Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
નાની ખડોલ : બાઇક ચાલકને પાછળથી ટકકર મારીને ઇજા પહોંચાડવા બદલ કારચાલકને ૧૦ માસની કેદ, રૂ.રપ૦૦ દંડ
ખુંટજના સાજીદ ઉર્ફે લાલો મલેકે આરોગ્ય કેન્દ્ર નજીક શૈલેષભાઇ પટેલના બાઇકને પાછળથી ટકકર મારતા ઇજા પહોંચી હતી
12/03/2025 00:03 AM Send-Mail
મહુધા તાલુકાના નાની ખડોલ ગામે ગત ૩૧ માર્ચ,ર૦૧૮ના રોજ સવારે દસેક વાગ્યે રોડ પરથી પસાર થતા બાઇકચાલકને પાછળથી ગાડીચાલકે ટકકર મારી હતી. જેથી નીચે પટકાયેલ બાઇકચાલકને હાથે-પગે ઇજા પહોંચી હતી. બનાવ અંગે મહુધા પોલીસે ગૂનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.આ કેસમાં કોર્ટે ખૂંટજના કારચાલકને ત્રણ અલગ અલગ ગુના હેઠળ કુલ ૧૦ માસની કેદ અને રૂ.રપ૦૦ દંડનો હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ગત ૩૧ માર્ચ,ર૦૧૮ના રોજ સવારે દસેક વાગ્યાના સુમારે શૈલેષભાઇ ચંદુભાઇ પટેલ પોતાનું બાઇક લઇને નાની ખડોલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીકના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન ખૂંટજના રહેવાસી સાજીદ ઉર્ફે લાલો રહેમાનભાઇ મલેક આઇ ટવેન્ટી ગાડી લઇને પસાર થવા દરમ્યાન પાછળથી બાઇકને ટકકર મારી હતી. જેથી રોડ પર પટકાયેલ શૈલેષભાઇને હાથે,પગે ઇજાઓ પહોંચવા સાથે બેભાન થઇ ગયા હતા. જેઓને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ વાન દ્વારા દવાખાને ખસેડાયા હતા.

આ બનાવમાં મહુધા પોલીસે બીડીએસની કલમ ર૭૯,૩૩૭, ૩૩૮ અને એમવીએકટની કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગૂનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સાક્ષીઓના નિવેદન સહિતના પુરાવા સાથે મહુધા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં રજૂ થયેલ પુરાવા, નિવેદનો, દલીલો સહિતના પાસા ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષ અરોપી ઉપર બીડીએસની કલમ ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમવીએકટની કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગૂનો સાબિત કરવામાં સફળ રહેલ છે.સમાજમાં બેદરકારીથી વાહન ચલાવવાથી અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહેલ છે અને તેમાં ઘણીવાર ઇજા પામનારને કાયમી ખોડ અથવા મૃત્યુ પણ થાય છે. આ કેસના આરોપીએ પોતાની ગાડી બેદરકારીથી ચલાવી શૈલેષભાઇના બાઇકની સાથે અકસ્માત કરેલ છે. ન્યાયાધીશ ભરતકુમાર મનમોહનભાઇ પરમાર (જયુડી.મેજી.ફ.ક.,મહુધા)એ તાજેતરમાં આ કેસમાં આરોપી સાજીદભાઇ ઉર્ફે લાલો રહેમાનભાઇ બિન અમીનભાઇ મલેક, ખુંટજને ક્રિ.પ્રો.કોડની કલમ રપપ(ર) અન્વયે બીડીએસની કલમ ર૭૯ તથા એમવીએકટની કલમ ૧૭૭,૧૮૪ના ગુનામાં તકસીરવાન ઠરાવી બે માસની કેદ અને રૂ. ૧ હજાર દંડ, ક્રિ.પ્રો.કોડની કલમ રપપ(ર) અન્વયે બીડીએસની કલમ ૩૩૭ મુજબના આક્ષેપિત ગુનામાં તકસીરવાન ઠરાવી બે માસની કેદ અને રૂ. પ૦૦ દંડ તથા બીડીએસની કલમ ૩૩૮ના આક્ષેપિત ગુનામાં તકસીરવાન ઠરાવી છ માસની કેદ અને રૂ.૧ હજાર દંડનો હૂકમ કર્યો હતો. આ કેસમાં આરોપીને ત્રણ આક્ષેપિત ગુનામાં કરવામાં આવેલ સજા અલગ અલગ ભોગવવાનો હૂકમ કર્યો હતો. જેથી આરોપીને કુલ ૧૦ માસની કેદ અને રૂ. રપ૦૦ દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

સલુણમાં આવેલા ન્યુ શ્રી બાલ ગણેશ નમકીન પેઢીને રૂા. ૫૦ હજારનો દંડ

કપડવંજ : પ દૂધાળી ગાયો ખરીદી પેટે આપેલ ૧.૭૬ લાખનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ

મહુધા : મિત્રતામાં ઉછીના પ લાખ પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

વસો: વિદેશ રહેતા મહિલા પાસેથી જમીન ખરીદવા ઉછીના લીધેલ નાણાં પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની સખ્ત કેદ, ૧.ર૦ કરોડ દંડ

સેવાલિયા : વર્ષોની ઓળખાણના નાતે ૩ લાખ ઉછીના પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં બે વ્યકિતઓને બે વર્ષની કેદ

ઠાસરા: શાળા આરોગ્ય ચકાસણી કર્યા વિના રિપોર્ટ કરનાર તબીબ સહિત ૪ સસ્પેન્ડ

નડિયાદમાં દોઢ વર્ષ પહેલાં તેલંગાણામાંથી આવી ગયેલ અને ભટકતું જીવન જીવતી મહિલાનું પરિવાર સાથે મિલન