આણંદ જિલ્લામાં મૃતકોને લાકડાંના બદલે ગૌકાષ્ટથી અગિjદાહ અપાય તો વૃક્ષોનો બચાવ અને પર્યાવરણનું રક્ષણ થઇ શકે : સંશોધન
સ.પ.યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો.રજનીકાંત પરસાણીયા દ્વારા જિલ્લાની ગૌશાળાઓની મુલાકાત લઇને કરાયેલ અભ્યાસ
ગાયદીઠ માસિક રૂ.૯૦૦ સરકારી સહાય ખૂબ ઓછી
સરકાર દ્વારા રજીસ્ટ્ેડ ગૌશાળાને ગાયદીઠ મહિને રૂ.૯૦૦ સહાય આપવામાં આવે છે, તે ખૂબ ઓછી છે. ઉપરાંત શહેરોમાં ઢોર પકડ અભિયાન દરમ્યાન પકડાતી ગાયોને રજીસ્ટ્ેશન કરેલ ગૌશાળામાં મૂકવામાં આવે છે. જે આર્થિક દૃષ્ટિએ ખર્ચાળ હોવાથી મોટાભાગની ગૌશાળા રજીસ્ટ્રેશન કરાવવાનું પસંદ કરતી નથી. તેથી સરકારે આ બાબતે વિચારણા હાથ ધરીને સહાયમાં વધારો કરવો જોઇએ.
ગાય આધારિત બનતી ૧ હજારથી વધુ વસ્તુઓ માટે તાલીમ મેળવવી જોઇએ
સંશોધનમાં રસપ્રદ તારણ એ જોવા મળ્યુ ંહતું કે, ગાય આધારિત એક હજારથી વધુ વસ્તુઓ બને છે. આથી ગૌશાળાના માલિકોએ માત્ર દૂધ નહીં પરંતુ ગાય આધારિત ચીજવસ્તુ બનાવવી જોઇએ. આ માટે સરકારે તાલીમ કેન્દ્ર ખોલવા જોઇએ. જો કે આણંદ જિલ્લામાં લગભગ કોઇપણ ગૌશાળામાં ગૌ-કાષ્ટ બનાવવામાં આવતા નથી.
ગૌકાષ્ટ બનાવવા સ્ટાર્ટઅપ શરુ કરવા વિદ્યાર્થીઓને ૧.ર લાખની ગ્રાન્ટ
નવીન અભિગમરુપ ગૌ-કાષ્ટ બનાવવા માટે સ.પ.યુનિ. દ્વારા અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને એસએસઆઇપીમાંથી રૂ.૧.ર લાખની ગ્રાન્ટ સ્ટાર્ટઅપ શરુ કરવા મળેલ છે. આઇઆઇટીના અભ્યાસ મુજબ લાકડાં કરતા ગૌ-કાષ્ટના દહનથી ઓછો કાર્બન ઉત્સર્જન થાય છે. તદ્દપરાંત ઓછું લાકડું કપાવવાથી પર્યાવરણનું રક્ષણ થાય છે.
મૃતક વ્યકિતના અગિjસંસ્કારમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ટનો ઉપયોગ કરવાથી તેમાં રહેલી તકો અને પડકારો વિશે સ.પ.યુનિ.ના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો.રજનીકાંત પરસાણીયાએ બે વર્ષનું સંશોધન કાર્ય હાથ ધર્યુ હતું. જેમાં મુખ્ય તારણ નીકળ્યું હતું કે, અંતિમ સંસ્કારમાં લાકડાના બદલે ગૌકાષ્ટ (ગાયનું છાણ)નો ઉપયોગ કરાય તો વૃક્ષોનો બચાવ થવાની સાથોસાથ પર્યાવરણનું રક્ષણ થઇ શકે છે. આણંદ જિલ્લામાં અગિjસંસ્કાર માટે ગાયના છાણના ગૌ-કાષ્ટ ઉપયોગનું સામાજીક-આર્થિક મૂલ્યાંકન: તકો અને પડકારો વિષયેના સંશોધનમાં તેઓએ આણંદ જિલ્લા અને નજીકની સાતેક ગૌશાળાની મુલાકાત લીધી હતી. જેમાં ૩ ગૌશાળાએ નિયમોનુસાર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં માત્ર દૂધનું વેચાણ કરતી ગૌશાળાને નફાનું પ્રમાણ ઓછું અને માખણ, ઘી, જીવામૃત, સાબુ, કોડિયા, ગૌકાષ્ટ, ફીનાઇલ, ધૂપ,અગરબત્તી વગેરે અનેકવિધ વસ્તુઓ બનાવીને વેચાણ કરતી ગૌશાળાને નફો થોડો વધુ મળતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ સંશોધનમાં મુખ્ય તારણ એ જોવા મળ્યું કે, અંદાજીત ૭૦થી ૮૦ કિલોના માનવ મૃતદેહને અગિjદાહ આપવા માટે આશરે ૧૫થી ર૦ મણ લાકડાની અને ગેસ હોય તો રપ યુનિટની જરુર પડે છે. જયારે ગૌકાષ્ટ અંદાજીત ૧૦થી ૧ર મણની જરુર પડે છે. જેથી ખર્ચની દૃષ્ટિએ અગિjદાહ માટે લાકડાના રૂ. ૪પ૦૦, ગેસના રૂ.૧ર૦૦ અને ગૌકાષ્ટનો રૂ.૩ હજાર અંદાજીત ખર્ચ થાય છે. જો કે આણંદના સ્મશાનગૃહમાં ગેસ દ્વારા અંતિમ સંસ્કાર માટે કોઇ ફી લેવામાં આવતી નથી કારણ કે ગેસ એજન્સી દ્વારા દાન કરવામાં આવે છે.
જયારે કરમસદ સ્મશાનગૃહમાં લાકડાના અગિjસંસ્કાર માટે રૂ. ૪ હજાર અને ગેસ માટે રૂ. ૧ હજારની રસીદ વહીવટી ખર્ચ માટે ફરજિયાત છે. ગેસમાં અગિjદાહ આપવો સૌથી વધુ હોવા છતાં ધાર્મિક માન્યતાઓના કારણે ૧૦માંથી ૭ પરિવારો પોતાના મૃત સ્વજનોને લાકડામાં અગિjદાહ આપવાનું પસંદ કરેછે. જો કે ગૌકાષ્ટના વપરાશ સામે છાણ ઓછું અને ભૂસું વધુ હોય તો ઝડપથી ભુકો થાય, તેને લાકડાની જેમ એકસાથે ઢગલો ન કરી શકાય સહિતના પડકાર છે.
જો કે લોકોમાં જાગૃતિ આવે તે માટે અગિjદાહ માટે ઇલેકટ્ીક, ગેસ લાકડાની સાથે ગૌકાષ્ટનો વિકલ્પ આપવો જોઇએ, ગૌકાષ્ટ બનાવવું મશીન આશરે ૧ લાખ સુધીમાં આવે છે તે ખરીદવા સરકારે સબસીડી આપવી જોઇએ, શહેરોના સ્મશાનગૃહમાં ટેન્ડર ખરીદાતા લાકડાની જગ્યાએ ગૌ કાષ્ટને બદલી શકાય. આર્થિક રીતે ગૌકાષ્ટ લાકડા કરતાં સસ્તુ છે. સાથોસાથ ગૌકાષ્ટનો ઉપયોગ કરવાથી લાકડાંનો બચાવ થવા સાથે પર્યાવરણનું રક્ષણ થઇ શકે છે. આગામી સમયમાં પર્યાવરણીય અને ધાર્મિક દૃષ્ટિએ ગૌ-કાષ્ટ આધારિત સંશોધન વિદ્યાર્થીઓને, ઉદ્યોગ સાહસકોને ઉપયોગી બની રહેશે.