Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
રશિયન કંપનીએ બિયરની બોટલ પર ગાંધીજી, મધર ટેરેસાની તસવીરો છાપતાં વિવાદ
મોસ્કોના સર્ગિએવ પોસાદ સ્થિત રેવોર્ટ બ્રૂઅરી કંપની આવી બિયરની બોટલ બનાવી રહી છે
15/02/2025 00:02 AM Send-Mail
મહાત્મા ગાંધી, મધર ટેરેસા અને નેલ્સન મંડેલા જેવી મહાન વ્યક્તિઓની બિયર અને દારૃની બોટલ પર છપાયેલી તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. તેનાથી લોકો વચ્ચે એક નવા વિવાદે જન્મ લીધો છે. આ સિવાય ગાંધીજીની તસવીરવાળી બિયરની બોટલ પર ઁ દર્શાવેલું હોવાથી લોકોની ધાર્મિક ભાવના પણ દુભાઈ છે. આ કૃત્ય રશિયાની એક દારૃ બનાવનાર કંપનીએ કર્યું છે.

રશિયાની કંપનીની આ હરકતને લઈને એવું પણ જણાવવામાં આવ્યું કે, આ કોઈ નવી છૈં જનરેટેડ બિયરની બોટલના ફોટા નથી. હકીકતમાં બિયરની બોટલ અને કેન પર આ મહાન લોકોની તસવીર લગાવવામાં આવી છે. કારણ કે, આ બિયર બનાવનારી કંપની દ્વારા પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ઉત્પાદનોના ફોટો સહિત ડિટેલ આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર અનેક આ બિયર ખૂબ વાઈરલ થઈ રહી છે. મૉસ્કોના સર્ગિએવ પોસાદ સ્થિત રેવૉર્ટ બ્રૂઅરી કંપની આવી બિયરની બોટલ બનાવી રહી છે. બોટલ પર લગાવવામાં આવેલા ગ્રાફિક્સ હાલ વાઈરલ થઈ રહ્યાં છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને એક્સ પર અનેક લોકોએ આવા મહાન લોકોની તસવીર લાગેલી બિયરની બોટલના ફોટો અને વીડિયો શેર કર્યા છે અને તેની ટીકા કરી છે. એટલું જન હીં રેવોર્ટ બ્રૂઅરીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ઉત્પાદનોના ફોટા શેર કર્યાં છે. કંપનીએ જે પોસ્ટ શેર કરી તેમાં અલગ-અલગ મહા પુરૃષોના નામે લૉન્ચ કરવામાં આવેલી બિયર વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં મહાત્મા ગાંધીની તસવીર લગાવેલી બિયરની બોટલને લેમન ડ્રોપ હેઝી આઈપીએ ઉત્પાદન જણાવવામાં આવ્યું છે. જેમાં આલ્કોહોલની માત્રા છમ્ફ ૭.૩ છે. ગાંધીજી વાળી બોટલ પર હિન્દુ પ્રતિક ઁ પણ દર્શાવાયું છે. આ પહેલાં ૨૦૧૯માં એક ઈઝરાયલની કંપનીને પોતાની દારૃની બોટલ પર ગાંધીની તસવીર લગાવવા માટે ફટકાર લગાવવામાં આવી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે રાજ્યસભા સભ્યોને દારૃની બોટલો પર મહાત્મા ગાંધીની તસવીરના આવા ઉપયોગની ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાનની સેનાએ બંધકોને છોડાવ્યા ટ્રેન હાઈજેક કરનારા તમામ બલૂચ વિદ્રોહીઓ ઠાર

રોકેટ લોન્ચિંગ સિસ્ટમમાં ખરાબીના કારણે સુનિતા વિલિયમ્સની વાપસી ટળી

આજે માર્ક કાર્ની કેનેડાના ૨૪મા પીએમ તરીકે શપથ ગ્રહણ કરશે

યુએસ-યુક્રેનની સાઉદી અરેબિયામાં બેઠક, ઝેલેન્સકી ૩૦ દિવસના યુદ્ઘવિરામ માટે તૈયાર

પાકિસ્તાનમાં બલૂચ આર્મી દ્વારા ટ્રેન હાઈજેક ૨૧૪ મુસાફરો બંધક, ૩૦ સૈનિકોની હત્યા

જર્મનીમાં કર્મચારીઓની હડતાળ ૧૩ એરપોર્ટ ઉપર ૩૪૦૦ ફ્લાઈટ્સ રદ્દ

ન્યુઝીલેન્ડને ૪ વિકેટે હરાવીને ભારત ૧૨ વર્ષ બાદ ચેમ્પિયન

‘ગાઝા ઈઝ નોટ ફોર સેલ’ ટ્રમ્પના ગોલ્ફ રિસોર્ટમાં પેલેસ્ટાઈન સમર્થકોની તોડફોડ