Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
મહેમદાવાદ : દૂધાળા પશુ માટે લીધેલ ધિરાણ પેટેનો ૩.૩૭ લાખનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ
ભાટપુરના કાળુભાઇ બારૈયાએ ગુજરાત સ્ટેટ કો.ઓ.એગ્રી એન્ડ રૂરલ ડેવ. બેંકને ૧ માસમાં ચેકની રકમ ચૂકવવા, કસૂર બદલ વધુ છ માસની સજાનો હૂકમ
12/03/2025 00:03 AM Send-Mail
વીરપુર તાલુકાના ભાટપુરમાં રહેતા ખેડૂતે ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રો એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકમાંથી દૂધાળા પશુ લાવવા માટે તા. ૧૩ જાન્યુ.ર૦૧૦ના રોજ ધિરાણ લીધું હતું. પરંતુ તેના હપ્તા નિયમિત ભરપાઇ ન કરતા બેંકે ઉઘરાણી કરી હતી. જેથી પશુપાલકે રૂ. ૩.૩૭ લાખનો ચેક બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. જેથી બેંક દ્વારા નોટિસ મોકલવા છતાંયે ચેકના નાણાં જમા કરાવ્યા ન હતા. આ બાબતે તા. ર૦ ડિસે.ર૦૧૮ના રોજ બેંકે મહેમદાવાદ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ બેંકને ૧ માસમાં ચૂકવવા, તેમાં કસૂર થયે વધુ છ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.

મળતી વિગતોમાં ભાટપુરના ખેડૂત કાળુભાઇ જગતભાઇ બારૈયાએ ગત ૧૩ જાન્યુ.ર૦૧૦ના રોજ દૂધાળા ઢોર લાવવા માટે ખેડૂતોને ખેતી માટે ધિરાણ આપતી ગુજરાત સ્ટેટ કો.ઓ.એગ્રો એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકમાંથી ધિરાણ લીધું હતું. પરંતુ ધિરાણના હપ્તા નિયમિત ભરતા ન હોવાથી બેંકે ઉઘરાણી કરી હતી. જેથી તા. ૧૫ ઓકટો.ર૦૧૮ના રોજ રૂ. ૩.૩૭ લાખનો ચેક કાળુભાઇએ આપ્યો હતો. જે બેંકમાં રજૂ કરતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. આથી બેંકે તા. ૧૫ નવે.ર૦૧૮ના રોજ નોટિસ મોકલી હતી છતાંયે લેણી રકમ ન ચૂકવતા મહેમદાવાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે, રેકર્ડ પરથી એ હકીકત સાબિત થાય છે કે, આરોપીએ ચેક તેમની જવાબદારી અદા કરવા માટે આપેલ અને અપૂરતા ભંડોળના કારણે ચેક પરત ફરેલ છે. નોટિસ બજવા છતાં આરોપી ૧૫ દિવસના સમયમાં રકમ ફરિયાદી બેંકને ચૂકવવામાં નિષ્ફળ ગયેલ છે. આમ, આરોપી વિરુદ્વ નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ મુજબના તમામ તત્વો રેકર્ડ પરથી સાબિત થાય છે. ન્યાયાધીશ વિશાલ યોગેશભાઇ ત્રિવેદી (એડી.જે.એમ.એફ.સી., મહેમદાવાદ)એ આ કેસમાં આરોપી કાળુભાઇ જગતભાઇ બારૈયાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ રપપ(ર) મુજબ નેગો.ઇન્સ્ટ´.એકટની કલમ ૧૩૮ના ગુના અંગે તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમ રૂ.૩.૩૭ લાખ વળતર તરીકે ફરિયાદીને એક માસમાં ચૂકવવા, તેમાં કસૂર બદલ વધુ છ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.

મહુધા : મહીસા નજીક યુવક-યુવતીની માથામાં બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરાયેલી લાશ મળી

ગરમાળા : ખેતરમાં રોપણી બાબતે જાતિવાચક અપમાન, ધમકી આપનાર ૪ વ્યકિતઓને એટ્રોસિટી એકટ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ

માતર : માછિયેલમાં ૬૫ વર્ષિય વૃદ્ઘા સાથે દુષ્કર્મ ગુજારનાર ૩૮ વર્ષીય યુવકને ૧૦ વર્ષની સજા

નડિયાદમાં જુના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ લાલ કોર્ટના તાળા તોડી ચોરીનો પ્રયાસ

નડિયાદ : જિલ્લા પંચાયત કચેરીની સિંચાઈ શાખાના નાયબ ચીટનીશ લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

નડિયાદ : સીરપકાંડના આરોપીના ઘરમાંથી ૧ કરોડ ઉપરાંતની ચોરી કરનાર આંતરરાજ્ય ઘરફોડિયા સહિત ત્રણ ઝડપાયા

ખેડા : રસિકપુરાની પરિણીતાને તલાટી પતિ સહિત ૭ વ્યક્તિઓએ ત્રાસ ગુજારતા ફરિયાદ

નડિયાદ : હાથનોલીમાં ૩૯૩ ગુંઠા જમીન પચાવી પાડવા બે સગા ભાઈએ બહેનને અજાણ રાખી હક્ક કમી કરાવી લેતાં ફરિયાદ