Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
બોમ્બે હાઈકોર્ટનો મહારાષ્ટ્ર સરકારને સવાલ
બદલાપુર જાતીય શોષણના આરોપીનું એન્કાઉન્ટર નકલી, એફઆઈઆર કેમ ન કરી : બોમ્બે હાઈકોર્ટ
૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બે છોકરીઓનું યૌન શોષણ થયું હતું
14/03/2025 00:03 AM Send-Mail
બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર સરકારને પૂછયું કે બદલાપુર યૌન શોષણ કેસમાં આરોપીઓના એન્કાઉન્ટરમાં હજુ સુધી એફઆઇઆર કેમ દાખલ કરવામાં આવી નથી. મેજિસ્ટ્રેટની તપાસમાં આ એન્કાઉન્ટરની નકલી જાહેર કરવામાં આવ્યું હતું.

સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અમિત દેસાઇએ કહ્યું - આ મામલાની તપાસ માટે અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના બદલાપુરમાં ૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બે છોકરીઓનું યૌન શોષણ થયું હતું. મુખ્ય આરોપી અક્ષય શિંદેની ૧૭ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. ૨૩ સપ્ટેમ્બર પોલીસ એન્કાઉન્ટરમાં તેનું મોત થયું હતું. બદલાપુર યૌન શોષણ કેસમાં આરોપી અક્ષય શિંદે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. થાણેના બદલાપુરમાં શાળાના શૌચાલયમાં બે સગીર છોકરીઓ સાથે જાતીય શોષણ કરવા બદલ ઓગસ્ટમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે પૂછપરછ માટે, તેને નવી મુંબઇની તલોજા જેલમાંથી થાણેની કલ્યાણ લઇ જવામાં આવી રહ્યો હતો.પોલીસે દાવો કર્યો છે કે આ દરમિયાન તેણે પોલીસકર્મી પાસેથી બંદૂક છીનવી લીધી અને ગોળીબાર કર્યો.પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો.જેમાં આરોપીનું મોત થયું હતું. સિનિયર ઇન્સ્પેકટર સંજય શિંદેએ તેને ગોળી મારી હતી. એન્કાઉન્ટર સમયે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર નિલેશ મોરે, બે કોન્સ્ટેબલ અને પોલીસ ડ્રાઇવર વાનમાં હાજર હતા.અક્ષયને તેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં પૂછપરછ માટે લઇ જવામાં આવી રહ્યો હતો. નિયમો અનુસાર આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેનો રિપોર્ટ બોમ્બે હાઇકોર્ટને સુપરત કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં, મેજિસ્ટ્રેટ નકલી એન્કાઉન્ટરના આરોપીના પિતાના આરોપ સાથે સંમત થયા હતા અને પોલીસકર્મીઓના આત્મરક્ષાના દાવાઓ પર શંકા વ્યકત કરી હતી. રિપોર્ટમાં આરોપીના મૃત્યુ માટે પાંચ પોલીસકર્મીઓને જવાબદાર ગણવામાં આવ્યા હતા.