Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
ઓનલાઈન ટેક્ષી બુકિંગમાં ભેદભાવનો મામલો સંસદમાં, આઈફોન યુઝર્સ પાસેથી વધુ ભાડુ વસૂલવાનો આરોપ
સરકારે કહ્યું - તપાસ ચાલી રહી છે
14/03/2025 00:03 AM Send-Mail
ઓલા અને ઉબેર જેવી કેબ કંપનીઓ આઇફોન અને એન્ડ્રોઇ યુઝર્સ પાસેથી અલગ-અલગ ભાડાવસૂલતી હોવાના આક્ષેપો પર સરકાર સંસદમાં જવાબ આપ્યો હતો. ઉપભોક્તા બાબતોના રાજયમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

વાસ્તવમાં, આરોપ છે કે ઓલા અને ઉબેર જેવી કંપનીઓ આઇફોન વપરાશકર્તાઓ પાસેથી વધુ ભાડુ વસૂલે છે, જયારે એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને તે જ રાઇડ સસ્તી મળે છે.

જાન્યુઆરીમાં થયેલા એક સર્વમાં પણ જાણવા મળ્યું હતું કે બંને ઓપરેટિંગ સિસ્ટમ્સ પર એક જ રાઇડ માટે અલગ-અલગ કિમતોમાં જોવામાં આવી હતી. નિષ્ણાતો તેને ‘ડાર્ક પેટર્ન’નો કેસ ગણાવી રહ્યા છે. આમાં ગેરવાજબી કિંમતમાં ફેરફાર, ગેરવસૂલી અને છુપાયેલા શુલ્ક સામેલ હોઇ શકે છે. ગ્રાહક કાયદા હેઠળ આવું કરવું ગેરકાયદેસર છે. આઇફોન યુઝર્સની ફરિયાદ પર કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટીએ ૧૦ ફેબ્રુઆરીએ પત્ર જારી કરીને કંપનીઓ પાસેથી જવાબ માંગ્યો હતો.ઓલા અને ઉબેરે આ આરોપો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આ પછી, સરકારે આ મામલો ડીજી (તપાસ)ને વિગતવાર તપાસ માટે મોકલી આપ્યો છે. કન્ઝયુમર પ્રોટેકશન (ઇ-કોમર્સ) નિયમ, ૨૦૨૦ હેઠળ, પ્લેટફોર્મ કંપનીઓને અયોગ્ય કિંમતમાં સામેલ થવાથી અને ગ્રાહકો પાસેથી અન્યાયી ચાર્જ વસૂલવાથી અટકાવવામાં આવે છે. જો તપાસમાં આરોપો સાચા જણાશે તો આ કંપનીઓ સામે કડક કાર્યવાહી થઇ શકે છે.