મદ્રાસ હાઈકોર્ટે જેએમઆઈ લો ફર્મની તપાસ કરવા સીઆઈડીને આપ્યા આદેશ
-ફર્મના સ્થાપક ન તો રજિસ્ટર્ડ એડવોકેટ છે અને ન તો તેમની પાસે કાયદાની ડિગ્રી -કાયદાનો અભ્યાસ કર્યા વિના વ્યકિત કેવી રીતે લો ફર્મ ચલાવી શકે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જૌખ્ર્રૈકખ્ પર તેની જાહેરાત પ્રકાશિત કરવી કાયદાકીય પેઢી (લો ફર્મ) માટે મોંઘી પડી. મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ટીમ (ઈઇઈકં)ને આ કાયદાકીય પેઢીની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એવો આરોપ છે કે ફર્મના સ્થાપક ન તો રજિસ્ટર્ડ એડવોકેટ છે અને ન તો તેમની પાસે કાયદાની ડિગ્રી છે. કાયદાનો અભ્યાસ કર્યા વિના વ્યકિત કેવી રીતે લો ફર્મ ચલાવી શકે તે અંગે હાઇકોર્ટે ઊંડી ચિંતા વ્યકત કરી છે.
જસ્ટિસ એડી જગદીશ ચંદરિયાની ખંડપીઠે આ આરોપોની તપાસનો આદેશ પણ આપ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આરોપી નકલી લો ફર્મ અને તેના સંચાલકો ચેન્નાઇના માયલાપુરમાં જમીન સંબંધિત કેટલાક શંકાસ્પદ વ્યવહારોમાં સામેલ છે. જે ફર્મ પર હાઇકોર્ટે કાર્યવાહી કરી છે. તેનું નામ ‘જેએમઆઇ લો એસોસિએટ્સ’ છે. તેને જમાલ મોહમ્મદ ઇબ્રાહિમ નામનો વ્યકિત ચલાવતો હતો. તે વકીલ ન હોવા છતાં લો ફર્મ ચલાવતો હતો. આ ફર્મ સાથે અન્ય બે લોકો પણ જોડાયેલા હતા. તેમાંથી એક વકીલ પ્રીતી ભાસ્કર અને બીજા કમલેશ ચંદ્રશેખરન છે.
બાર અને બેન્ચના જણાવ્યા અનુસાર જસ્ટિસ એ.ડી. જગદીશ ચંદીરા લો ફર્મની એક ભૂલની નારાજ હતી. જેમાં ફર્મને નિયમિત અદાલતી આદેશોને ટાંકીને લિંકડઇન જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની સેવાઓનો પ્રચાર કરવામાં આવ્યો હતો. જસ્ટિસ ચંદીરાએ આ આરોપને ગંભીરતાથી લીધા હતા કે આરોપી લો ફર્મના સંચાલક પહેલા જમીન અતિક્રમણકારીઓની સામે કેસ કરતો પછી જમીન માલિકો વતી કોર્ટમાં હાજર થતો અને બાદમાં કથિત રીતે જમીન માલિકો પર જમીન છોડવા માટે દબાણ કરતો અને તેના બદલામાં મોટી રકમની લેવડ-દેવડમાં સામેલ થતો હતો.
આરોપી જમાલ મોહમ્મદ અને તેની લો ફર્મ સામે કાર્યવાહી કરતાં જસ્ટિસ ચંદ્રાએ કહ્યું હતું કે કાનૂની વ્યવસાય એ ઉમદા વ્યવસાય માનવામાં આવે છે અને કોઇ ધંધો કે વેપાર નથી અને વકીલો પાસેથી સંપૂર્ણ પ્રમાણિકતા અને નિષ્પક્ષતાની અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે કહ્યું, કાનૂની વ્યવસાય કોર્ટની પ્રક્રિયાઓના દુરુપયોગથી મુકત હોવો જોઇએ. જો વકીલ ફિલિબસ્ટર યુક્તિઓ અપનાવી છે, તો તે વ્યાવસાયિક ગેરવર્તણૂક પણ છે. હાઇકોર્ટે કહ્યું કે જેએમઆઇ લો એસોસિએટસ અને તેના પ્રતિનિધિઓ દ્વારા કથિત ગેરકાયદેસર પ્રવૃતિઓની માત્ર તમિલનાડુ સ્ટેટ બાર કાઉન્સીલ દ્વારા જ નહીં પરંતુ ઈઇ-ઈકં દ્વારા પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.
હાઇકોર્ટે બાર કાઉન્સીલ ઓફ તમિલનાડુ અને પુડુચેરીને ફર્મ સાથે સંકળાયેલા ત્રણ એડવોકેટસ- પ્રીતિ ભાસ્કર, મણિ ભારતી અને અબેલ સેલ્વકુમાર અને તેમના સહયોગીઓની ડિગ્રી અને લો કોલેજની નોંધણીની વાસ્તવિકતાની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે. વધુમાં, સ્ટેટ બાર કાઉન્સીલને જેએમઆઇ લો એસોસિએટસ કાયદાકીય પેઢી તરીકે કામ કરવા માટે હકદાર છે કે કેમ તે ચકાસવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે આ પેઢીએ જે વકાલતનામા કોર્ટ અથવા ટ્રિબ્યુનલમાં દાખલ કર્યા છે તેની પણ તપાસ થવી જોઇએ.