કપડવંજ: શિહોરા પાસે ઈકો કારની અડફેટ શ્રમિકનું મોત
કપડવંજ તાલુકાના શિહોરા ગામ નજીક બટાકા ભરવા આવેલ શ્રમજીવીની ઈકો કારે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં તેનું મોત નિભ્યુ હતું.
મળતી માહિતી મુજબ અરવલ્લીના બાયડ તાલુકાના ડેમોઈ ગામે રહેતા બાબુલકુમાર સિયારામ મંડલ (ઉ.વ. ૨૪ મૂળ રહે જેરવા તા. પરદગડ જી. સહરસા બિહાર) અને સાજનકુમાર મહેશ મુખીયા તથા રાજનકુમાર મહેશ મુખીયા સહિતના અન્ય શ્રમિકો ગઈકાલે સવારના ઈકો કાર નંબર જીજે-૩૫, એચ-૦૪૨૮માં બેસી કપડવંજ તાલુકા શિહોરા ગામ તરફ એક ખેતરમાં બટાકા ભરવાના મજુરી કામે ગયા હતા.
તેઓ ગાડીમાંથી ઉતરી બટાકા ભરવા આવનાર વાહનની રાહ જોઈ ઉભા હતા. આ સમયે ઈકો કારને ચાલક કારગીલ પુનમ મંડલએ કાર ચાલુ કરી પુરઝડપે હંંકારતા આગળ ઉભેલ સાજનકુમાર મહેશભાઈ મુખીયા અડફેટે આવી ગયા
હતા. જેથી તે નીચે પડી જવાની સાથે ઈકો કાર તેમની પર ફરી મળી હતી. જેને લઈ શરીરે ગંભીર ઈજાગ્રસ્ત થયેલ સાજનકુમારને બેભાન હાલતમાં સારવાર અર્થ બાયડની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.
જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં. કપડવંજ ગ્રામ્ય પોલીસે આ અંગે ઈકો કારના ચાલક વિરૂદ્ઘ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.