કપડવંજ : બંધ મકાનમાંથી એન્ટિક વાસણો ચોરી કરનાર ગેંગના ત્રણ સભ્યો પકડાયા
રૂપિયા ૧.૪૩ લાખના એન્ટિક વાસણો અને રિક્ષા મળી કુલ ૨.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
નડિયાદ અને વડોદરામાં પણ ચોરીના ગુનામાં સંડોવણી
કપડવંજના બંધ મકાનમાંથી એન્ટીક વાસણોની ચોરી કરનાર રાજ કંચનભાઈ વાઘરી વિરૃદ્ધમાં વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમા વાસણ ચોરીનો ગુનો નોંધાયેલ છે.જયારે મનસુખભાઈ ઉર્ફે મનિષ વિષ્ણુભાઇ દંતાણીેની વિરૃદ્ધમાં નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વાસણ ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું ખુલવા પામ્યું છે.
ગેંગ જુના બંધ મકાનને નિશાન બનાવતી હતી
પોલીસ તપાસમાં ગેંગનું મુખ્ય સૂત્રધાર કપડવંજનો અજય મોહન વાઘરી છે. તેની પૂછપરછમાં પોલીસને એવી માહિતી હાથ લાગી હતી કે આ ગેંગ જુના બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે આવી નક્કી કરવામાં આવેલ જગ્યાએ તમામ આરોપીઓ ભેગા મળી મકાનના દરવાજાના નકુચાઓ તોડી જુના તાંબા-પિત્તળ વિગેરે ધાતુના વાસણોની ચોરી કરી લેતા હગતા. ત્યારબાદ વાસણના વેપારીઓને પોતાના વાસણો હોવાનું જણાવી વેચી દેતા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો.
કપડવંજ લાંબી શેરીમાં આવેલ એક બંધ મકાનમાંથી રૃપિયા ૧.૪૩ લાખની કિંમતના ચોરાયેલ તાંબા પિત્તળ અને જર્મનના એન્ટિક વાસણો સાથે પોલીસને ચોર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપી પોલીસના હાથમાં આવ્યા નથી જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ કપડવંજ નગરમાં લાંબી શેરીમાં આવેલ જયેશભાઈ અજીતભાઈ પરીખના બંધ મકાનમાં ગત તારીખ ૨ માર્ચ ૨૦૨૫ ના રોજ રાત્રિના સમય ત્રાટકેલા ે તસ્કરો તાંબા, પિત્તળ તથા જર્મન સીલ્વર ધાતુના નાના મોટા એન્ટીક વાસણો કિંમત રૃપિયા ૧,૯૨,૩૦૦ ના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
કપડવંજ શહેર પોલીસે આ અંગે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે શહેરમાં આવેલ આશરે ૩૫ જેટલા સીસીટીવી ફુટેજની સ્ક્્રુટીની કરી હતી. તેમાં એક વાદળી કલરની અતુલ શક્તિ રીક્ષાની હિલચાલ શકમંદ જણાઈ આવી હતી. પોલીસે તેના આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સથી રીક્ષાની ઓળખ કરી રીક્ષાના માલિકને ઝડપી આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી. જેમા તે ભાંગી પડયો હતો અને રિક્ષા માલીક અજયભાઈ રમેશભાઈ વાઘરી (ઉ.વ.૩૩ રહે.મૂળ મોતીપુરા, મીઠીકુઇ, મુ.તા.કપડવંજ હાલ રહે. કપડવંજ ભૂતખાબડા રોડ ઉપર)એ પોતાના બે સંબંધી રાજ કંચનભલ વાઘરી (ઉ.વ.૨૧ રહે.મૂળ જલારામનગર, મહાનગર સામે, પ્રતાપનગર, વડોદરા હાલ રહે. એકતાનગર, બોરસદ ચોકડી, આણંદ)અને મનસુખભાઈ મનિષભાઈ દંતાણી (ઉ.વ.૨૪ રહે.પાણીની ટાંકી પાસે, ઝૂંપડપટ્ટી જી.આઈ.ડી.સી.રોડ, મકરપુરા, વડોદરા) વિક્કી વિજયભાઈ ગોદરીયા (દેવીપુજક) રહે.જલારામનગર, મહાનગર સામે ડભોઈ રોડ, વડોદરા અને વિજય ઉર્ફે વિજલો દેવીપુજક રહે.જલારામનગર, મહાનગર સામે, ડભોઈ રોડ, વડોદરા)ની મદદથી જયેશભાઈના બંધ મકાનમાંથી એન્ટિક વાસણોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
બાદ પોલીસે વડોદરા ખાતેથી ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ અતુલ શક્તિ રીક્ષા તેમજ મકાનમાંથી ચોરાયેલ એન્ટિક વાસણો સાથે ગેંગના બે સાગરીત મનસુખ દંતાણી અને રાજ વાઘરીને પણ ઝડપી પાડયા હતા આમ પોલીસે ત્રિપુટીએ ચોરેલ રૃપિયા૧.૪૩ લાખના એન્ટિક વાસણો અને રિક્ષા મળી કુલ ૨. ૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા આ ગુનામાં વોન્ટેડ અન્ય બે આરોપી વિજય ઉર્ફે વીજલો દેવીપુજક અને વિકી ગોદરીયાને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.