આવતીકાલે પાલિકા-તા.પં.ની સામાન્ય-પેટા ચૂંટણી
આણંદ : ૪ પાલિકાઓના કુલ ૬૧ પૈકીના ર૮ મતદાન મથકો સંવેદનશીલ
ખંભાત તા.પં.ની ઉંદેલ બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૬ પૈકીના ૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ
ખેડા જિલ્લામાં પ પાલિકામાં ૪પ સંવેદનશીલ,૩પ અતિ સંવેદનશીલ મતદાન મથકો : તાલુકા પંચાયત ચૂંટણીમાં કુલ ૭૭ સંવેદનશીલ અને ૪૧ અતિ સંવેદનશીલ મતદાન મથકો
નડિયાદ : ખેડા જિલ્લામાં મહેમદાવાદ, ખેડા, મહુધા, ચકલાસી અને ડાકોર નગર પાલિકા તેમજ કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી આગામી ૧૬ ફેબ્રુ.ર૦રપના રોજ યોજાશે. પાલિકા અને તા.પં. તેમજ પેટા ચૂંટણીમાં કુલ પ૪૭ મતદાન મથકોએ ૪.૮પ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ૪૯૦ ઉમેદવારોમાંથી પસંદગી કરશે.
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાઓની ચૂંટણીમાં કુલ ૩૬ વોર્ડની કુલ ૧૩૮ બેઠકો માટે પ૦પ ઉમેદવારી પત્ર ભરાયા હતા. જેમાંથી ૯ર ફોર્મ પરત અને ૩ર ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આથી કુલ ૩૬૮ ઉમેદવારો પાલિકા ચૂંટણી જંગમાં છે. નોંધનીય છે કે પાલિકાઓમાં કુલ ૧પ બેઠકો બિનહરિફ થયેલ છે. તાલુકા પંચાયતની કુલ બાવન સીટો માટે કુલ ૧૬૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી પ ફોર્મ પરત અને ૩૭ અમાન્ય ઠરતા કુલ ૧રર ઉમેદવારો વચ્ચે જંગ જામશે. પાલિકાઓની ચૂંટણી માટે કુલ ૧.૩૪ લાખ અને તા.પં.ની ચૂંટણીમાં કુલ ૩.પ૧ લાખ મતદારો નોંધાયેલા છે. પાલિકાની ચૂંટણીમાં કુલ ૪પ સંવેદનશીલ અને ૩પ અતિ સંવેદનશીલ જયારે તા.પં. ચૂંટણી માટે કુલ ૭૭ સંવેદનશીલ અને ૪૧ અતિ સંવેદનશીલ મતદાન મથકો નકકી થયેલા છે. જયાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવનાર હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યુ ંહતું.
આણંદ જિલ્લામાં ઓડ, બોરીયાવી અને આંકલાવ નગરપાલિકાની સામાન્ય તેમજ ઉમરેઠ પાલિકાના વોર્ડ નં. ૪ની પેટા ચૂંટણીની સાથે ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ બેઠકની પણ પેટા ચૂંટણી તા. ૧૬ ફેબ્રુ.ર૦રપને રવિવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાન સહિતની ચૂંટણીલક્ષી તમામ આયોજનોને આખરી ઓપ આપવાની પ્રકિયા હાથ ધરી છે. સાથોસાથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોએ ચાંપતો પોલીસ બંદોબસ્ત, સીસીટીવી સહિતનું પણ આયોજન કરાયું છે.
ઓડ નગરપાલિકામાં કુલ ૧પ પૈકીના ૯ મતદાન મથકો સંવેદનશીલ છે. તે પ્રમાણે બોરીયાવીમાં કુલ રર પૈકી પ, આંકલાવમાં કુલ ર૦ પૈકી ૧ર અને ઉમરેઠ પેટા ચૂંટણીમાં કુલ ૪ પૈકી ર મતદાન મથકો સંવેદનશીલ મથકોની યાદીમાં હોવાનું જાણવા મળે છે.
ઉપરાંત ઉંદેલ બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૬ પૈકીના ૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ મથકોની શ્રેણીમાં હોવાની ગંભીરતા ધ્યાને લઇને નિર્ભય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
આંકલાવ, ઓડ અને બોરીયાવી પાલિકાની કુલ ૬૬ બેઠકો માટે ૧૭પ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આંકલાવ પાલિકામાં સૌથી વધુ ૭૮ ઉમેદવારો છે. બોરીયાવી પાલિકાની ર૪ બેઠકો માટે કુલ પ૯ અને ઓડ પાલિકાની ૧૮ બેઠકો માટે ૩૮ ઉમેદવારો છે. ઓડમાં એક વોર્ડની તમામ ૪ અને અન્યની ર મળીને કુલ ૬ બેઠકો બિનહરિફ થયેલ છે.જયારે ઉમરેઠ પાલિકાની વોર્ડ નં. ૪ની પેટા ચૂંટણી અને ખંભાત તા.પં.ની ઉંદેલ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે.
ઉલ્લેખનીય છ ેકે, ઓડ પાલિકામાં કુલ ૧૩૩૦૩, બોરીયાવીમાં ૧૭૦૪૧, આંકલાવમાં ૧૭૬ર૬, ઉમરેઠમાં ૪૧૧૭ અને ઉંદેલ બેઠકમાં કુલ ૬૩૧પ મતદારો છે. વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે ચૂંટણી પંચની ગાઇડલાઇનનુસાર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.