Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
કઠલાલ : ખલાલથી મજુરીના ૩ લાખ માટે કોન્ટ્રાક્ટરનું અપહરણ, પોલીસે અપહૃુતને એમપીમાંથી છોડાવ્યો
મજુરીના નિકળતા ત્રણ લાખ રૂપિયા આપીને તમારા દિકરાને લઈ જાવ તેમ કહીને અપહરણકારોએ ફોન કટ કરી દીધો હતો : ગઈકાલે રાત્રીના સુમારે ગાડીમાં જબરજસ્તીથી કોન્ટ્રાક્ટર પાર્થ પટેલનું અપહરણ કરીને એમપીના અલીરાજપુર જિલ્લાના નાની કદવાલ ગામે ઓરડીમાં ગોંધી રાખ્યો હતો
10/03/2025 00:03 AM Send-Mail
કઠલાલ તાલુકાના ખલાલ કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર ખાતેથી ગઈકાલે રાત્રીના સુમારે અમદાવાદ જીલ્લાના કણભા ગામના સિવિલ એન્જીનીયર અને લેબર કોન્ટ્રાક્ટરનું મજુરીના બાકી નીકળતા ત્રણ લાખ રૂપિયા માટે ગાડીમાં અપહરણ કરવામાં આવતાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.

જો કે કઠલાલ પોલીસે ત્વરીત કામગીરી હાથ ઘરીને અપહરણકારોનો પીછો કરીને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના નાની કદવાલ ગામેથી અપહૃુતને હેમખેમ છોડાવી લીઘો હતો. જો કે અપહરણકારો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કામીનીબેન સંદિપભાઈ પટેલના પુત્ર પાર્થ સિવિલ એન્જીનીયર છે અને પોતાની હરિકૃષ્ના ઈન્ફા નામથી લેબર કોન્ટ્રાક્ટનું કામ પણ કરે છે. છેલ્લા એકાદ વર્ષથી અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર આવેલા કઠલાલ તાલુકાના ખલાલ ગામે બનતા કમાન્ડો ટ્રેનીંગ સેન્ટર ખાતે તેનું કામ ચાલે છે. જેથી તે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે ઘરેથી બાઈક લઈને ખલાલ જાય છે અને રાત્રીના નવી દશની વચ્ચે કામ પુરુ થાય ત્યારે પરત ફરે છે. ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે પાર્થે પોતાની માતાને ફોન કરીને પાંચેક મિનિટમાં ઘરે આવવા માટે નીકળું છુ તેમ કહ્યું હતુ ત્યારબાદ અડધા કલાક સુધી તે ઘરે ના પહોંચતા કામિનીબેને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.જેથી પુત્ર સાથે સેન્ટીંગનું કામ કરતા દિપસિંગભાઈ રામસિંગભાઈ બારૈયાનો સંપર્ક કરતા તેણે પાર્થ આઠેક વાગ્યાના સુમારે ઘરે આવવા નીકળી ગયો હોવાનું જણાવ્યું હતુ. જથી કામિનીબેન પોતાના પતિ સંદિપભાઈ સાથે તપાસ કરવા માટે ખલાલ ટ્રેનીંગ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ગેટની બહાર દિપસિંગભાઈ મળ્યા હતાઅને તપાસ કરા ગેટની બહાર પાર્થનું બાઈક અને એક બુટ પડેલો મળી આવ્યો હતો. જેથી તેની સાથે કાંઈક અજુગતુ બન્યાની શંકા જવા પામી હતી. હાઈવે ઉપર તપાસ કરવા નીકળતા જ રાત્રીના ૧૧.૨૨ મિનિટે મોબાઈલમાં ફોન આવ્યો હતો. જેમાં પાર્થ બોલતો હતો અને તેણે મકરદમ મોહન તથા સુનિલ અને તેન માણસો ખલાલ ટ્રેનીંગ સેન્ટરથી આશરે ૮.૩૦ વાગ્યે જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને લઈ ગયા હોવાનું તેમજ મોહનને મજુરીના ત્રણેક લાખ રૂપિયા આપવાના બાકી છે, જેથી આ રકમની વસુલી કરવા માટે લઈ ગયા હોવાની વાત કરી હતી. ત્યારબાદ એક શખ્સે કામિનીબેન સાથે વાત કરતા અમારીના મજુરીના નીકળતા ત્રણેક લાખ રૂપિયા આપીને તમારા દિકરાને લઈ જાવ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. આમ, પુત્રનું પૈસા માટે અપહરણ થતાં જ દંપત્તિ ગભરાઈ ગયા હતા અને તુરંત જ કઠલાલ પોલીસનો સંપર્ક કરીને સઘળી વિગતોની જાણ કરી હતી. પીઆઈ એમ. વી. ભગોરાએ બનાવની ગંભીરતાને સમજીને તુરંત જ ઓપરેશન હાથ ઘર્યું હતુ અને આરોપીઓને ખબર ના પડે તે રીતે તેમના મોબાઈલ ફોન કોલ્સનું લોકેશન મેળવીને તેમનો પીછો શરૂ કરી દીધો હતો. દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, અપહરણકારોએ અપહૃુત પાર્થ પટેલને મધ્યપ્રદેસના અલીરાજપુર જીલ્લાના બોરી પોલીસ મથકની હદમાં આવેલા નાની કદવાલ ગામે લઈ ગયા છે. જેથી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી ટેકરાવાળા વિસ્તારમાં છાપો માર્યો હતો. જો કે પોલીસને જોઈને અપહરણકારો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. દરમ્યાન પોલીસે ઓરડીમાં તપાસ કરતા પાર્થ પટેલ હેમખેમ મળી આવ્યો હતો. જેથી પોલીસે હાશકારો અનુભવ્યો હતો. અને અપહૃુતને હેમખેમ છોડાવીને કઠલાલ આવવા માટે નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પીઆઈ ભગોરાના જણાવ્યા અનુસાર આરોપીઓએ તેમના મજુરીના બાકી નીકળતા ત્રણ લાખ રૂપિયા માટે પાર્થ પટેલનું અપહરણ કરીને નાની કદવાલ ગામે આવેલા ટેકરાવાળા વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં એક ઓરડીમાં પાર્થ પટેલને રાખીને તેની આસપાસ માણસો ગોઠવી દીધા હતા. દરમ્યાન પોલીસ પહોંચી હોવાની જાણ થતાં જ તમામ અપહરણકારો ત્યાંથી ડુંગરાળ વિસ્તારમાં ફરાર થઈ ગયા હતા.જો કે પાર્થ પટેલ હેમખેમ મળી આવતા હાશકારો થઈ જવા પામ્યો હતો.કઠલાલ પોલીસ મથકે આ અંગે ગુનો દાખલ કરીને અપહરણકારોને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે.

મહુધા : મહીસા નજીક યુવક-યુવતીની માથામાં બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરાયેલી લાશ મળી

ગરમાળા : ખેતરમાં રોપણી બાબતે જાતિવાચક અપમાન, ધમકી આપનાર ૪ વ્યકિતઓને એટ્રોસિટી એકટ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ

માતર : માછિયેલમાં ૬૫ વર્ષિય વૃદ્ઘા સાથે દુષ્કર્મ ગુજારનાર ૩૮ વર્ષીય યુવકને ૧૦ વર્ષની સજા

નડિયાદમાં જુના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ લાલ કોર્ટના તાળા તોડી ચોરીનો પ્રયાસ

નડિયાદ : જિલ્લા પંચાયત કચેરીની સિંચાઈ શાખાના નાયબ ચીટનીશ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

નડિયાદ : સીરપકાંડના આરોપીના ઘરમાંથી ૧ કરોડ ઉપરાંતની ચોરી કરનાર આંતરરાજ્ય ઘરફોડિયા સહિત ત્રણ ઝડપાયા

ખેડા : રસિકપુરાની પરિણીતાને તલાટી પતિ સહિત ૭ વ્યક્તિઓએ ત્રાસ ગુજારતા ફરિયાદ

નડિયાદ : હાથનોલીમાં ૩૯૩ ગુંઠા જમીન પચાવી પાડવા બે સગા ભાઈએ બહેનને અજાણ રાખી હક્ક કમી કરાવી લેતાં ફરિયાદ