પત્નીની હત્યા કરી બાળકોને તરછોડી દેનાર આરોપી ૭ દિવસના રિમાન્ડ પર
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ સહિત ટીમને અભિનંદન પાઠવ્યા
અઢી વર્ષ પહેલા બિલોદરા એક્સપ્રેસ હાઈવે નજીક પત્નીની હત્યા કરી બાળકી મૃત્યુ પામી હોવાનું સમજી હત્યારો પતિ નાસી ગયો હતો આ ઉપરાંત આરોપીએ તેના દીકરાને પણ સાતેક દિવસ પહેલા માર મારીને એક્સપ્રેસ હાઈવે ઉર આવેલા રામનગર સીમમાં ગળુ દબાવીને રોડની નીચેના ભાગે ધક્કો મારીને ફરાર થઈ ગયા હતા. ખેડા એલસીબી પોલીસે અમદાવાદમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ઉદય પ્રેમચંદ્ર વર્માને ઝડપી પાડી પત્નીની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.આજે ઉદય વર્માને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરતા સાત દિવસના રીમાન્ડ મંજુર થયા હતા. રીમાન્ડ મળતાં જ પોલીસે હત્યાકાંડ સંદર્ભેની ખુટતી કડીઓ મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
બીજી તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ સનસનીખેજ હત્યાકાંડનો પર્દાફાશ તેમજ રામનગર સીમમાં પણ બાળકની હત્યાના થયેલા પ્રયાસની ગુત્થી સુલઝાવવા બદલ ખેડા એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ અને આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.