Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
ર૦ર૧માં વહીવટી મંજૂરી બાદ બ્રિજની લંબાઇ મામલે વિવાદ થતા કામ ખોરંભાયું હતું
આણંદ : હાશ, હવે વઘાસી બ્રિજ ૩૦ મહિનામાં બનશેનો વર્તારો
સ્થાનિકોના ભારે વિરોધ બાદ અંતે સરકારે બ્રિજની લંબાઇ ઘટાડવાની જાહેરાતના દોઢ વર્ષ બાદ હવે નોટિસો અપાઇ : ત્રિભુવન ફાઉન્ડેશનથી વઘાસી ડાયવર્ઝન રોડ માટે જમીન સંપાદન પ્રકિયા હાથ ધરાઇ
13/03/2025 00:03 AM Send-Mail
૪ વર્ષથી રમણે ચઢેલ બ્રિજની ગાડી હવે પાટે ચઢશે !
વઘાસી ઓવરબ્રિજની શરુ થયેલ કામગીરી દરમ્યાન તેમાં આણંદ અને વઘાસી તરફે બંને છેડાએ બ્રિજની લંબાઇ વધારતો નવો નકશો તંત્રએ મંજૂર કર્યો હતો. જેનો સ્થાનિકોએ ભારે વિરોધ કર્યા બાદ ચૂંટણી બહિષ્કારનું બ્યુગલ ફૂંકયું હતું. જેથી આણંદના ધારાસભ્યે મધ્યસ્થી કરીને પાલિકાની ચૂંટણીમાં સૌને મતદાન કરવાનો અનુરોધ કરીને બ્રિજની લંબાઇ ઘટાડવાનું વચન આપ્યું હતું. જેને રાજય સરકારની મંજૂરી મળ્યાને દોઢ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છે. મતલબ કે ચારેક વર્ષથી વિવાદમાં ગૂંચવાયેલ બ્રિજની કામગીરીની ગાડી હવે પાટે ચઢશેના એંધાણ જોવા મળી રહ્યા છે.

વાહવાહી લૂંટતા નેતાઓ વર્ષોથી પડી રહેલ કામ બાબતે ‘જશ’ કેમ લેતા નથી ?
શહેર કે જિલ્લામાં પ્રજાલક્ષી સુવિધા કે કોઇ ગ્રાન્ટ હેઠળની કામગીરી સામાન્ય રજૂઆતથી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતી હોય છે. પરંતુ નિયમોનુસાર કામની મળેલ મંજૂરીને પોતે પહાડ ચઢાણ કર્યુ હોય તે રીતે વાઘા પહેરાવીને નેતાઓ સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવવામાં પાછીપાની કરતા હોતા નથી. સરકારે રોડ-રસ્તા કે અન્ય કામો માટે અગાઉથી બજેટમાં કરેલ આયોજન મુજબ ક્રમાનુસાર ગ્રાન્ટ ફાળવતી હોવાની બાબત જગજાહેર છે. તેમાં હાસ્યાસ્પદ બાબત એ જોવા મળે છે કે સરકાર કોઇ નવા રોડ-રસ્તા બનાવવાનું જાહેર કરે કે તરત કેટલાક નેતા જાણે કે ગાડીમાં જ પાવડો, કોદાળી સાથે જ રાખતા હોય તેમ ભૂમિપૂજનના ફોટા સોશિયલ મીડિયામાં સત્વરે અપલોડ કરવાનું ચૂકતા નથી. ત્યારે સવાલ એ છે કે વર્ષોથી ખોરંભે પડેલ કામો બાબતે નેતાઓ જવાબદારી કેમ લેતા નથી?

નવા એસઓઆર સાથે ઓવરબ્રિજની તાંત્રિક મંજૂરી અને રીવાઇઝ ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે
વઘાસી ઓવરબ્રિજની કામગીરી સંભાળતા રાજય માર્ગ-મકાન વિભાગના અધિકારિક સૂત્રોનુસાર આ બ્રિજ બંને તરફે ૩૮૦થી ૪૦૦ મીટર અટલે કે અંદાજે ૮૦૦ મીટર લંબાઇનો ઓવરબ્રિજ બનશે. જેમાં ૭.પ મીટર કેરેજ વે અને બંને બાજુ પ.પ મીટરના સર્વિસ રોડ તૈયાર થશે. એપ્રોચ રોડ માટે જમીન સંપાદન પ્રકિયા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ સંપાદન થયેલ જમીન ખુલ્લી કરીને નિયમોનુસાર બ્રિજની કામગીરી માટે સોંપાશે. ત્યારબાદ નવા એસઓઆરથી રીવાઇઝ તાંત્રિક મંજૂરી લઇને રીવાઇઝ ટેન્ડર જાહેર કરાશે. જેમાં મંજૂર થયેલ ટેન્ડરની એજન્સીને બ્રિજની કામગીરી સોંપવામાં આવશે. જેથી સમગ્ર બ્રિજ પૂર્ણ થતા અંદાજે અઢી વર્ષની આસપાસનો સમય લાગી શકે છે.

આણંદમાં વઘાસી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની ચાર વર્ષ અગાઉ હાથ ધરાયેલ કામગીરી શરુઆતમાં ઝડપભેર ચાલ્યા બાદ ખોટકાઇ હતી. જેમાં ઓવરબ્રિજના શરુઆતના નકશામાં ફેરફાર કરીને આણંદ અને વઘાસી એમ બંને તરફેના પુલના છેડાની લંબાઇ વધારવા સાથેનો નવો નકશો જાહેર કરાયો હતો. જેને લઇને બ્રિજ અને બંને બાજુના એપ્રોચ રોડમાં જમીન કપાતમાં જવાના મામલે આસપાસની સોસાયટીના રહિશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં અગાઉના નકશા મુજબ જ બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે રજૂઆતો કરી હતી.

જેમાં સ્થાનિકો દ્વારા આણંદ પાલિકાની ચૂંટણીમાં મતદાન ન કરવાની જાહેરાતના બોર્ડ લગાવવા સાથેનું વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેને લઇને સ્થાનિક નેતાઓમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ ઓવરબ્રિજની લંબાઇ ઘટાડવાની માંગ સાથે સ્થાનિકોના વિરોધે વંટોળનું રુપ ધારણ કર્યુ હોય તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. આ વિસ્તારના મતદારો મતદાનથી અલિપ્ત રહેશે તો તેની ચૂંટણીમાં ભારે અસર પડશેની ચિંતા ભાજપ છાવણીમાં વ્યાપી હતી.

દરમ્યાન ધારાસભ્ય યોગેશભાઇ પટેલને આ મામલે મધ્યસ્થી તરીકેની જવાબદારી પ-ા તરફથી સોંપવામાં આવી હતી. જેમાં તેઓએ વઘાસી ઓવરબ્રિજ વિસ્તારની સોસાયટીઓના રહિશો સાથે બેઠક યોજી હતી. જેમાં માંગણી મુજબ ઓવરબ્રિજની લંબાઇ ઘટાડવાની રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની અને તેમાં સકારાત્મક પરિણામ લાવવાની બાંહેધરી આપી હતી. જેમાં ધારાસભ્યની વાતમાં વિશ્વાસ મૂકીને સ્થાનિકોએ પાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યુ હતું. ત્યારબાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને સમગ્ર મામલે કરેલ રજૂઆતમાં રાજય સરકાર દ્વારા દોઢેક વર્ષ અગાઉ બ્રિજની લંબાઇ ઘટાડવાની જાહેરાત કરી હતી. જો કે સરકારની જાહેરાત બાદ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી યેનકેન કારણોસર કાચબા ગતિએ રહી હતી. હવે ઓવરબ્રિજ માટે ડાયવર્ઝનનો રસ્તો બનાવવા માટે પ્રકિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રિભુવન ફાઉન્ડેશનથી વઘાસી ડાયવર્ઝન રોડ માટે જમીન સંપાદન માટે સ્થાનિકોને નોટિસ આપવામાં આવી છે. બ્રીજ ઉતરીને ત્રિભુવનદાસ ફાઉન્ડેશન જવાના રસ્તે આલય સોસાયટી, રાજોડપુરા પરાં વિસ્તાર અને જૂના મકાનોના માલિકોને તા. પ મે,ર૦રપ સુધીમાં જમીનના હકક હિત સંબંધે વળતરના દાવાઓ, પુન: વસવટા અને પુન:સ્થાપનના દાવાઓ કલેકટર કચેરી, આણંદ ખાતે રજૂ કરવા જણાવાયું છે. સ્થાનિક અગ્રણીઓના મતે હવે મૂળ નકશા મુજબ, ઘટાડેલ લંબાઇ સાથેનો બ્રિજ બનનાર હોવાથી માંડ દોઢથી ર ફુટ જેટલું મુખ્ય રોડથી કપાત થાય છે. જેની અસર કદાચ ૩થી ૪ મકાનને જ થાય છે. વધુમાં આ ૧૮ મીટરનો ટીપી રોડ છે. આથી ટીપી રોડમાં થયેલા દબાણોને જ દૂર કરવામાં આવશે.

આણંદ : ર.૪૯ કરોડના ખર્ચ બગીચો ખુલ્લો મૂકાયાના ૩ માસ બાદ વીજ જોડાણ માટે અરજી કર્યાની મનપાની કબૂલાત

BSNLની બેદરકારી : ૧૦ વર્ષ અગાઉ ટેલિફોન જમા કરાવનાર અનેકો ગ્રાહકોને ડિપોઝીટ પરત મેળવવા દડમજલ

રાસના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી રોગચાળો ફેલાવાની દહેશત

પેટલાદ: દબાણ હટાવ્યા બાદ આરસીસી રોડ બનાવવા વિષ્ણુપુરાના સ્થાનિકોની માંગ

આવતીકાલે વિશ્વ મેલેરિયા દિવસ : આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કેસોમાં પ૦ ટકાનો વધારો

બુદ્ઘિનું દેવાળું : આણંદ જિલ્લાના ૪૯૮૭ વિદ્યાર્થીઓને ચિત્રની પરીક્ષા આપવા ભરતડકે ૧પ કિ.મી. દૂર જવું પડશે

આણંદ જિલ્લામાં સ્વરક્ષણાર્થે કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના હાલમાં સક્રિય

આણંદ : નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધી બે માસથી રોડની સાઇડે મેટલ પાથર્યા બાદ અધૂરી કામગીરી