ડાકોર : પદયાત્રીઓની આગેકૂચને સરળ બનાવતી સેવા કેમ્પની લાલ જાજમ
સખત તાપ હોવાથી ભક્તોને આરોગ્ય સેવા મળી રહે તે માટે ૨૦ ટીમોની આરોગ્યની ટીમો કામે લાગી
૧૦૮ ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય
ઈમરજન્સી સેવાઓ જેમ કે, ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર જેવી સેવાઓને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ૫ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ૫ દિવસ સુધી ૫ જુદા જુદા વિસ્તારોમાં સતત સ્ટેન્ડ બાય રહેશે. આ ફાળવાયેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં પાયલોટ અને ઈએનટી મળી એક એમ્બ્યુલન્સમાં ૪ વ્યક્તિઓ સાથે ૨૦ વ્યક્તિઓનો સ્ટાફ હાજર છે. ડાકોરમાં ૫ જુદાજુદા પોઈન્ટો પર આ ૫ એમ્બ્યુલન્સ ૨૪ કલાક હાજર રહેશે. જેમાં ડાકોર મંદિરના ગેટ પાસે, ડાકોર ઝ્રઁઝ્ર કેન્દ્ર ખાતે, ગાયોનાવાડે, નગરપાલિકા પાસે, ઠાસરા રોડ પર આવેલ ઁઉડ્ઢ ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ ૧૧ માર્ચથી ૧૫ માર્ચ સુધી ફાળવાયેલી છે તેમ ૧૦૮ના અધિકારી દ્વારા જણાવાયું છે.
બીજી તરફ સમગ્ર ડાકોરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સમગ્ર ડાકોર શહેરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કંટ્રોલ રૃમ શરૃ કરી દીધા છે અને ૨૪ કલાક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે નેત્રમના સીસીટીવી કેમેરાઓ દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ૧૪ માર્ચે ફાગણી પૂનમે અંદાજે ૫ લાખથી વધુ પદયાત્રિકો ડાકોર ઉમટશે.
સ્વચ્છતા અભિયાનમાં ૨૦૦ લોકો જોડાયા
પદયાત્રી માર્ગ પર સ્વચ્છતાની પણ સેવા આંખે ઉડીને વળગે તેવી છે. વિશ્વ હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના કાર્યકરો દ્વારા સ્વછતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહેમદાવાદના રાસ્કા ચેકપોસ્ટથી લઈને સિહુંજ સુધીના માર્ગ પર પદયાત્રી માર્ગ પર સ્વછતા અભિયાન કરવામાં આવી રહ્યું છે. રાસ્કાથી સિહુંજ ગામો વચ્ચેના માર્ગ પર ૯ ટિમ બનાવી ૨૦૦થી વધારે કાર્યકરો દ્વારા ૨ દિવસ આ સ્વછતા અભિયાન ચલાવવામાં આવશે.આ સ્વછતા અભિયાન દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે.
ડ્રોન કેમેરાથી પણ સર્વલન્સની કામગીરી શરૂ
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશે જણાવ્યું કે, આ રૃટ પર પદયાત્રીની સેવા માટે સતત આરોગ્યની ટીમો કાર્યરત છે. ૨૦થી વધારે આરોગ્યની ટીમો અહીયા પદયાત્રીકોની સેવામાં રોકાયેલી છે. જ્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, તમામ જગ્યાએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. જેમાં ડાકોર નગરમાં ૧૯૮૪ પોલીસ તેનાત છે. ડીવાયએસપી, ૧૩ પીઆઈ, ૧૦૬ પીએસઆઇ સહિત મહિલા પોલીસ કર્મચારી સહિત કુલ ૨૫૦૦ જેટલા પોલીસ જવાનો સુરક્ષાના હેતુથી બંદોબસ્તમાં હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત ડ્રોનથી પણ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ડાકોરનો બંદોબસ્ત અલગ અલગ ૮ સેક્ટરમાં ગોઠવવામાં આવ્યો છે. ખાસ તાપમાન ઊંચું જતાં પદયાત્રીઓને તકેદારી લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં અવી છે.
ડાકોરમાં ફાગણી પૂનમના મહોત્સવનો દબાદબાભેર પ્રારંભ થયો છે. અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના ખુણે ખુણેથી ચાલીને આવતા પદયાત્રીઓએ પોતાના વતનથી શરૃઆત આરંભી દીધી છે. તો બીજી તરફ સેવાકીય લોકોએ પણ પોતાની વિવિધ સેવાઓના ઢગલા બંધ ટેન્ટો બાંધી સેવાનો પ્રારંભ પણ કરી દીધો છે. સેવારથીઓએ પદયાત્રીઓ માટે સેવાની લાલ જાજમ બીછાવી છે. જેમાં ચા, નાસ્તા, રહેવાનું, ન્હાવા, આરોગ્ય સહિતની સેવાઓનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા પણ ખડે પગે કામગીરી કરવામાં આવતી હોવાનું જાણવા મળે છે સખત તાપ હોય કોઈ બીમાર પડે તો તરત તેને આરોગ્ય સારવાર મળે તે માટે વીસ જેટલી આરોગ્ય ટીમો પણ આ રોડ પર તેનાત કરવામાં આવી છે આ ઉપરાંત સામાજિક, સ્વૈચ્છિક, શૈક્ષણિક સંસ્થાઓ પણ પદયાત્રીઓના અનેક સેવાકાર્યમાં જોડાય છે. ચાલુ વર્ષે સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે જેને લઇને અમૂક લોકો સ્વેચ્છાએ રોડ પર ઝાડુ મારી સ્વચ્છતા કરી રહ્યા છે.રાસ્કાથી સિહુંજ વચ્ચેના માર્ગ પર ૯ ટિમ બનાવી ૨૦૦થી વધુ કાર્યકરો દ્વારા સ્વચ્છતાની સેવા કરાઈ રહી છે. ખેડા જિલ્લાના રાસ્કાથી ડાકોરને જોડતા માર્ગ પર સંખ્યાબંધ સેવાના ટેન્ટો બંધાયા છે. વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી ભક્તિ માર્ગ ધમધમી ઉઠયો છે. અને પદયાત્રીકો માટે આ ૫૫ કીમી પદયાત્રા કાપવી આસાન બને તેવા પ્રયાસો સેવારથીઓ દ્વારા કરાયા છે. જ્યારે 'જય રણછોડ માખણ ચોર'ના ગગનભેદી નાદ સાથે ભક્તો ડાકોર તરફ કુચ કરી રહ્યા છે.
રાજાધિરાજના દરબારમાં આ ફાગણી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ આવનાર છે. ત્યારે માર્ગ પર સેવા કેન્દ્રો ધમધમી ઉઠયા છે. મોટેભાગે અમદાવાદ તરફથી આવતા ભક્તો ખેડા જિલ્લાના રાસ્કા ગામ ખાતેથી પ્રવેશ મેળવી ૫૫ કીમી દૂર ડાકોરના દરબારમાં પહોંચશે. રાસ્કા ગામથી ડાકોર તરફ જતા ભક્તિ માર્ગ પર અસંખ્ય સેવાઓના કેમ્પો લાગ્યા છે.
બીજી તરફ ભક્તો પણ ધોળી ધજા સાથે 'જય રણછોડ માખણ ચોર', 'ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે' ના નાદ સાથે અડગ મનોબળ અને વિશ્વાસ સાથે ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. બે દાંડી વિશ્રામ સમયે પણ ભક્તો વિશ્રામની જગ્યાએ ભજનોની રમઝટમા જોડાય ઓતપ્રોત બની રહ્યા છે.ઊનાળાના ઊંચા તાપમાન વચ્ચે ભક્તો ભક્તિ બતાવી રહ્યા છે ડાકોરના ઠાકોરને મળવાનુ લક્ષ્ય સાંધી યુવાન, યુવતીઓ, બાળકો તેમજ મોટેરાઓ ધોળી ધજા સાથે ડાકોર તરફ આગેકૂચ કરી રહ્યા છે.
રાસ્કા, કનીજ, આમસરણ પાસે ચાલીને ડાકોર જતા ભક્તો આવી પહોંચ્યા છે. દોસ્ત ફાઉન્ડેશન અને બી.આર.સી ભવન આયોજિત અને શિક્ષક સોશિયલ ગ્્રૂપ, મહેમદાવાદના સહયોગથી ડાકોર જતાં પદયાત્રીઓ માટે ડાબર ઇન્ડિયા લિમિટેડના સહયોગથી જ્યુસ વિતરણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, જામફળ જ્યુસ, લેમન જેવા ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી છે. 'જય રણછોડ, માખણચોર'ના નારા સાથે જતા હજારો પદયાત્રીઓએ જ્યુસ વિતરણ કેમ્પનો લાભ લઈ રહ્યા છે.