Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
પદભ્રષ્ટ કરાયેલા ભૂતપૂર્વ ન્યાયાધીશ હાઈકોર્ટના જજ જેટલું પેન્શન મેળવવા માટે હકદાર : બોમ્બે હાઈકોર્ટ
પોક્સો કાયદા હેઠળ જાતીય હુમલા અંગેના તેમના અર્થઘટના પર વિવાદ ઉભો થતાં વર્ષ ૨૦૨૨માં પુષ્પા ગનેડીવાલાને જિલ્લા સત્ર ન્યાયાધીશ તરીકે પદભ્રષ્ટ કરાયા હતા
14/03/2025 00:03 AM Send-Mail
જો જાતીય સંબંધ બાંધવાના ઇરાદાથી ત્વચાથી ત્વચાનો સંપર્ક થાય છે, તો તે જાતીય હુમલો માનવામાં આવશેપ સગીર છોકરીનો હાથ પકડીને છોકરાના પેન્ટની ઝિપ ખોલવી એ પોસ્કો એક્ટ હેઠળ જાતીય હુમલો નથી. આ નિર્ણયો સાથે સમાચારમાં આવેલા ભૂતપૂર્વ હાઇકોર્ટના ન્યાયાધીશ પુષ્પા ગનેડીવાલા ફરી એકવાર ચર્ચામાં છે. જી હા, બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ પુષ્પા ગનેડીવાલા હાઈકોર્ટના જજ જેટલું પેન્શન મેળવવા માટે હકદાર છે.

પુષ્પા ગનેડીવાલાને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ ના કેસોમાં અનેક વિવાદાસ્પદ ચુકાદાઓ માટે ટીકાનો સામનો કરવો પડયો હતો. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ, એડિશનલ જજ તરીકેનો કાર્યકાળ પૂરો થતાં, ગનેડીવાલાને જિલ્લા સત્ર ન્યાયાધીશ તરીકે પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા.પોસ્કો કાયદા હેઠળ 'જાતીય હુમલો' ના તેમના અર્થઘટન પર એક મોટો વિવાદ ઊભો થયો હતો.

ગનેડીવાલા તેમના અનેક ચુકાદાઓ માટે ટીકાનો ભોગ બન્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે પોક્સો કાયદા હેઠળ, સેક્સ કરવાના ઇરાદાથી ત્વચાથી ત્વચાના સંપર્કને જાતીય હુમલો ગણવામાં આવશે અને સગીર છોકરીનો હાથ પકડીને છોકરાના પેન્ટની ઝિપ ખોલવી એ કાયદા હેઠળ જાતીય હુમલો નથી.કોર્ટે આદેશ આપ્યો, 'અમે રજિસ્ટ્રીને આજથી બે મહિનાની અંદર ફેબ્રુઆરી ૨૦૨૨ થી છ ટકા વ્યાજ સાથે તેમનું પેન્શન નક્કી કરવાનો નિર્દેશ આપીએ છીએ.'