Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
આણંદ : હોળી-ધૂળેટી અગાઉ તાપમાનનો પારો ૪૦ને પાર
આણંદ જિલ્લામાં રાત્રે વોર્મ નાઇટ વોર્નિગ સાથે ઓરેન્જ એલર્ટથી હિટ વેવની સંભાવના
13/03/2025 00:03 AM Send-Mail
જિલ્લામાં હિટ સ્ટ્રોકનો એકપણ કેસ નોંધાયો નથી : એપેડેમિક ઓફિસર
આણંદ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ધોમધખતી ગરમીની સાથે તાપમાનનો પારો વધી રહ્યો છે. તેમાંયે ફૂંકાતા ગરમ પવનના કારણે હિટ સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. આથી કાળઝાળ ગરમીમાં બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા તથા ગરમીથી રક્ષણ માટેની તૈયારી સાથે બહાર નીકળવા સહિતની જાગૃતતા રાખવી જરુરી છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીક ઓફિસર ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આજદિન સુધી જિલ્લામાં હિટ સ્ટ્રોકનો એકપણ કેસ નોંધાયો નથી.

આણંદ શહેર-જિલ્લામાં પખવાડિયા અગાઉથી આકરાં ઉનાળાના એંધાણ વર્તાતા હતા. તેમાંયે છેલ્લા ચારેક દિવસથી મધ્યાહનથી સાંજ સુધીમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી પડી રહ્યાનો દાહક અનુભવ થઇ રહ્યો છે. અગાઉના વર્ષોમાં હોળી-ધૂળેટી પર્વ સુધી તાપમાનનો પારો ૩પની આસપાસ રહેતો અને પર્વ બાદ ક્રમશ: વધતો હતો. પરંતુ આ વર્ષ હોળી-ધૂળેટીના બે દિવસ અગાઉ જ તાપમાનનો પારો ૩૮ને પાર કરી ગયો હતો.

જયારે આજે સવારથી ઉકળાટ સાથે આકરી ગરમીએ શહેરીજનોને પરેશાનીમાં મૂકયા હતા. બપોર સુધીમાં તાપમાનનો પારો ૪૦ને પાર કરીને ૪૦.ર નોંધાયો હતો. જયારે લઘુત્તમ ર૦ ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૬૮ ટકા નોંધાયું હતું. જો કે પવનની ગતિ પ્ર.કલાક પ.પ હતી પરંતુ તેનાથી આંશિક હિટ વેવ અનુભવાતી હતી.

આગામી સમયમાં ગરમી તાંડવ મચાવે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે. તેમાંયે જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ૪થી પ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેતા વોર્મ નાઇટની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સાથોસાથ આણંદ જિલ્લાનં રેડ એલર્ટ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. મતલબ કે સિવિટર હિટવેવની શકયતા છે. જો કે પવનોની દિશા બદલાઇને ઉત્તર પશ્ચિમ તરફથઇ હોવાથી આગામી ર૪ કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાની વકી છે. હવામાન વિભાગના મતાનુસાર હાલમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. તેથી સૂર્યના સીધાં કિરણો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેના કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે. ૪૮ કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવી શકે છે. આ ઉપરાંત એન્ટી સાયકલોનના કારણે પણ હવાની દિશામાં અસર જોવા મળી રહી છે. ખુલ્લા આકાશના કારણે ભેજ ઘટી ગયો છે. અગાઉ જિલ્લામાં ૮૦થી ૮પની આસપાસ રહેતા ભેજની ટકાવારી આજે ૬૮ નોંધાઇ છે. પરિણામે ખાસ કરીને જિલ્લામાં શહેરોની ડામરવાળી જમીન તપી ગઇ છે. બપોરના સમયે ડામરવાળા રોડ પરથી પસાર થતા રાહદારીઓ, ટુ વ્હીલરચાલકોને હિટવેવની ઇફેકટ અનુભવાઇ હતી.

આણંદ : ર.૪૯ કરોડના ખર્ચ બગીચો ખુલ્લો મૂકાયાના ૩ માસ બાદ વીજ જોડાણ માટે અરજી કર્યાની મનપાની કબૂલાત

BSNLની બેદરકારી : ૧૦ વર્ષ અગાઉ ટેલિફોન જમા કરાવનાર અનેકો ગ્રાહકોને ડિપોઝીટ પરત મેળવવા દડમજલ

રાસના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી રોગચાળો ફેલાવાની દહેશત

પેટલાદ: દબાણ હટાવ્યા બાદ આરસીસી રોડ બનાવવા વિષ્ણુપુરાના સ્થાનિકોની માંગ

આવતીકાલે વિશ્વ મેલેરિયા દિવસ : આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કેસોમાં પ૦ ટકાનો વધારો

બુદ્ઘિનું દેવાળું : આણંદ જિલ્લાના ૪૯૮૭ વિદ્યાર્થીઓને ચિત્રની પરીક્ષા આપવા ભરતડકે ૧પ કિ.મી. દૂર જવું પડશે

આણંદ જિલ્લામાં સ્વરક્ષણાર્થે કુલ ૯૧૪ જેટલા હથિયાર પરવાના હાલમાં સક્રિય

આણંદ : નવા બસ સ્ટેન્ડથી સરદાર બાગ પોલીસ ચોકી સુધી બે માસથી રોડની સાઇડે મેટલ પાથર્યા બાદ અધૂરી કામગીરી