Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તોમાં થનગનાટ
અંગ દઝાડતી ગરમીમાં રાજમાર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટ્યો : આજે મંગળા આરતીનું વિશેષ મહત્વ હોય ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
14/03/2025 00:03 AM Send-Mail
એનઆરઆઈ બન્યા ડાકોરના સાંસ્કૃતિક કાર્યક્રમનું આકર્ષણ
ગુજરાતનો લોક ડાયરો અને લોક ગીતો આજે દેશ વિદેશમાં લોકપ્રિય બન્યા છે જેનું તાજુ ઉદાહરણ આજે આપણાને ડાકોર ફાગણ મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત એનઆરઆઈ શ્રેય ઠક્કરની ગાયકીમાં જોવા મળ્યું હતું. ભૂરાજીના હુલામણા નામથી જાણીતા શ્રેય ઠક્કર મૂળ અમેરીકાના વતની છે. યુ ટ્યૂબના માધ્યમની તેઓએ ગુજરાતી લોક સંગીત અને ડાયરાનો રસ કેળવ્યો અને આજે તેઓ ડાકોર ખાતે યોજાયેલ ફાગણ મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાલું કાલું ગુજરાતી ગાઈને શ્રોતાઓને મોજ કરાવી હતી. માતૃ ભાષા અંગ્રેજી હોવા છતાં ઉમેશ બારોટ સાથે ગુજરાતી ભાષામાં 'ડાકોરના ઠાકોર', 'આઈમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ ' જેવા લોક ગીતો ગાઈને તેમણે શ્રોતાઓને મનોરંજન પૂરુ પાડ્યું હતું.

આવતીકાલે શુક્રવારે ફાગણ સુદ પૂનમ છે ત્યારે યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું આજ સવારથી જ આગમન થઈ ચૂક્યુ છે. હવે પૂનમને આડે ગણતીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભક્તો આતૂરતાથી ડાકોરના નાથ ના દર્શન કરવા તલપાપડ બન્યા છે. મંદિર પ્રસાશને પદયાત્રીઓના રાત્રી વિસામાથી માંડને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઉભી કરી દીધી છે. ગુરુવારે સાંજએ ભક્તોનો જુવાળ ડાકોરમાં જોવા મળ્યો હતો. ડાકોર ટેમ્પલ કમિટી, પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને સેવકોએ ભક્તોની સેવામાં ખડેપગે હાજર રહ્યા હતાં.

ફાગણી પૂનમનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે ગુજરાતના મીની દ્વારકા ગણાતા યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડયના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે. પૂનમે મંગળા આરતીનું વિશેષ મહત્વ હોય લાખોની સંખ્યામાં રણછોડરાય ભક્તો ગુરૂવાર સવારથી જ ડાકોરમા ધામા નાખી દીધા છે. પૂનમના એક દિવસ અગાઉ જ ભક્તો ડાકોરમાં ઉમટતા ડાકોરની ગલીઓ પણ 'જય રણછોડ'ના ગગનભેદી નાદ સાથે ગૂંજી ઉઠી છે.

ગુરુવાર રાત્રે મોટાભાગના ભક્તો નિદંર માણવાની જગ્યાએ બજારોમં ફરશે. જેના કારણે ડાકોર મંદિરની આસપાસના બજારો રાત્રીના સમયે પણ ધમધમી ઉઠશે. બીજી તરફ ડાકોર ટેમ્પલ કમિટી, જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને સેવકોએ પદયાત્રી ભક્તોને અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પીવાના પાણીથી માંડીને રાતવાસો કરવા તેમજ ભંડારા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ હજી પણ ભક્તિ માર્ગ પર ભક્તોનો ઘસારો 'જય રણછોડ માખણ ચોર'ના નાદ સાથે ડાકોર તરફ આવી રહ્યો છે. અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાંથી છેલ્લા ૧૨ વર્ષથી રથમાં શ્રી રણછોડરાયને બિરાજમાન કરી અબીલ ગુલાલના છોળો ઉછાળી ચાલતા ડાકોર આવતા અમિત રાઠોડએ જણાવ્યું કે અમે સૌ ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે ઠાકોરજીના ગુણ ગાન ગાતા ગાતા આનંદ ઉલ્લાસથી ડાકોર આવી ગયા છીએ. એક બાજુ અંગ દઝડતી ગરમી છે, ત્યારે બીજી બાજુ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તાપમાનની કોઈ અસર થઈ રહી નથી.

સલુણમાં આવેલા ન્યુ શ્રી બાલ ગણેશ નમકીન પેઢીને રૂા. ૫૦ હજારનો દંડ

કપડવંજ : પ દૂધાળી ગાયો ખરીદી પેટે આપેલ ૧.૭૬ લાખનો ચેક પરત ફરતા ૧ વર્ષની કેદ

મહુધા : મિત્રતામાં ઉછીના પ લાખ પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

વસો: વિદેશ રહેતા મહિલા પાસેથી જમીન ખરીદવા ઉછીના લીધેલ નાણાં પેટેનો ચેક રીટર્ન કેસમાં ૧ વર્ષની સખ્ત કેદ, ૧.ર૦ કરોડ દંડ

સેવાલિયા : વર્ષોની ઓળખાણના નાતે ૩ લાખ ઉછીના પરત પેટેનો ચેક રીટર્ન કેસમાં બે વ્યકિતઓને બે વર્ષની કેદ

ઠાસરા: શાળા આરોગ્ય ચકાસણી કર્યા વિના રિપોર્ટ કરનાર તબીબ સહિત ૪ સસ્પેન્ડ

નડિયાદમાં દોઢ વર્ષ પહેલાં તેલંગાણામાંથી આવી ગયેલ અને ભટકતું જીવન જીવતી મહિલાનું પરિવાર સાથે મિલન