શહેરી વિકાસ વિભાગે વસતિના ધોરણે નગરપાલિકાઓને કરી વર્ગીકૃત
‘અ’ વર્ગમાં આણંદ જિલ્લામાં ખંભાત પાલિકા, ખેડા જિલ્લામાં એકપણ નહિં
પાલિકાઓની સંખ્યા-હદ વિસ્તારમાં ફેરફારો થતા ૧ એપ્રિલ,ર૦રપની અસરથી અ,બ,ક અને ડ વર્ગમાં વર્ગીકૃત
વર્ગ મુજબ પાલિકામાં વસતિનું ધોરણ
વર્ગ- પાલિકાની વસતિ- કુલ પાલિકા,
અ- ૧ લાખથી વધુ ૧,
બ- પ૦ હજારથી ૧ લાખ ,૪,
ક- રપ હજારથી પ૦ હજાર ,પ,
ડ- ૧પ હજારથી રપ હજાર ,૬,
આણંદ,ખેડા જિલ્લામાં વર્ગીકૃત નગરપાલિકા
જિલ્લો -અ -બ- ક -ડ,
આણંદ- ખંભાત- બોરસદ- ઉમરેઠ- સોજીત્રા-
પેટલાદ- આંકલાવ – બોરીયાવી,
ખેડા - કપડવંજ- મહેમદાવાદ- મહુધા
ચકલાસી -ખેડા -કણજરી-
ડાકોર- કઠલાલ -ઠાસરા
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓને અ,બ,ક અને ડ વર્ગમાં વર્ગીકૃત કરવા માટે અગાઉના પરિપત્રો સહિતના પાસાં ધ્યાને લઇને વિચારણા હાથ ધરી હતી. જેમાં વસતિ, ધાર્મિક સ્થળોનો વિકાસ અને યાત્રાળુઓની સંખ્યા સહિતની બાબતોને ધ્યાને લઇને તા. ૧ એપ્રિલ,ર૦રપની અસરથી રાજયની ૧૪૯ પાલિકાઓને અ,બ,ક અને ડ વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે.
જેમાં આણંદ જિલ્લામાં અ વર્ગમાં એકમાત્ર ખંભાત પાલિકાનો સમાવેશ કરાયો છે. જયારે ખેડામાં આ વર્ગમાં એકપણ પાલિકા નથી.જો કે ધાર્મિક સ્થળોની નગરપાલિકામાં રોજબરોજ આવતાં યાત્રાળુઓની સંખ્યાને ધ્યાને રાખીને સમગ્ર રાજયમાં આવી ચાર નગરપાલિકા ડાકોર, દ્ઘારકા, પાલિતાણા અને ચોટીલાને અપગ્રેડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આણંદ મહાનગરપાલિકામાં વિદ્યાનગર, કરમસદ પાલિકાનો સમાવેશ કરાયો છે. જેથી જિલ્લામાં હવે કુલ ૭ નગરપાલિકાઓ છે. નડિયાદ પાલિકાને મનપાનો દરજજો મળતા ખેડા જિલ્લામાં હવે બાકી રહેલ પાલિકાઓ પૈકી એકપણ અ વર્ગમાં સમાવિષ્ટ થઇ નથી. વિભાગીય સૂત્રોનુસાર છે ભારત સરકારના સેન્સસ ડેટા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરી વિસ્તારમાં વસતા લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયેલ છે. ઉપરાંત શહેરી વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો તેમજ ઔદ્યોગિક એકમોના કારણે તે વિસ્તારમાં ફલોટીંગ પોપ્યુલેશનનું પ્રમાણ વધુ રહેતું હોય છે. પાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાય તથા લોકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુથી જિલ્લા મથકમાં હોય તે સહિતની પાલિકાઓના વર્ગીકૃત કરાયેલ વર્ગમાં સુધારો કરવાની બાબતમાં પુખ્ત વિચારણા તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્રતયા ફેરફારોને લક્ષમાં લઇને આગામી તા. ૧ એપ્રિલ,ર૦રપની અસરથી આણંદ જિલ્લાની અ વર્ગમાં ૧, બમાં ર, કમાં ૩ અને ડમાં ૧ પાલિકા તેમજ ખેડા જિલ્લામાં બ,ક અને ડ વર્ગમાં ૩-૩ પાલિકાઓનો સમાવેશ કરાયો છે.