્ર બનાવ અને તાજેતરમાં જ રામનગર સીમમાં બનેલા હત્યાના પ્રયાસના ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા.
રામનગર સીમમાંથી મળેલા કનૈયાની પિતા ઉદય દ્વારા હત્યા કરવાનો પ્રયાસ થયો હતો : ગળુ દબાવીને એક્સપ્રેસ હાઈવે તરફથી નીચેની બાજુ ધક્કો મારી દીધો હતો
રામનગર સીમમાંથી ગત ૭મી તારીખના રોજ બપોરના સુમારે બન્ને પગે ઘવાયેલી હાલતમા મળેલા કનૈયાની પિતા ઉદય દ્વારા ગળુ દબાવીને હત્યા કરવાનો પ્રયાસ થયાનો ઘટસ્ફોટ થતાં વાસદ પોલીસે આ અંગે દંપત્તિ વિરૂદ્ઘ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
ખેડા એલસીબી પોલીસે પત્નીની હત્યામાં ઝડપી પાડેલા ઉદયરાજ પ્રેમચંદ પટેલની પુછપરછ કરતા તે પત્ની શાયરાબાનુ ઉર્ફે પુજાની હત્યા હાથથી ગળુ દબાવીને હત્યા કરી નાંખ્યા બાદ પુત્રી ખુશી કોઈને કહી દેશે તેમ માનીને તેણીનું પણ ગળz દબાવીને ત્યાં જ ફેંકી પુત્ર કનૈયાને લઈને નીકળી ગયો હતો. જો કે ખુશી બચી જવા પામી હતી. ત્યાંથી એક્સપ્રેસ હાઈવેથી તે વડોદરા પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રેન મારફતે પોતાના વતન ઉત્તરપ્રદેશ જતો રહ્યો હતો. ત્યાં મજુરી કરીને જીવન ગુજરાન ચલાવતો હતો.દરમ્યાન સને ૨૦૨૪માં તેણે સમાજના રિત-રિવાજ મુજબ પ્રતાપગઢ જિલ્લાના સરાય ચૌહાબી ગામની ગ્યાન્તી છગ્ગુભાઈ પટેલ નામની યુવતી સાથે લગj કર્યા હતા. લગj બાદ પત્નીને તેણે એક દિકરો હોવાનું જણાવ્યું હતુ.જો કે ગ્યાન્તીએ કોઈ વાંધો લીઘો નહોતો. ત્યારબાદ ઓગષ્ટ-૨૦૨૪માં ઉદય પત્ની ગ્યાન્તી અને સાળા શિવમ સાથે અમદાવાદ આવી ગયા હતા અને ભાડેના મકાનમાં રહીને એબ્રોડરીના કારખાનામાં મજુરી કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. દરમ્યાન કનૈયા આજુબાજુના ઘરે ગમે ત્યાં સંડાસ તેમજ પેશાબ કરી દેતો હતો. તેમજ પૈસા પણ ચોરી કરી લેતો હતો. જેથી પત્ની સાથે મળીને તેને મારી નાંખવાનું નક્કી કર્યુ હતુ. જે અનુસાર ગત ૭મી તારીખના રોજ વડોદરા રહેતા મામાના દિકરાની સાથે કનૈયાને વતન મોકલી દેવાનો છે તેમ સાળા શિવમને જણાવીને ઉદય અને ગ્યાન્તી કનૈયાને લઈને સવારે નવેક વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા.રીક્ષામાં બેસીને સીટીએમ આવીને ત્યાંથી ભાડાની પેસેન્જર ગાડીમાં વડોદરા જવાનું કહીને એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા રામનગર સીમમાં ઉતરી ગયા હતા.
ત્યાંથી કનૈયાને લઈને એક્સપ્રેસ હાઈવે ઉપર ચાલતા ચાલતા જતા હતા. દરમ્યાન આજુબાજુ કોઈ ના દેખાતા કનૈયાનું ગળુ દબાવીને એક્સપ્રેસ હાઈવેથી તેન નીચેની તરફ ધક્કો મારીને બન્ને રોડની સામેની સાઈડે આવી ગયા હતા અને ત્યાંથી પીકઅપ વાનમાં સવાર થઈને અમદાવાદ જતા રહ્યા હતા.
નડિયાદ નજીકના બિલોદરા ગામ પાસે એક્સપ્રેસ હાઈવે બ્રિજ નીચે શેઢી નદીના તટમાંથી સવા બે વર્ષ પહેલા હત્યા કરાયેલ મહિલાના મૃતદેહના ગુનાનો ભેદ એક્સપ્રેસ હાઈવે નજીક રામનગર નજીકથી બિનવાસી મળેલા બાળકની આંખો પરથી ખુલી જવા પામ્યો છે. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ નજીકના બિલોદરા ગામ પાસે એકસપ્રેસ વે બ્રીજ નીચે શેઢી નદીના પટમાંથી ગત તારીખ ૬-૧૨-૨૦૨૨ના રોજ ગળે ટૂંપો દઈ હત્યા કરાયેલ અર્ધનગ્ન હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની બાજુમાં હિન્દી ભાષામાં બોલતી ઈજાગ્રસ્ત એક પાંચ વર્ષ આશરાની બાળકી પણ મળી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા પછી સ્વસ્થ થયેલ બાળકીને નડિયાદના એક અનાથ આશ્રમમાં મોકલી આપી હતી.
નડિયાદ ગ્રામ્ય પોલીસે આ અંગે હત્યા સહિતનો ગુનો નોધી તત્કાલીન ગ્રામ્ય પીઆઇ વી.જે. ચૌહાણ દ્વારા ગુનાનો ભેદભરમ ઉકેલવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.
પોલીસે હાથ ધરેલ બાળકીની પૂછપરછમાં તેણે મૃતક પોતાની માતા પૂજા હોવાનું જણાવવાની સાથે પિતાનું નામ ઉદય અને અમદાવાદ રહેતી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ ગુનાના ભેદભરમ ઉકેલવા માટે અમદાવાદમાં હિન્દીભાસી વિસ્તારમાં વ્યાપક તપાસ કરવાની સાથે આ વિસ્તારમાં બાળકીના ફોટા સાથેના પોસ્ટરો પણ લગાવ્યા હતા.
દરમિયાન ખેડા જિલ્લા પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે દર માસે યોજાતી રિવ્યુ બેઠકમાં ચર્ચા કરવામાં આવતી હતી.
જોકે પોલીસના આથાગ પ્રયાસો પછી પણ આ મહિલાની હત્યાના ગુના નો ભેદ ઉકેલાયો ન હતો. દરમ્યાન આણંદના વાસદ ગામ પાસે અમદાવાદ વડોદરા-એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા રામનગર ગામ પાસેના બ્રીજ નંબર ૨૩ નજીક અવાવરૃ જગ્યાએથી ગત તારીખ સાત ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ઇજાગ્રસ્ત હાલતમાં એક બાળક મળી આવ્યો હતો. પોલીસે આ ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.બાળકએ પોતાના પીતા તરીકે ઉદય નામ પોલીસને જણાવ્યું હતું.
બાદ વાસદ પોલીસ દ્વારા આ બાળકના વાલી વારસાનો અતો પતો મેળવવા માટે સોશિયલ મીડિયામાં મળી આવેલ બાળકના ફોટા સાથે પોસ્ટ મૂકી હતી. આ હકીકત ખેડા એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહના ધ્યાને આવી હતી. બિલોદરા શેઢી નદીના તટમાંથી હત્યા કરાયેલી મહિલાની બાજુમાંથી ઇજાગ્રસ્ત મળેલ બાળકીએ પણ પોતાના પિતા તરીકે ઉદય નામ જણાવ્યું હતું. અને વાસદ હાઇવે બ્રિજ નીચેથી મળી આવેલ ઇજાગ્રસ્ત બાળકે પણ પોતાના પિતા તરીકે ઉદય નામ પોલીસને જણાવ્યું હતું.
બિલોદરા શેઢી નદીના તટમાંથી મહિલાનો હત્યા કરેલ હાલતમાં મળી આવેલ મૃતદેહ અને વાસદ હાઇવે બ્રિજ નીચેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ બાળકના બનાવમાં સામ્યતા હોવાની શંકા ખેડા એલસીબી હેકો પ્રદીપસિંહને ગઈ હતી. જેથી તેમણેે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને એલસીબી પીઆઇ કેવલ વેકરીયાને વાકેફ કર્યા હતા.
જેના પગલે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા આ અંગે તપાસ કરવાના આદેશ આપતા એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. પોલીસે નડિયાદની એક સંસ્થા માતૃછાયા અનાથ આશ્રમમાં રાખવામાં આવેલ બિલોદરા બ્રિજ નીચેથી ઈજાગ્રસ્ત હાલાતમાં મળી આવેલ બાળકી ખુશીની વાસદ બ્રિજ નીચેથી મળી આવે ઇજાગ્રસ્ત બાળક કનૈયા સાથે વીડિયો કોલથી વાત કરાવી હતી.
આ દરમિયાન નડિયાદની સંસ્થામાં રહેતી બાળકી ખુશી વીડિયોમાં દેખાતા કનૈયાને જોતાની સાથે તે પોતાનો ભાઈ હોવાનું ઓળખી બતાવ્યું હતું. જેને પગલે પોલીસને બિલોદરા ખાતેના બનાવ અને રામનગરના બનાવમાં સામ્યતા હોવાની શંકા દ્રઢ બની હતી.
ત્યારબાદ પોલીસે નડિયાદની સંસ્થામાં બહેન ખુશી સાથે રાખવામાં આવેલ કનૈયાની પ્રેમપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. જે દરમિયાન મળેલી કડીના આધારે પોલીસ ખુશી અને કનૈયાના પિતા એવા આરોપી અમદાવાદ સુધીની ચાલીમાં રામ એસ્ટેટ ખાતે એક ઓરડીમાં રહેતા ઉદયરાજ પ્રેમચંદ્ર વર્મા (મુળ રહે. મની રામ કા પુરવા ખટવારા દેવરા જી. પ્રતાપગઢ યુપી)ને ઝડપી પાડયો
હતો.
પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, તેણે શાયરાબાનુ નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેનું નામ પુજા રાખીને અમદાવાદ રહેવા માટે આવી ગયો હતો.જ્યાં પુત્રી ખુશી અને પુત્ર કનૈયાનો જન્મ થયો હતો. જો કે ત્યારબાદ પત્ની પુજા ખરાબ ચારિત્ર્યની હોવાની તેને શક-વહેમ ભરાઈ ગયો હતો. વળી તેણી ખુબ જ હેરાન પરેશાન કરતી હતી જેથી તેણીની હત્યા કરવાનું નક્કી કર્યું હતુ અને સને ૨૦૨૨ના ડીસેમ્બર મહિનામાં શાયરાબાનુ ઉર્ફએ પુજાને વડોદરા તરફ ફરવા માટે લઈ જવાનું જણાવીને બન્ને સંતાનો સાથે અમદાવાદથી વડોદરા જતી બસમાં સીટએમથી બેઠા હતા.ત્યારબાદ રસ્તામાં કન્ડકટરને કહીને બસ ઉભી રખાવી એક્સપ્રેસ હાઈવે ઉપર બિલોદરા નજીક રોડથી નીચે શેઢી નદીના કિનારે ઉતરી ગયા હતા.
જ્યાં પત્ની શાયરાબાનુની હાથથી ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. પુત્રી ખુશી તે સમયે સાડા ત્રણેક વર્ષની હોય અને તેણીએ આ બનાવ જોયો હોય, તેણી કોઈને કહી દેશે તેમ માનીને તેની પણ હત્યા કરવા માટે ગળુ દબાવીને ત્યાં ફેંકીને દોઢ વર્ષના કનૈયાને લઈને એક્સપ્રેસ હાઈવેથી વડોદરા અને ત્યાંથી પોતાના વતન જતો રહ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેની ઉક્ત ગુનામાં ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.