યમુના નદીના ૨૩ સ્થળો પાણીની ગુણવત્તા પરીક્ષણમાં ફેલ : સંસદીય સમિતિનો અહેવાલ
-દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ- હરિયાણામાં પણ સ્થિતિ ખરાબ -દિલ્હીમાં પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર લગભગ નહિવત -૩૩માંથી ૨૩ સ્થળોએ યમુના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
યમુના નદીની સ્થિતિને લઇને સંસદની એક સમિતિએ ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. સંસદીય સમિતિ અનુસાર, દિલ્હીમાં યમુનાના પાણીથી જીવન ભાગ્યે જ શકય છે. ૩૩માંથી ૨૩ સ્થળોએ પાણીની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાનું જાણવા મળ્યું. દિલ્હીમાં જ ૬ જગ્યાએ પાણી પીવાલાયક નથી.દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ સ્થિતિ ખરાબ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ફરડ) બનાવ્યા પછી પણ પ્રદૂષણમાં ઘટાડો થયો નથી. સમિતિએ નદીની સફાઇ અને અતિક્રમણ દૂર કરવા માટે સૌને સાથે મળીને કામ કરવા જણાવ્યું છે.
જળ સંસાધન અંગેની સંસદીય સ્થાયી સમિતિએ દિલ્હીમાં યમુના નદી સફાઇ પ્રોજેકટ અને નદીકાંઠાના વ્યવસ્થાપન પર એક અહેવાલ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં યમુના નદીના ૪૦ કિમીના વિસ્તારમાં પાણીની ગુણવત્તા ઘણી ખરાબ છે. યમુના હરિયાણાના પલ્લાથી દિલ્હીમાં પ્રવેશે છે અને ઉત્તર પ્રદેશના અસગરપુરથી બહાર નીકળે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર લગભગ નહિવત છે. મતલબ કે યમુના નદીનો દિલ્હીનો ભાગ જીવન માટે યોગ્ય નથી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ફરડ) બનાવવા છતાં યમુનામાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે.
જાન્યુઆરી ૨૦૨૧ અને મે ૨૦૨૩ની વચ્ચે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ઈડઈઇ)એ રાજય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને ૩૩ સ્થળોએ પાણીની ગુણવત્તાનું પરીક્ષણ કર્યુ. આ તપાસમાં, ઓગળેલા ઓક્સિજન (ંઠ), ઘ્ઋ, બાયોકેમિકલ ઓકિસજન ડિમાન્ડ (ઇઠં), અને ફેકલ કોલિફોર્મ (ઊઈ) જેવા ચાર મહત્વપૂર્ણ પરિમાણોને જોવામાં મળ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચારેય સ્થળોએ પાણીની ગુણવત્તા ધોરણો મુજબ હતી. જયારે હરિયાણામાં તમામ છ સ્થળોએ પાણી ધોરણોને પૂર્ણ કરતું નથી. દિલ્હીમાં ૨૦૨૧માં સાતમાંથી એક પણ જગ્યાએ પાણીની ગુણવત્તા સારી નહતી. જો કે, પલ્લામાં ૨૦૨૨ અને ૨૦૨૩માં થોડો સુધારો જોવા મળ્યો હતો. સમિતિએ તમામ સંબંધિત પક્ષોને નદીને સાફ કરવા અને તેના સ્વાસ્થ્યને સુધારવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે.
યમુના કિનારે અતિક્રમણ પણ એકમોટી સમસ્યા છે. દિલ્હી અને હરિયાણાએ અતિક્રમણ અંગે માહિતી આપી છે, પરંતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી હજુ સુધી સંપૂર્ણ માહિતી મળી નથી. પૂર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ હોવા છતાં, ઉત્તરપ્રદેશમાં યમુનાના પૂરના મેદાનનું સીમાંકન કરવામાં આવ્યું નથી.
દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ંંઅ)એ લગભગ ૪૭૭.૭૯ હેકટર જમીનને પૂરના વિસ્તારોમાંથી અતિક્રમણમાંથી મુક્ત કરી છે. તેમ છતાં હજુ પણ કેટલીક જગ્યાએ દાવાને કારણે અતિક્રમણ ચાલુ છે. સમિતિએ જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનર્જીવન વિભાગને અતિક્રમણ દૂર કરવા અને પૂરના મેદાનની ઇકોસિસ્ટમને પુન:સ્થાપિત કરવા ંંઅ અને રાજય સરકારો સાથે કામ કરવા વિનંતી કરી છે.